હૅરો લાયબ્રેરી સર્વિસીઝ
અને
ગુજરાતી સાહિત્ય અકાદમીના
સહયોગથી આયોજિત
‘વાર્તા–વર્તુળ‘
વાર-તારીખ: શનિવાર, 07 સપ્ટેમ્બર 2019
બપોરે – 2.00 કલાકે
વિલ્ડસ્ટોન લાયબ્રેરી
38-40 High Street, Wealdstone, Harrow HA3 7AE, Tel: 020 3714 7725
“લૉટરી લાગી ?” વાર્તાનું વાચિકમ્ તથા સામૂહિક રસદર્શન
રમણભાઈ ડી. પટેલની આ વાર્તા ‘અખંડ આનંદ’ના ઍપ્રિલ 2019ના અંકમાં પ્રગટ થઈ છે.
બીજા ચરણમાં ધ્રુવ ભટ્ટની સુખ્યાત નવલકથા ‘સમુદ્રાન્તિકે’નું રસદર્શન ઇલાબહેન ત્રિવેદી કરશે અને પછી આપણે સઉ જોડાઈશું.
આ કાર્યક્રમ આપના સહયોગથી જ આપણે સરસ રીતે માણી, ચર્ચા કરી શકીશું માટે સાથે જોડી વાર્તા વાંચજો તેમ જ હાથવગી હોય તો ‘સમુદ્રાન્તિકે’ નવલકથાને ય પૂરતો ન્યાય આપજો. [ PDF ]
આમ સજ્જધજ્જ થઈ અચૂક હાજર રહેવા હૃદયપૂર્વક વિનંતી કરીએ છીએ.
બેઠકની રૂપરેખા બિડેલા પત્રકમાં [ PDF ] આમેજ છે.
આગોતરા આભાર સહ
આપના દર્શનાભિલાષી