મિત્રો,
હૅરો લાયબ્રેરી સર્વિસીઝના સહયોગથી આયોજિત ગુજરાતી સાહિત્ય અકાદમીની વાર્તા-વર્તુળની 2 ઑગસ્ટ 2014ની બેઠકમાં પ્રાધ્યાપક, વિવેચક, વાર્તાકાર શ્રી બળવંત જાનીની સ્વરચિત વાર્તા માણવાનું, સમજવાનું, ચર્ચવાનું ધાર્યું છે.
સાથોસાથ આપણા પ્રિય સર્જકો શ્રી વલ્લભ નાંઢા અને શ્રી રમણભાઈ પટેલના વાર્તા સંગ્રહનું લોકાર્પણ ઉજવીશું
તારીખ: શનિવાર, 2 ઑગસ્ટ 2014
સમય: બપોરના 2.00 થી 4.30 કલાક
સ્થળ:
હેરો વિલ્ડસ્ટોન લાયબ્રેરી
The Wealdstone Centre,
38-40 High Street, Wealdstone, HA3 7AE
Tel: 020 8420 9333
કાર્યક્રમ:
1. આવકાર: શ્રી વિપુલ કલ્યાણી
2. મહેમાનોનું સ્વાગત: શ્રીમતી ભદ્રા વડગામા
3. શ્રી બળવંત જાનીની વાર્તા ‘દાદાજીનો ખાટલો અને..’ નો આસ્વાદ: અનિલ વ્યાસ
4. સામેલગીરી: આપ સહુ
5. ‘અમારા ઘરદીવડા’ વાર્તા સંગ્રહ: શ્રી રમણભાઈ પટેલ, શ્રી વલ્લભભાઈ નાંઢા
6. ‘અમારા ઘરદીવડા’ વાર્તા સંગ્રહનું લોકાર્પણ: શ્રીમતી ઉર્મિલા જાની
7. ગુજરાતી ડાયાસ્પોરા અનુભવ: બળવંત જાની
8. અલ્પાહાર
સભા સંચાલન અને સમાપન: શ્રી ધવલ વ્યાસ
આપ સહુને આ બેઠકમાં સહભાગી થવા ગુજરાતી સાહિત્ય અકાદમી વતી હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ. આ સાથે બેઠકની આમંત્રણ પત્રિકા [ PDF ] સાદર ધરીએ છીએ.
સસ્નેહ,
ભદ્રા વડગામા (મહામંત્રી) તથા અનિલ વ્યાસ (સંયોજક)