સ્વર-શબ્દ સંધાન (શનિવાર, 4 ઑગસ્ટ 2018)

વહાલા સદસ્યો અને કલારસિકો,

ગુજરાતી સાહિત્ય અકાદમીની ઑગસ્ટ માસની બેઠકમાં, ભારતથી હાલમાં બ્રિટનના પ્રવાસે આવેલ,  ગુજરાતના યુવા સંગીતકાર – ધ્રુપદ ગાયક શ્રી ચિંતન ઉપાધ્યાય સાથે ભારતીય શાસ્ત્રીય-સંગીત સંબંધિત વાતચીત કરીશું.
ધ્રુપદ-ગાન સાથે સંકળાયેલા સાહિત્યને સ્વર-સંગીતના પરિપ્રેક્ષ્યમાં સમજીશું. સાથેસાથે  ચિંતનભાઈના ધ્રુપદ ગાનનો આહ્લાદ પણ લઈશું.

વાર/તારીખઃ શનિવાર, 4 ઑગસ્ટ 2018

સમયઃ બપોરના ઠીક 2.00 કલાકે

સ્થળઃ હેરો વિલ્ડસ્ટોન લાયબ્રેરી

અકાદમી વતી તમને અને તમારા સમરસિક મિત્રોને આ બેઠકમાં આમંત્રણ આપતાં અમે રાજીપો અનુભવીએ છીએ. બેઠકનું આમંત્રણ પત્ર આ સંદેશા સાથે [ PDF ]  સ્વરૂપે  જોડેલું છે.

આપના સ્નેહાધીન,

પંચમ શુક્લ, બેઠક સંયોજક
ભદ્રા વડગામા, બેઠક નિયામક

ગુજરાતી સાહિત્ય અકાદમી