Archives

Category Archive for: ‘ભાષા’
બ્રિટનમાં ગિરા ગુજરાતી – ભોળાભાઈ પટેલ

પરિશિષ્ટ-૩ : બ્રિટનમાં ગિરા ગુજરાતી એક અહેવાલ બ્રિટનસ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી, ગુજરાતી ભાષા અને સાહિત્ય તથા સંસ્કૃતિનું વિદેશોમાં જતન કરવા લગભગ દોઢેક દાયકાથી પ્રયત્નશીલ છે. ગુજરાતી ભાષાના વર્ગો લેવા, એ વર્ગો લેવા શિક્ષકો તૈયાર કરવા, શિક્ષકો માટે શિક્ષણની સામગ્રી તૈયાર કરાવવી, ગુજરાતી ભાષાની પરીક્ષાઓ લેવી અને એને માન્યતા અપાવવી, વિદેશમાં વસતા ગુજરાતી રચનાકારોની રચનાઓને પ્રોત્સાહન …

સાંદિપની ઋષિ સુરગુરુ સરખા અધ્યાપક અનંત, તેને મઠ ભણવાને આવ્યા હળધર ને ભગવંત. તેની નિશાળે ઋષિ સુદામો વડો વિદ્યાર્થી કહાવે, પાટી લખી દેખાડવા રામ-કૃષ્ણ સુદામા પાસે આવે.   એટલે કે જ્યાં એક વડો વિદ્યાર્થી શિક્ષકના સહાયક તરીકે કામ કરતો હોય, જ્યાં છોકરાઓ પાટી પર લખતાં શીખતા હોય, અને પોતે લખેલું વડા વિદ્યાર્થીને બતાવતા હોય એવી …

ડૉ. ગણેશ દેવી સાથે દીર્ઘ મુલાકાત – યજ્ઞેશ દવે

આપણે ત્યાં એક વિભાજન એવું છે કે એક બાજુ બૌદ્ધિકો છે અને એક બાજુ કર્મશીલો. પણ કેટલીક વ્યક્તિ એવી પણ હોય છે કે જે ટેબલ લેમ્પ અને ટેબલની સીમાથી બહાર જઈને બૌદ્ધિક હોવાની સાથે સાથે એ કર્મશીલ પણ હોય. ગુજરાતમાં ડૉ. ગણેશ દેવી એક એવું નામ છે. મૂળ અંગ્રેજીમાં પ્રોફેસર પણ આપણી પરંપરાની અંદર સંન્યાસ …

જ્ઞાનવિશ્વમાં ગુજરાત : એકવીસમી સદીને જ્ઞાનની સદી તરીકે ઓળખાવવામાં આવી રહી છે. આદિ માનવીથી લઈને આધુનિક માનવી સુધીનાનું મૂલ્યાંકન કરવામાં આવે તો એમાંથી જે એક બાબત નોખી તરી આવે છે તે માનવીએ સાધેલો અનેક ક્ષેત્રોમાંનો વિકાસ છે. એ વિકાસ એટલા જ કારણે શક્ય બન્યો છે કે કુદરતે માનવીને મગજ આપ્યું છે જેના સહારે એ વિચારી …

 ‘યુનેસ્કો’એ ૧૭ નવેમ્બર, ૧૯૯૯માં જાહેરાત કર્યા બાદ ૨૦૦૮માં સંયુક્ત મહાસભાએ ફેબ્રુઆરી ૨૧, ૨૦૧૪ ‘વિશ્વ માતૃભાષા દિન’ તરીકે ઉજવવાનો ઠરાવ પસાર કર્યો. આ દિવસના ઘણા મહિના પહેલાં આ લેખ લખવાનો વિચાર કરેલો હતો પણ કોઈ ને કોઈ કારણોને લીધે તે આજે પૂરો થઈ શક્યો નહિ તેથી એક મહિના બાદ પ્રસ્તુત કરું છું. ભાષાનું મૃત્યુ એટલે એ …

‘મ્હેકમાં મ્હેક મળી જાય તો મૃત્યુ ન કહો’ –  વિપુલ કલ્યાણી

‘મરણ સ્મરણની દુનિયા ખોલે છે’, તેમ આચાર્ય જયેન્દ્ર ત્રિવેદીએ એક દા લખેલું. વાત ખરી લાગે છે. રતિલાલ ચંદરિયાની એકાણુમે વરસે લીધી આ વિદાયને હવે આ કેડે જ મુલવવી રહી. એ 1985ના અરસાની વાત હશે. ચંદરિયા પરિવારના એક નબીરા કપૂરચંદભાઈને ક્યારેક ક્યારેક મળવા જવાનું બનતું. અને દિવંગત દેવચંદભાઈ ચંદરિયાને ય તે પહેલાં મળવા હળવાના અવસરો થયેલા. …

કોઇ એક સમાજ કે દેશના લોકો પોતાના મનોગત ભાવ કે વિચાર એકબીજાને પ્રકટ કરી શકે તેવો વ્યક્તનાદનો સમુદાય; જબાન; વાણી; બ્રાહ્મી; ભારીત; સરસ્વતી; ગિરા; બોલી. મનના વિચાર બોલીને કે લખીને જણાવાય છે. ભાષાશાસ્ત્રમાં ભાષા અને બોલી એવા બે ભેદ ગણવામાં આવે છે. અંત:કરણના વ્યાપારને ભાષા કહે છે અને તેનું ઉચ્ચારરૂપ સાધન પરસ્પરના પરિણામને જણાવી શકે …