ચણતર અને ઘડતર

મુકતક / અદમ ટંકારવી રણમાં ફૂટી છે એક સરવાણી નામ છે, ગુર્જરી વાણી રાણી પૂછે સરનામું કો’ યુ. કે.માં તો, ક્હેજો : કેર ઓફ વિપુલ કલ્યાણી * * * યુનાઈટેડ કિંગડમમાં ગુજરાતી ભાષા-સાહિત્યના જ્યોતિર્ધર વિપુલ કલ્યાણીના સન્માન સમારોહ, પુસ્તક લોકાર્પણ અને મુશાયરા નિમિત્તે – પંચમ શુક્લ આમંત્રિત મહાનુભાવો અને સુજ્ઞ શ્રોતાઓ, સુરેશ દલાલ કહે છે કે : જે પ્રજા જાણવા જેવા માણસોને પામે નહીં એ પ્રજા છેવટે તો સત્ત્વહીન થઈ જાય છે. લેસ્ટરના લિટરરી ગ્રુપના આયોજકો અને અદમ સાહેબ, તમે વિપુલભાઈને જાણવા, પામવાના આ ઉપક્રમે મને બે શબ્દો કહેવાની તક આપી એ માટે તમારો આભાર. સમયની પાળ બંધાયેલી છે ત્યારે વિપુલભાઈના વ્યક્તિચિત્ર અને પ્રદાનની વાત રસપ્રદ રીતે માંડવા માટે મારે એમના ઘનિષ્ઠ મિત્ર દિવંગત જયંત પંડ્યાના શબ્દલોકનું આહ્વાન કરવું પડશે. જયંત પંડયા એમના પુસ્તક – “સ્મરણો દરિયાપારના”માં ટૂંકા ટૂંકા વાક્યો અને શબ્દ લસરકાઓ દ્વારા યુવાન વિપુલભાઈને આપણી સામે તાદૃશ કરતા લખે છે : વીસેક વર્ષ થયાં હશે એ વાતને જ્યારે વિપુલ ક્લ્યાણીનો પ્રથમ પરિચય થયેલો. ટટ્ટાર શરીર, તામ્રવર્ણના ગોખલામાં બે ચમકતી આંખો, માથે શાહુડીનાં પીંછા જેવા વાળ, દાઢી તેમ જ માથાના વાળ સમાન શીલનાં. ખાદીના સફેદ લેંઘા ઉપર સફેદ અથવા તો આછા રંગનું પહેરણ. પહેરણની ચોકી કરતી બંડી, પગમાં ગ્રામોદ્યોગનાં ચંપલ અથવા સેન્ડલ, ખભે અધમણ વજનનો થેલો કર્ણના કવચ-કુંડલની જેમ વળગેલો! …

વિદેશે વાનપ્રસ્થ: 18મી ડિસેમ્બરને સંયુક્ત રાષ્ટ્રસંઘે ‘વર્લ્ડ માઈગ્રન્ટ્સ ડે’ જાહેર કર્યો છે. આ દિવસ નિમિત્તે ઓસ્ટ્રેલિયાથી પ્રસારિત થતા ઓનલાઈન રેડિયો ‘સૂર સંવાદ’નાં સૂત્રધાર આરાધનાબહેન ભટ્ટે ભારતના અને વિદેશે વસતા ગુજરાતીઓમાં જાણીતા એવા વિપુલભાઈ કલ્યાણીની મુલાકાત 17 ડિસેમ્બર 2017ના રોજ પ્રસારિત કરી જેનું શબ્દાંકન અહીં પ્રસ્તુત છે. વિપુલભાઈ કલ્યાણી છેલ્લા ચાર દાયકાથી લંડનમાં નિવાસ કરી, ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની સ્થાપના કરી અને  તેનું પ્રમુખ પદ સાંભળ્યું, એવા એક અદના સાહિત્યકાર તરીકે પંકાયા છે. આફ્રિકામાં જન્મ, વિલાયતમાં ચાળીસ વર્ષનો વસવાટ અને વચ્ચે ભારતમાં શિક્ષણ પ્રાપ્ત કરનારા એવા વિપુલભાઈ લંડનમાં નિવૃત્તિકાળમાં ય પ્રવૃત્ત રહીને ગુજરાતી સમાજને અદકેરું પ્રદાન કરી રહ્યા છે. વિપુલભાઈનું જીવન લેખન, સંપાદન અને સમાજજીવન સાથે સહજ નિસ્બતમાં રત રહ્યું છે. તે ઉપરાંત ’ઓપિનિયન’ ઓનલાઇન વિચારપત્રના તેઓ તંત્રી છે અને ગાંધી વિચારને વરેલા છે. એમના ડાયસ્પોરા નિબંધોનો સંગ્રહ પ્રગટ થઈ ચુક્યો છે. તાજેતરમાં એમને ૨૦૧૮નું ‘શ્રી ઉમાશંકર જોશી વિશ્વગુજરાતી સન્માન’ એનાયત થયું. એમની સાથેના આ વાર્તાલાપમાં એક વિશ્વગુજરાતી તરીકે એમની અપ્રતીમ છબી ઉપસે છે.   રેડિયો મુલાકાતનો પ્રારંભ કરતાં આરાધનબહેને સુંદર વાત કરી. સીમાડા વિનાનું વિશ્વ હોય અને સીમાઓને કારણે થતા ઝઘડાઓથી ઘેરાયેલા વિશ્વનું અસ્તિત્વ જ ન હોય તે આપણી કલ્પના જ છે, પરંતુ માનવી તરીકે સહુ પોતપોતાના વૈચારિક સીમાડાઓને વિકસાવી શકે તો ઋગ્વેદમાં ઉચ્ચરાયેલ મંત્ર; ‘આનો ભદ્રા ક્રતવો: યંતુ વિશ્વતઃ’ને ચરિતાર્થ …

– Dr Rohit Barot The Gujarati Sahitya Academy has organised national literary conferences from 1979. These conferences have become an important forum for discussion of linguistic, literary and social issues which affect Gujarati speakers living in European countries. The focus of these meetings is no longer confined to Britain. Now the Academy invites Gujaratis from from India and Pakistan, South Africa, United States and Canada to attend its main literary meetings. In developing this international focus, the Academy has faced tension between desire for the widest possible international representation of Gujaratis on the one hand and the national interest of the Gujarati writers and poets who live in Britain. The purpose of this description is to provide a detailed account of 1991 conference of Gujarati Sahitya Academy and to outline some of the main factors which appear to influence development of literature and language among Gujaratis resident in European countries. This conference was held to mark the passage of four hundred years since the birth of the Gujarati poet Akho (whose Sanskritic name Akshaya (meaning indestructible) may have been rendered into Akho. This desanskritisation of his name is, perhaps, most appropriate for him for the kind of more folk and …

