કાવ્યચર્યા (શનિવાર, 03 જૂન 2017)

હૅરો લાયબ્રેરી સર્વિસીઝ અને
ગુજરાતી સાહિત્ય અકાદમીના

સહયોગથી આયોજિત

કાવ્યચર્યા

કાર્યક્રમ:

(૧) દિવંગત ચિનુ મોદીને શ્રધ્ધાંજલિ આપી એમના અક્ષરદેહનું સ્મરણ કરીશું;

કોઇ ઇચ્છાનું મને વળગણ ન હો.
એજ ઇચ્છા છે, હવે એ પણ ન હો.
– ચિનુ મોદી ‘ઇર્શાદ’


ડૉ. ચિનુ મોદી
[30 સપ્ટેમ્બર 1939 − 19 માર્ચ 2017]

(૨) પંડિત યુગના કવિ મણીશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’ના એમની 150મી જન્મજયંતિએ ઓવારણા લઈશું.

તરલ તરણી સમી સરલ તરતી,
પિતા ! સૃષ્ટિ સારી સમુલ્લાસ ધરતી !
– ‘કાન્ત’ મણિશંકર રત્નજી ભટ્ટ

મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’
[20 નવેમ્બર 1867 – 16 જૂન 1923]

તારીખ:
શનિવાર, 03 જૂન 2017

સમય:
બપોરે – 2.00 કલાકે

સ્થળ:
વિલ્ડસ્ટોન લાયબ્રેરી
38-40 High Street, Wealdstone, Harrow HA3 7AE

કાર્યક્રમની આમંત્રણ પત્રિકા [  PDF  ]  સ્વરૂપે સામેલ છે.

 આપના દર્શનાભિલાષી,
પંચમ શુક્લ (બેઠક સંયોજક)
ભદ્રા વડગામા (બેઠક નિયામક)