Archives

Category Archive for: ‘ડાયસ્પોરા’

પુસ્તક પરિચય ‘ચાળીસીએ ઓચ્છવ’ એ વક્તવ્ય-સંચયનું લાંબું પેટામથાળું તેનો વિષય સ્પષ્ટ કરે છે – ‘યુનાઈટેડ કિંગ્ડમમાં ચાળીસ વર્ષમાં રચાયેલાં વિવિધ ગુજરાતી સાહિત્ય સ્વરૂપોનાં લેખાંજોખાં’. પુસ્તક 16 ઑગસ્ટ 2018ના રોજ, ઇંગ્લેન્ડની ગુજરાતી સાહિત્ય અકાદમીએ યોજેલા પરિસંવાદમાં અભ્યાસીઓએ રજૂ કરેલાં વક્તવ્યો પરથી બન્યું છે. તેમાં માતૃભાષા માટે વસાહતીઓની આસ્થા અને 12 ફેબ્રુઆરી 1977 સ્થપાયેલી અકાદમીની કાર્યનિષ્ઠા પ્રગટે …

એક વિહંગાવલોકન :  – વિપુલ કલ્યાણી ગુજરાતી સાહિત્ય અકાદમીના અસ્તિત્વને 46 સાલ થયા; ખરેખર ! … કોણ માનશે ? અકાદમીની ચાળીસી ટાંકણે, એક લેખ કરેલો. તેમાંથી લીધા આ ફકરાઓથી જ આદર કરીએ : આ ચાર દાયકાના પટનો વિસ્તાર જેમ જેમ સ્મરણપટે ફિલ્માયા કરે છે, તેમ તેમ કેટકેટલાં સ્મરણો ને અવસરોનો ગંજ ખડકાતો અનુભવાય છે. ગુજરાતી …

ગુજરાતીતા – સમ અને સમાન ભૂમિકાએ … – કેતન રુપેરા   “જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી  ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત”… — કવિ અરદેશર ફરામજી ખબરદાર   તળ ગુજરાતથી લઈને ગુજરાત બહાર અને દેશ-વિદેશ તથા યુનાઈટેડ કિંગ્ડમમાં ‌વસતાં સૌ ગુજરાતી ભાઈઓ-બહેનો …, દિલ ગુજરાતી ગુજરાતી કરી દેતી, કવિ અરદેશર …

સાહિત્યત્વ – કેતન રુપેરા સાહિત્ય ક્ષેત્રે નોબેલ પારિતોષિક–વિજેતાઓનાં વક્તવ્યો (1991-2016) સંપાદક : અદમ ટંકારવી • પંચમ શુક્લ પ્રકાશક : ગુજરાતી સાહિત્ય અકાદમી, યુનાઇટેડ કિંગ્ડમ પ્રકાશન વર્ષ : 2022 તા. 24-08-2022ના રોજ ગૂજરાત વિદ્યાપીઠ-અમદાવાદ મુકામે યોજાયેલા પરિસંવાદ ‘સાહિત્યત્વ’ સંદર્ભે વિશ્વસાહિત્યમાં સંચાલન દરમિયાન કેતન રુપેરાએ પૂરક વિગત રૂપે આપેલો અને આપવા ધારેલો, પુસ્તકનો બાહ્ય પરિચય Ø  વર્ષ …

અદમ ટંકારવી અને પંચમ શુકલ સંપાદિત નોબેલ પારિતોષિક વિજેતાઓનાં વક્તવ્યોની ૧૯૯૧-૨૦૧૬ સુધીની શ્રેણીને આવરી લેતું સંપાદન એક વિશિષ્ટ સાહિત્યિક ઘટના છે. એનું પ્રકાશન વિપુલ કલ્યાણીની સાહિત્યિક સેવાઓને બિરદાવવા માટે થયું છે, એ વધારે સંતર્પક છે. સ્વીડીશ એકેડેમી દ્વારા અપાતું નોબેલ પારિતોષિક વિશ્વસ્તરે અદ્વિતીય અને અણમોલ ગણાય છે. નોબેલ પછી કોઈ મહોરની જરૂરત રહેતી નથી એટલે …

પ્રકાશકીય યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમીની નવમી ભાષા-સાહિત્ય પરિષદ(ર૯ અને ૩૦ ઑગસ્ટ, ર૦૧પ)ના અધ્યક્ષપદેથી, અદમ ટંકારવીએ એઝરા પાઉન્ડનું વાક્ય “Choose for translation, writers whose work marked a significant turning point in the development of world literature.” ટાંકીને કહ્યું હતું, “યુગવર્તી કૃતિઓના પ્રભાવે આપણા સાહિત્યકારની સર્જકચેતના સંમાર્જિત-પરિષ્કૃત થશે અને ગુજરાતી સાહિત્ય વધુ પ્રાણવાન, તેજોમય બનશે. કાળક્રમે …

આજે (શનિવાર, 13 જુલાઈ 2013) આપણે આપણા એક દિગ્ગજ સાહિત્યકાર બળવંત નાયકની લાઈફ સેલિબ્રેટ કરવા સારુ અહીં એકત્રિત થયાં છીએ. આ અવસરના એક ભાગરૂપે એમના વિષે વક્તવ્ય આપવા સાહિત્ય અકાદમીએ મને આમંત્રિત કર્યો છે, તે બદલ અકાદમીના અધિકારીગણનો હું ઓશિઁગણ છું. આવડી મોટી સર્વોત્મુખી પ્રતિભાની અખિલાઈને પામવી અને તેની સમગ્રતયાને તેના યોગ્ય સંદર્ભમાં મૂકી આપવામાં …

(ડૉ. નટવર ગાંધીના, “સંધિ” સામયિકના અંક -૧૪, અૅપ્રિલ – જૂન ૨૦૧૦, પાનાં ૭૭-૮૪ પરે, પ્રકાશિત મૂળ અંગ્રેજી લેખ ‘Gujarati Diaspora Writing — A Call for Independence’નું ગુજરાતી રૂપાંતર. મૂળ અંગ્રેજી પરથી રૂપાંતરકાર : વિપુલ કલ્યાણી) દર સાલ, વસંત ઋતુમાં અને ઉનાળાની મોસમ વેળા, ભારતીય મુલાકાતીઓનું એક ખાસ પ્રકારનું જૂથ, યાયાવરી પંખીઓની જેમ, નિયમિતપણે, ઉત્તર અમેરિકાની …

‘જૂના જમાનામાં જીવનનો કબજો ધર્મે લીધો હતો. આજે એની જગ્યા સંસ્કૃતિને આપવામાં આવી છે. ધર્મનો હેતુ સૌથી પહેલાં જીવનશુદ્ધિનો હતો. સંસ્કૃતિનો હેતુ જીવનસમૃદ્ધિનો છે. સંસ્કૃતિનું વાયુમંડળ, એની આબોહવા તદ્દન ખુલ્લી હોય છે. સંસ્કૃતિમાં સંકુચિતતાને સ્થાન નથી હોતું. પણ જે લોકો માને છે કે સંસ્કૃતિ એટલે ગાનતાન, નાચતમાશા અને કવિઓના મુશાયરા, તેઓ એશઆરામના આશક બને છે …