શ્રાવિકા સત્સંગ મંડળ અને વિલાસબહેન ધનાણીનો સન્માન સમારંભ (રવિવાર, 9 એપ્રિલ 2017)

અકાદમીનો શ્રાવિકા સત્સંગ મંડળ અને વિલાસબહેન ધનાણી સન્માન સમારંભ ભદ્રા વડગામા નાત, જાત, ધર્મ, સંપ્રદાય, જાતિપાંતિ કે ભૂગોળની પેલે પાર રહી, ગુજરાતી ભાષા, સાહિત્ય તેમ જ સંસ્કૃિત ક્ષેત્રે સર્વસમાવેશક કાર્યક્રમો સંવારતી ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’એ ચચ્ચાર દાયકા ઉપરાંતના સમયગાળા દરમિયાન ભાષાસંવર્ધન, સાહિત્યસર્જન તથા સંસ્કૃિતસેવન ક્ષેત્રે સેવામય રહેલાં ચારેક મહારથીઓને પોંખવાના અને બિરદાવવાના અવસરો યોજવાનું નક્કી કર્યું …

વાર્તા-વર્તુળ (શનિવાર, 2 જુલાઈ 2016)

“અખંડ આનંદ”ની એક વાત  • પ્રકાશ લાલા મુરબ્બીઓ ને મિત્રો, આપ સૌને મળીને ધન્યતા અનુભવું છું. વતનથી દૂર વસવા છતાં આપ સૌનો માતૃભાષા ગુજરાતી પ્રત્યેનો લગાવ તથા ગુજરાતી ભાષા-સાહિત્ય પ્રતિનો પ્રેમ અને તે માટેની આપની પ્રવૃત્તિને સલામ છે. આજે વિપુલભાઈ કલ્યાણીએ તથા અનિલભાઈ વ્યાસે ‘વાર્તાવર્તુળ’ના ઉપક્રમે આપની સાથે વાતો કરવાનો જે અવસર ઊભો કરી આપ્યો …

2016ની વાર્ષિક સામાન્ય સભા અને  ભીખુભાઈ પારેખનું વક્તવ્ય

ઓડિયો:   Debating India : એક ઊહાપોહ ! • મહેન્દ્ર એન. દેસાઈ ગુજરાતી સાહિત્ય અકાદમી, લંડનની વાર્ષિક સભા શનિવારે 25 જૂન 2016ના દિવસે યોજાઈ હતી, તેમાં હાજર રહેલા સભાસદોને એક સુંદર ભેટ મળી. જાણીતા કેળવણીકાર અને વિચારક લોર્ડ ભીખુભાઈ પારેખે સુંદર વિચારપૂર્ણ પ્રવચન આપ્યું. તેમના તાજેતરમાં પ્રકાશિત થયેલા “Debating India” પુસ્તક પર એમના વિચારો જાણવા …

બ્રિટનમાં ગુંજતી ગુજરાતી કવિતા

ગુજરાતી વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ ખાતે, 13 જાન્યુઆરી 2016 ના રોજ યોજાયેલ શ્રી ભદ્રંકર વિદ્યાદીપક જ્ઞાન-વિજ્ઞાન વ્યાખ્યાનશ્રેણી કાર્યક્રમ અંતર્ગત, ”બ્રિટનમાં ગુંજતી ગુજરાતી કવિતા’ વિષય પર ડૉ. ફારુક ઘાંચી (બાબુલ) અને પ્રો. પંચમ શુક્લનાં પ્રવચનો.