વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીની ઓરિએન્ટલ ઈનિ્સ્ટટ્યૂટના ભૂતપૂર્વ ડિરેક્ટર
તથા સંસ્કૃત ભાષા-સાહિત્યના પ્રતિષ્ઠિત વિદ્વાન
પ્રાધ્યાપક રાજેન્દ્ર નાણાવટી
શનિવાર, 7 સપ્ટેમ્બર 2013ની બેઠકમાં
‘સંસ્કૃત સાહિત્યમાં લોકજીવન’
વિષયે વક્તવ્ય આપશે
વક્તવ્ય તેમ જ પ્રશ્નોત્તરીને અંતે સંસ્કૃત કાવ્યોમાંથી કેટલુંક આચમન પણ કરાવે.
વિલ્ડસ્ટૉન લાઇબ્રેરી સેન્ટર
સમય બપોરે બે વાગ્યાથી
Gujarati Literary Academy & Harrow Libraries
invite you to a talk & discussion on
‘Folk life in Sanskrit Literature’ [in Gujarati]
by
Prof. Rajendra Nanavati
at
Wealdstone Library
Wealdstone Centre, 38/40 High Street, HARROW, Middx. HA3 7AE
on Saturday 07 Sepetembe 2013
2.00 to 4.30 pm
( PDF)
સંસ્કૃત સાહિત્યના અધ્યાપન, દોહન, અનુવાદ, સંપાદન અને અભ્યાસ લેખોની સુદીર્ઘ કારકિર્દી ધરાવતા રાજેન્દ્ર નાણાવટીને સંસ્કૃતના વિદ્વાન તરીકેનો રાષ્ટ્રપતિ પુરસ્કાર તથા ગુજરાત ગૌરવ પુરસ્કાર પણ પ્રાપ્ત થઈ ચૂક્યા છે. બારડોલી કોલેજ, સુરતની એમ.ટી.બી.આર્ટસ કોલેજ અને છેલ્લે એમ. એસ. યુનિવર્સિટીમાં સંસ્કૃતના અધ્યાપક તરીકે વિદ્યાર્થીઓમાં ખૂબ પ્રિય બનેલા રાજેન્દ્ર નાણાવટી મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ભણ્યા હતા તથા નાટકમાં પણ ભાગ લેતા હતા. અધ્યાપન કર્યું એ કોલેજોમાં નાટકો કરાવી આ દિશામાં ઘણા વિદ્યાર્થીને એમણે તૈયાર કર્યા છે. પ્રભાવશાળી અવાજ, પ્રખર મેધા અને અભ્યાસયુક્ત અર્થઘટનથી ગુજરાતના સંસ્કૃતના આધુનિક વિદ્વાનોમાં રાજેન્દ્ર નાણાવટીએ આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે.