ઓટલાના અઠંગીઓ,
હેરો લાયબ્રેરી સર્વિસીઝના સહયોગથી, ગુજરાતી સાહિત્ય અકાદમીની સપ્ટેમ્બર મહિનાની ‘ઓટલો’ બેઠક હેરો વિલ્ડસ્ટોન લાયબ્રેરી સેન્ટરમાં શનિવાર, 6 સપ્ટેમ્બર 2014 ના ઠીક બપોરે 2.00 થી 4.30 દરમિયાન મળશે. બેઠકના પહેલા દોરમાં અમેરિકા નિવાસી નાટ્યકાર ડો. રજની પી. શાહ (આર. પી.)ના એકાંકી ‘બુકાની બાંધેલો સ્નૉમેન’નું વાચિકમ્ માણીશું. બીજા દોરમાં, ભારતથી પધારતા ‘તારાપણાના શહેરમાં’ અને ‘પરપોટાના કિલ્લા’ જેવા સંગ્રહોના કવિ/ગઝલકાર જવાહર બક્ષી સાથે મજલિસ આદરીશું.
સ્થળ:
હેરો વિલ્ડસ્ટોન લાયબ્રેરી
The Wealdstone Centre,
38-40 High Street, Wealdstone, HA3 7AE
Tel: 020 8420 9333
કાર્યક્રમ:
2.00 – 2.10: સ્વાગત અને રૂપરેખા
2.10 – 3.10: ‘બુકાની બાંધેલો સ્નૉમેન’ એકાંકીનું વાચિકમ્ (ભદ્રા વડગામા, ધવલ સુધન્વા વ્યાસ અને પંચમ શુક્લ)
3.10 – 3.15: જવાહરભાઈ બક્ષીનું સ્વાગત અને પરિચય
3.15 – 4.15: જવાહરભાઈ બક્ષીનો કાવ્યપાઠ અને કેફિયત
4.15 – 4.30: સમાપન અને ગોઠડી
આપ સહુને આ બેઠકમાં સહભાગી થવા ગુજરાતી સાહિત્ય અકાદમી વતી હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ. આ સાથે બેઠકની આમંત્રણ પત્રિકા [ PDF ] સાદર ધરીએ છીએ.
સસ્નેહ,
ધવલ સુધન્વા વ્યાસ (બેઠક સંયોજક) અને
ભદ્રા વડગામા (મહામંત્રી)