હૅરો લાયબ્રેરી સર્વિસીઝ અને
ગુજરાતી સાહિત્ય અકાદમીના
સહયોગથી આયોજિત
કાવ્યચર્યા
વાર-તારીખ: શનિવાર, 07 ડિસેમ્બર 2019
બપોરે – 2.00 કલાકે
વિલ્ડસ્ટોન લાયબ્રેરી
38-40 High Street, Wealdstone, Harrow HA3 7AE
020 3714 7725
તારા દૂર દૂરના પ્રવાસે નીકળ્યો હતો હે પૃથ્વી !
ને ચરણ ક્યાં જતાકને અટકીને ઊભા રહ્યા !
ચરણો ચાલી ચાલીને પોતાનાં ઘરઆંગણે
પોતાની સામેસ્તો આવીને ઊભા રહ્યા !
− ‘ઉશનસ્’
આવો, ઉજવીએ
‘ઉશનસ્’ પર્વ
નટવરલાલ કુબેરદાસ પંડ્યા ‘ઉશનસ્’
[28 સપ્ટેમ્બર 1920 − 06 નવેમ્બર 2011]
કવિ, વિવેચક, અધ્યાપક, ગુજરાતી સાહિત્ય પરિષદના પૂર્વ પ્રમુખ
આ કાર્યક્રમની સફળતા તમારા સહુના સહયોગ પર નિર્ભર છે. વાર તારીખની નોંધ કરી, સાથી સંગાથીઓ સાથે હાજર રહેવા હૃદયપૂર્વકની અરજ ગુજારીએ છીએ. કાર્યક્રમની આમંત્રણ પત્રિકા [ PDF ] સ્વરૂપે સામેલ છે.
આગોતરા આભાર સહ આપના દર્શનાભિલાષી,
પંચમ શુક્લ (બેઠક સંયોજક)
ભદ્રા વડગામા (બેઠક નિયામક)