અકાદમી-પ્રમુખનો સત્કાર સમારંભ

અકાદમીના પ્રમુખ વિપુલ કલ્યાણીએ ડિસેમ્બર 2014માં ભારતનો  પ્રવાસ  ખેડ્યો હતો. આ પ્રવાસ દરમિયાન ચાર સંસ્થાઓ 1) ગૂજરાત વિદ્યાપીઠ,   2)  ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ,  3)  ગુજરાતી સાહિત્ય પરિષદ અને 4) નિરીક્ષક ફાઉન્ડેશન દ્વારા વિપુલભાઈનો સત્કાર સમારંભ ગૂજરાત વિદ્યાપીઠ ખાતે યોજાયો હતો. વિપુલભાઈ કલ્યાણીનું વક્તવ્ય અહીં સાંભળી શકાશે: છવિ અને ઓડિયો સૌજન્ય: દીપક ચુડાસમા

વિશ્વજ્ઞાનયજ્ઞના યજમાન : ડૉ.ધીરુભાઈ ઠાકર

આ પ્રસંગે ડો. દાઉદભાઈ ઘાંચીએ આપેલું વકતવ્ય અહીં વાંચી શકાશેઃ [Link] વીડિયો:   છબિ ઝલક: ફોટો – વીડિયો: શરદભાઈ રાવલ, પંચમભાઈ શુક્લ, નીરજભાઈ શાહ

જુદી જિંદગી છે મિજાજે – મિજાજે (શનિવાર, 5 જુલાઈ 2014)

મનુભાઈ ત્રિવેદી – ‘ગાફિલ’ ‘સરોદ’  (જન્મ: ૨૬ /૨૭-૭-૧૯૧૪ – મૃત્યુ: ૯-૪-૧૯૭૨) ‘અલખના ઈશારા’ બ્લોગ અને ગુજરાતી સાહિત્ય પરિષદ પરથી તારવેલી માહિતી મુજબ: જન્મ રાજકોટમાં. વતન માણાવદર. માધ્યમિક શિક્ષણ રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં. જૂનાગઢની કૉલેજમાં અભ્યાસ. એલએલ.બી. થઈને થઈને વકીલાત કર્યો બાદ ન્યાયખાતામાં ન્યાયાધીશપદે. સુરેન્દ્રનગર, નડિયાદ, ભાવનગર, જૂનાગઢ, મોરબી, રાજકોટ, ગોંડલ વગેરે સ્થળે કામગીરી કર્યા બાદ અંતે …

રઘુવીર ચૌધરી : વિસામા વિનાની વાટ (શનિવાર, 7 જૂન 2014)

વિપુલ કલ્યાણી (રધુવીર ચૌધરી, જેવા જોયા ને જાણ્યા):   અનિલ વ્યાસ (રધુવીરનો વાર્તાવૈભવ):   પંચમ શુક્લ (રધુવીરનું કાવ્યજગત):   જે લોકો ચાહે છે • રઘુવીર ચૌધરી જે લોકો કોઈ ને કોઈને ચાહે છે એ મને ગમે છે હેમન્તની વહેલી સવારથીય વધુ. સવાર એટલે ઝાકળભર્યો તડકો. વૃક્ષ, વેલ કે ફૂલછોડને પાંદડે પાંદડેથી ફૂટતું અજવાળું, કુંપળનો રંગ …

વલ્લભ નાંઢા : પંચોતેરમે (30 માર્ચ 2014)

મર્મસ્થાનને પંપાળી જતી વાર્તાઓનો માલિક • અનિલ વ્યાસ મારા જન્મ પહેલાંથી એટલે ઘણું ખરું છ દાયકાથી સાહિત્ય સેવતા માતબર સર્જક વલ્લભ નાંઢાની વાર્તાકલા વિશે વાત કરવાનો મોકો મળ્યો એનો આનંદ છે. વલ્લભભાઈ વાર્તાકાર તરીકે બ્રિટનના વાર્તાકારોમાં મુઠ્ઠી ઊંચેરા છે. વીસેક વર્ષની વયે ‘ભણેલી વહુ’ નામની વાર્તાથી શરૂ થયેલી સર્જક યાત્રામાં સો ઉપરાંત વાર્તાઓ એમણે લખી …

રાવજી: તારા ‘ખેતરને શેઢેથી’ (શનિવાર, 7 ડિસેમ્બર 2013)

કાવ્યચર્યા(ડિસેમ્બર)ની બેઠકમાં દિવંગત કવિ રાવજી પટેલને એમની ૭૫મી જ્ન્મજયંતિ નિમિત્તે સંભારવાનો ઉપક્રમ હતો. જોગાનુજોગ તાજેતરમાં જ અવસાન પામેલા કવિ અને લેખક પવનકુમાર જૈનને સંભારવાનો પણ અવસર સાંપડ્યો. ભારતથી વિલાયતની મુલાકાતે આવેલા ૠતુલભાઈ જોશીએ પવનકુમાર જૈનના કાવ્યોને એમના કાવ્યપાઠ અને ચર્ચા દ્વારા ઉઘાડી આપ્યા હતા. પવનકુમાર જૈનની કેટલીક કવિતાઓને કેન્દ્રમાં રાખીને લખાયેલો લેખ આ સાથે પ્રસ્તુત …

પ્રીતિ સેનગુપ્તા સાથે એક સાંજ (5 ઑક્ટોબર 2013)

ગુજરાતી સાહિત્ય અકાદમીના નેજા હેઠળ દર માસના પહેલા શનિવારે સાહિત્ય બેઠકનું આયોજન થતું હોય છે. આ માસની (એટલે કે 5 ઑક્ટોબર 2013 ના રોજ મળેલી) વાર્તાવર્તુળ બેઠકમાં લંડનની મુલાકાતે આવેલા અમેરિકા નિવાસી ગુજરાતી ડાયસ્પોરાના સર્જક પ્રીતિબહેન સેનગુપ્તાએ એમની વાર્તા ‘પસંદગી’ ઉપરાંત કેટલીક કાવ્યકૃતિઓનું વાચન કર્યું હતું.

...5678