‘ભૂમાથી મોટું કોઈ સુખ નથી’   –  વિપુલ કલ્યાણી                          અાદરમાન અનિલભાઈ કાગળવાળા, ભદ્રાબહેન વડગામા, રતિકાકા અને ઠેરઠેરથી પધારી, ઠાઠમાઠે, ચોતરે બેઠેલાં સૌ અાપ્તજનો − પ્રથમપહેલાં, દિવંગત રતિલાલ જેઠાલાલ ધનાણીની સ્મૃિતને વંદના કરું છું. ગયા રવિવારે એટલે કે ૨૫મી અૅપ્રિલ ૨૦૧૦ના રોજે જ એ મોટે ગામતરે સિધાવી ગયા. અા મુલકમાંના મારા જાહેર જીવનમાં, અારંભ સમયથી, રતિલાલભાઈની દેણગી સક્રિય રહેવા પામી છે. અકાદમીના અાજના સ્વરૂપમાં એમનું, અા ધનાણી દંપતીનું, ધ્યાનપાત્ર યોગદાન રહ્યું છે. વિલાસબહેન અને શેષ પરિવાર સાથે જાતને જોડી રાખી, હું ય રતિલાલભાઈના અવસાનને કારણે સહૃદય દિલસોજી વ્યક્ત કરી લઉં છું. તમે સૌ સંગાથે જોડાયેલા જ હશો, તેની ખાતરી છે.  ગુજરાતી સામયિક સંપાદન જગતનું એક વડેરું નામ એટલે ઘનશ્યામ દેસાઈ. “સમર્પણ”ના તંત્રી તરીકે એમણે નવી હવા ઊભી કરેલી અને અા સામયિકનો પરચમ કીર્તિવંત રાખેલો. ગુજરાતી વાર્તાસાહિત્યના તે વળી એક માણીગર અને ઉમદા વાર્તાકાર. ગુરુવાર, ૨૯ અૅપ્રિલ ૨૦૧૦ના એમણે અા ફાની દુિનયા છોડી. મુંબઈના મારા દિવસોમાં, અનેક વાર, અમારે મળવાહળવાનું થયું છે. અામ, એમનું મરણ પણ સ્મરણની કેડીએ ધકેલી લે છે. ઊમીબહેન અને શેષ પરિવારને અાપણા સૌની સહૃદય દિલસોજી હજો.  બીજી તરફ, અાપણામાંના એક, મોઈનુદ્દીન મણિયાર, અાજકાલ, દુબઈ ખાતે હૉસ્પિટલમાં, માંદગીની પથારીએ છે. તેમને પક્ષાઘાતની અસર થઈ છે અને પરિણામે અાંખનું …

વિપુલ કલ્યાણી એક સારા, સોજ્જા પત્રકાર, સાહિત્યકાર અને વિશેષ તો યુનાઇટેડ કિંગ્ડમની ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ના મહામંત્રી તરીકે જાણીતા છે. તેમના ખભે લટકતા ખલતામાં અન્ય કંઈ નહીં તો અકાદમીનાં પરિપત્રો, ઉપરાંત સામયિકો કે પુસ્તકો જરૂર હોવાનાં. − વાતો પણ સાહિત્યની, સાહિત્યકારોની, સાહિત્ય અકાદમીની. જાણે એ જ એમનું ઓઢણું – પાથરણું. ખાસ કરીને બ્રિટનમાં ગુજરાતી ભાષાને સતત વિકસતી અને પાંગરતી રાખવા ખાતર તેઓ આજ પર્યંત કાર્યશીલ રહ્યા છે. તેમણે સાહિત્યની મહેફિલો કે માત્ર મુશાયરા નથી યોજ્યાં. બલકે ભાષાની જાળવણી અને વિકાસ ખાતર શિક્ષણ વર્ગો ચલાવ્યા છે ને પાઠ્યપુસ્તકો તૈયાર કરવા – કરાવવા તથા શિક્ષકો પેદા કરવા જેવાં નક્કર કાર્યો પણ કર્યાં છે. ડાયસ્પોરિક સાહિત્યનાં સંપાદનો પણ કર્યાં છે. વિશેષમાં સાહિત્યકારો જે કંઈ લખે તે છપાતું રહે અને તેમને પ્રોત્સાહન મળે એ દૃષ્ટિએ તેઓ છેલ્લાં 17 વર્ષથી “ઓપિનિયન” માસિક પ્રગટ કરી રહ્યા છે – એક પણ જાહેરખબર લીધા વિના. એમની પાસે ત્રણ દેશોના અનુભવો છે – ભારત, ટાન્ઝાનિયા અને બ્રિટન. વળી ગાંધીવાદી છે. એટલે વાતો પણ મજાની કરે છે. ચાલો, આપણે એમની સાથે થોડી ગપસપ કરીએ અને જાણીએ કે અકાદમી દ્વારા તેમણે બ્રિટનમાં શું શું સિધ્ધ કર્યું છે. • દીપક બારડોલીકર : વિપુલજી, તમને ગુજરાતી ભાષાની ઘણી ચિંતા હોય એમ લાગે છે. ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ના મહામંત્રી તરીકેની તમારી કામગીરી તથા તમારું સામયિક “ઓપિનિયન” …