‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની વર્ષ 2014ની વાર્ષિક સામાન્ય સભા

ગુજરાતી સાહિત્ય અકાદમીની વર્ષ 2014ની વાર્ષિક સામાન્ય સભા શનિવાર, 28 જૂન 2014 ના રોજ મળશે.

તાજેતરમાં દિવંગત થયેલા અાપણા એક વરિષ્ઠ સાહિત્યકાર તેમ જ કોશકાર ધીરુભાઈ ઠાકર વિશે એમના સહોદર તથા જાણીતા કેળવણીકાર અને લેખક ડૉ. દાઉદભાઈ એ. ઘાંચી જાહેર વક્તવ્ય અાપશે.

તારીખ: શનિવાર, 28 જૂન 2014ના બપોરે ઠીક 2.30 કલાકથી
સ્થળ: માંધાતા યૂથ ઍન્ડ કમ્યુનિટી ઍસોસિયેશન, 20A Rosemead Avenue, Wembley, Middlesex HA9 7EE

અા સમગ્ર કાર્યક્રમની વિગતો અા સાથેના સંલગ્ન પરિપત્રમાં અાપી છે. [ PDF ] નિરાંતવા જોવા અનુસરવા અનુરોધ કરીએ છીએ.

તમે દરેક અા અવસરે પધારશો તેવી શ્રદ્ધા સેવીએ છીએ.

વિનીત,
ભદ્રાબહેન વડગામા (મહામંત્રી)