હૅરો લાયબ્રેરી સર્વિસીઝ
અને
ગુજરાતી સાહિત્ય અકાદમીના
સહયોગથી આયોજિત
‘વાર્તા–વર્તુળ‘
વાર-તારીખ: શનિવાર, 02 નવેમ્બર 2019
બપોરે – 2.00 કલાકે
વિલ્ડસ્ટોન લાયબ્રેરી
38-40 High Street, Wealdstone, Harrow HA3 7AE, Tel: 020 3714 7725
વાર્તા-વર્તુળની આ બેઠકમાં, પહેલા દોરમાં, આપણા વરિષ્ઠ વાર્તાકાર વલ્લભભાઈ નાંઢાની તાજેતરમાં ‘નવનીત-સમર્પણ’માં પ્રગટ વાર્તા “આયેશા” માણવાનું, સમજવાનું ચર્ચવાનું ધાર્યું છે
મહેન્દ્રભાઈ દેસાઈ આ વાર્તાનું રસદર્શન કરાવશે.
બીજા દોરમાં ગુજરાતી સાહિત્યના એક અગ્રગણ્ય વાર્તાકાર અનિલ વ્યાસ સંગાથે ગોષ્ટિ
અનિલભાઈ એમના તાજાતર પાંચમા પુસ્તક : ‘તારે શ્રુતિને મળવું છે ?’ની રજૂઆત કરતાં કરતાં પોતાની કેફિયત પેશ કરશે
આ કાર્યક્રમ આપના સહયોગથી જ આપણે સરસ રીતે માણી, ચર્ચા કરી શકીશું માટે ‘આયેશા’ વાર્તા વાંચી અચૂક હાજર રહેવા હૃદયપૂર્વક અંગત વિનંતિ કરીએ છીએ.
આગોતરા આભાર સહ આપના દર્શનાભિલાષી
બેઠકની રૂપરેખા બિડેલા પત્રકમાં [ PDF ] આમેજ છે.
બેઠક સંચાલન : ભદ્રા વડગામા