મારું ઓસ્ટ્રેલિયા ….. મારું વિશ્વ – આરાધના ભટ્ટ નમસ્કાર વિપુલભાઈ, પંચમભાઈ, રૂપાલીબહેન અને ઉપસ્થિત સર્વે મિત્રો, આ આભાસી મંચ ઉપર આ સુંદર અવસર રચી આપવા બદલ અને એમાં મને આમંત્રિત કરવા બદલ આભાર. ઓસ્ટ્રેલિયા એક એવો ખંડ છે જેનો પરિચય છેલ્લાં દસ-પંદર વર્ષથી અહીં આવતા ભારતીય મૂળના વિદ્યાર્થીઓ અને ભારતથી દેશાંતર કરીને ઓસ્ટ્રેલિયા સ્થિર થનાર …
સાહિત્યત્વ – કેતન રુપેરા સાહિત્ય ક્ષેત્રે નોબેલ પારિતોષિક–વિજેતાઓનાં વક્તવ્યો (1991-2016) સંપાદક : અદમ ટંકારવી • પંચમ શુક્લ પ્રકાશક : ગુજરાતી સાહિત્ય અકાદમી, યુનાઇટેડ કિંગ્ડમ પ્રકાશન વર્ષ : 2022 તા. 24-08-2022ના રોજ ગૂજરાત વિદ્યાપીઠ-અમદાવાદ મુકામે યોજાયેલા પરિસંવાદ ‘સાહિત્યત્વ’ સંદર્ભે વિશ્વસાહિત્યમાં સંચાલન દરમિયાન કેતન રુપેરાએ પૂરક વિગત રૂપે આપેલો અને આપવા ધારેલો, પુસ્તકનો બાહ્ય પરિચય Ø વર્ષ …
વાચન સંસ્કૃતિના દીપસ્તંભ મહેન્દ્રભાઈ મેઘાણી – સંજય સ્વાતિ ભાવે આદરણીય મહેન્દ્રભાઈ મેઘાણીને વંદન. યુનાઇટેડ કિન્ગડમસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ના સહુને નમસ્કાર. આદરણીય વિપુલભાઈને નમસ્કાર. ગુજરાતના લોકોત્તર વાચન-પ્રસારક મહેન્દ્રભાઈ મેઘાણી 20 જૂને 100માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. એ અવસરે આપણું હોવું એ આપણું સદ્દભાગ્ય છે. ગુજરાતી વાચકો પર મહેન્દ્રભાઈના અનંત ઉપકાર છે. મહેન્દ્રભાઈ એટલે લોકમિલાપનો પર્યાય. …
અમે તો પંખી પારાવારનાં : નાગરિક અભિજ્ઞતા – પ્રકાશ ન. શાહ “ઓપિનિયન” − “નિરીક્ષક”માં પ્રકાશિત, દાઉદભાઈ ઘાંચીના લેખોના સંપાદિત સંચય ‘અમે તો પંખી પારાવારનાં’ના, 19 ફેબ્રુઆરી 2022ના રોજ, યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ને ઉપક્રમે, થયેલા લોકાર્પણ પ્રસંગે અપાયેલું વક્તવ્ય દાઉદભાઈ વિશે શું વાત કરવી? આ પુસ્તક નિમિત્તે અને અન્યથા પણ. આપણે બધા એમના એટલા ઓશિંગણ …
ભાષાન્તરની ઊંધી જાજમ – મધુ રાય તમે અશોક મેઘાણીનું નામ ન સાંભળ્યું હોય તો ચાલે, પણ ઝવેરચંદ મેઘાણીનું નામ ન સાંભળ્યું હોય તો જાઓ, તમારો સેલફોન લઈને તમારા ફ્રેન્ડઝો સાથે લાઇક–લાઇક રમો! ઝવેરચંદ મેઘાણીના સૌથી નાના સુપુત્ર અશોક મેઘાણી અમેરિકા નિવાસે છે અને હવે નિવૃત્ત થઈને ઇતર પ્રવૃત્તિમાં સમય વિતાવે છે, જેને અમે ટૂમચ 👍લાઇક …
ગાંધી અને મુંબઈ • ઉષા ઠક્કર મુંબઈના મણિ ભવનથી નમસ્કાર. સૌ પ્રથમ સંધ્યા (મહેતા) અને મારા તરફથી આ આમંત્રણ માટે યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’નો આભાર, અને વિપુલભાઈ – કુંજબહેન, પંચમભાઈ અને નીરજભાઈનો વિશેષ આભાર. મને અને સંધ્યાને ‘ગાંધી અને મુંબઈ’ વિશે વાંચવાનું ગમે, તે વિશે સંશોધન કરવું ગમે. અને તેમાંથી ઉદ્દભવ્યું આ પુસ્તક – …
વિનોબા વાઙમયનું આચમન – રમજાન હસણિયા યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ના સૌ સંવાહકો અને વિશ્વભરમાંથી જોડાયેલાં સૌ સ્વજનો, સૌને પ્રણામ; – જય જગત. ગાંધી-વિનોબા મૂળે પ્રયોગના માણસ હતા એટલે આચાર્ય વિનોબાની સવાશતાબ્દી અવસરે આયોજિત કાર્યક્રમમાં પણ સ્નેહી વિપુલભાઈ કલ્યાણીએ મારા જેવા નવા નિશાળિયાને આટલા મોટા ગંભીર વિષય ઉપર વાત કરવાનું કહીને એક પ્રયોગ જ કર્યો …
સ્મરણની કેડીએ મારું અનુવાદવિશ્વ -અશોક મેઘાણી સૌ પ્રથમ તો મને મારી અનુવાદ-ચર્યાની વાત કરવા આમંત્રણ આપવા બદલ ‘ગુજરાતી લિટરરી ઍકેડેમી’ – યુ.કે.નો ખૂબ ખૂબ આભાર. વિપુલભાઈને માંદગી હાઉકલું કરી ગયું પણ એને બહુ સહેલાઈથી તગડી શક્યા એ આપણા સહુના સદ્દનસીબ. વિપુલભાઈને મળવાનું ત્રણ-ચાર વાર જ બન્યું છે પણ એમની સાથે જ્યારે જ્યારે વાત થાય ત્યારે બહુ જૂની અને …
સાહિત્ય અકાદેમી આયોજિત પરિસંવાદ : “સાહિત્ય, દેશાન્તર અને હું” શુક્રવાર, 11 જૂન 2021. ભારત: 5.30 pm; યુકે: 1.00 pm ઓમ પ્રકાશ નાગર (કાર્યક્રમ પ્રભારી, સાહિત્ય અકાદેમી, પશ્ચિમ ક્ષેત્ર) અધ્યક્ષ : વિનોદ જોશી (સંયોજક, ગુજરાતી સલાહકાર સમિતિ, સાહિત્ય અકાદેમી) બીજભાષણ : બળવંત જાની (કુલાધિપતિ, સાગર વિશ્વવિદ્યાલય, મધ્યપ્રદેશ) સંવાદકર્તા : જેલમ હાર્દિક (ઓસ્ટ્રેલિયા) સહભાગી : પન્ના નાયક …