સાહિત્યત્વ – કેતન રુપેરા સાહિત્ય ક્ષેત્રે નોબેલ પારિતોષિક–વિજેતાઓનાં વક્તવ્યો (1991-2016) સંપાદક : અદમ ટંકારવી • પંચમ શુક્લ પ્રકાશક : ગુજરાતી સાહિત્ય અકાદમી, યુનાઇટેડ કિંગ્ડમ પ્રકાશન વર્ષ : 2022 તા. 24-08-2022ના રોજ ગૂજરાત વિદ્યાપીઠ-અમદાવાદ મુકામે યોજાયેલા પરિસંવાદ ‘સાહિત્યત્વ’ સંદર્ભે વિશ્વસાહિત્યમાં સંચાલન દરમિયાન કેતન રુપેરાએ પૂરક વિગત રૂપે આપેલો અને આપવા ધારેલો, પુસ્તકનો બાહ્ય પરિચય Ø વર્ષ 1991થી 2016 દરમિયાન સાહિત્યક્ષેત્રે નોબેલ પારિતોષિક-પ્રાપ્ત વિજેતાઓનાં વક્તવ્યોનાં ગુજરાતી ભાષામાં થયેલા અનુવાદના સંચયનું આ સંપાદિત પુસ્તક છે. 21 અનુવાદકો દ્વારા અનુવાદ થયેલાં 26 વક્તવ્યોનું —એટલે કે આટલી માત્રામાં નોબેલ પારિતોષિક વિજેતાઓનાં વક્તવ્યો સમાવતું ગુજરાતી ભાષાનું આ સંભવત: પહેલું પુસ્તક છે. Ø કુલ મળીને 432 પૃષ્ઠનું …
અદમ ટંકારવી અને પંચમ શુકલ સંપાદિત નોબેલ પારિતોષિક વિજેતાઓનાં વક્તવ્યોની ૧૯૯૧-૨૦૧૬ સુધીની શ્રેણીને આવરી લેતું સંપાદન એક વિશિષ્ટ સાહિત્યિક ઘટના છે. એનું પ્રકાશન વિપુલ કલ્યાણીની સાહિત્યિક સેવાઓને બિરદાવવા માટે થયું છે, એ વધારે સંતર્પક છે. સ્વીડીશ એકેડેમી દ્વારા અપાતું નોબેલ પારિતોષિક વિશ્વસ્તરે અદ્વિતીય અને અણમોલ ગણાય છે. નોબેલ પછી કોઈ મહોરની જરૂરત રહેતી નથી એટલે દરેક સર્જકનું એ જાગતિક-અજાગતિક સપનું બની રહે છે. છવ્વીસ પ્રકરણોમાં વિશ્વ ભરના વિજેતાઓએ પોતાની કેફિયત વર્ણવી છે અને એ સીમાચિહ્નરૂપ છે. બ્રિટન, નોર્થ અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ભારતનાં એકવીસ જેટલાં સ્ત્રી-પુરુષ અનુવાદકોએ પોતાનો કસબ દર્શાવીને પુસ્તકને આસ્વાદ્ય બનાવવાની મહેનત કરી છે, જેમાં નવ લેખિકાઓ અને બાર …
પ્રકાશકીય યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમીની નવમી ભાષા-સાહિત્ય પરિષદ(ર૯ અને ૩૦ ઑગસ્ટ, ર૦૧પ)ના અધ્યક્ષપદેથી, અદમ ટંકારવીએ એઝરા પાઉન્ડનું વાક્ય “Choose for translation, writers whose work marked a significant turning point in the development of world literature.” ટાંકીને કહ્યું હતું, “યુગવર્તી કૃતિઓના પ્રભાવે આપણા સાહિત્યકારની સર્જકચેતના સંમાર્જિત-પરિષ્કૃત થશે અને ગુજરાતી સાહિત્ય વધુ પ્રાણવાન, તેજોમય બનશે. કાળક્રમે કદાચ આપણી ભાષામાં કાફ્કા વાંછિત ધિંગું પુસ્તક નીપજી આવશે. એવું પુસ્તક જે મસ્તક પર ધડ દઈને ફટકો મારી આપણને જાગ્રત કરી દે, આપણી અંદર થીજી ગયેલા હિમસાગરને કુહાડો બની કાપે.” આના અનુસંધાને, આ પરિષદે ઠરાવેલું કે સાહિત્ય ક્ષેત્રે ચુનંદા નૉબેલ પારિતોષિક વિજેતાઓનાં પ્રવચનોના ગુજરાતી અનુવાદોનો …
લોકજીવન એટલે લોકોનું જીવન, જનસાધારણનું જીવન, ભારતના વિશાળ ગ્રામીણ લોકસમાજના સાધારણ મનુષ્યનું જીવન. પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યનાં નાટકો – કાવ્યો – કથાઓમાં વર્ણવાતો સમાજ સામાન્ય રીતે સમાજના ઉચ્ચ કે વિશિષ્ટ વર્ગનો પ્રતિનિધિ હોય છે − રાજા, દેવ, મંત્રી, શ્રેષ્ઠી, સમૃદ્ધ ગણિકા અથવા તેમની સાથે તેમના અનુષંગે જોડાતો સેવકો, ભૃત્યો, મિત્રો, વિદૂષકો, શિષ્યો, વિટ-ચેટ વગેરે પાત્રોનો સમાજ હોય છે. પણ આ બધાં સિવાય પણ એક વિશાળ પ્રજાવર્ગ – પોતાની કશી જ વિશિષ્ટ ઓળખ વિનાનો વિશાળ લોકસમુદાય – ભારતના ભૂમિપટ પર હંમેશા અસ્તિત્વ ધરાવતો હતો, કોઈ પણ પ્રજામાં હોય જ. આવા સમાજનાં થોડાંક ચિત્રો આપણને વિવિધ સુભાષિતો – સુભાષિતસંગ્રહોમાં છૂટાંછવાયાં વેરવિખેર વેરાયલાં જોવા …
આજે (શનિવાર, 13 જુલાઈ 2013) આપણે આપણા એક દિગ્ગજ સાહિત્યકાર બળવંત નાયકની લાઈફ સેલિબ્રેટ કરવા સારુ અહીં એકત્રિત થયાં છીએ. આ અવસરના એક ભાગરૂપે એમના વિષે વક્તવ્ય આપવા સાહિત્ય અકાદમીએ મને આમંત્રિત કર્યો છે, તે બદલ અકાદમીના અધિકારીગણનો હું ઓશિઁગણ છું. આવડી મોટી સર્વોત્મુખી પ્રતિભાની અખિલાઈને પામવી અને તેની સમગ્રતયાને તેના યોગ્ય સંદર્ભમાં મૂકી આપવામાં મારો માપદંડ ટૂંકો જ પડવાનો, એ જાણું છું. પરંતુ એક તરફ બળવંતભાઈના પ્રસંગને રૂડો બનાવવાની ધખના! તો બીજી તરફ વિપુલભાઈનું આમંત્રણ; એટલે છટકબારી શોધવાનું પણ મુશ્કેલ. આમંત્રણ સ્વીકાર્યું. એટલે મારી સમજણ મુજબ બળવંતભાઈની જીવની-કવની અને સાહિત્યિ ક્ષેત્રે એમણે કરેલા પ્રદાનને સમીક્ષવા પ્રયાસ કરીશ. બળવંતભાઈ સાથે …