‘મરણ સ્મરણની દુનિયા ખોલે છે’, તેમ આચાર્ય જયેન્દ્ર ત્રિવેદીએ એક દા લખેલું. વાત ખરી લાગે છે. રતિલાલ ચંદરિયાની એકાણુમે વરસે લીધી આ વિદાયને હવે આ કેડે જ મુલવવી રહી. એ 1985ના અરસાની વાત હશે. ચંદરિયા પરિવારના એક નબીરા કપૂરચંદભાઈને ક્યારેક ક્યારેક મળવા જવાનું બનતું. અને દિવંગત દેવચંદભાઈ ચંદરિયાને ય તે પહેલાં મળવા હળવાના અવસરો થયેલા. આ મુલાકાતોના સિલસિલામાં ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’નાં વિધવિધ કામો કેન્દ્રસ્થ રહેતાં. એક દિવસે, કપૂરભાઈની સાથે હતો અને રતિભાઈ આવી ચડ્યા. કહે : તમારું કામ પતે, તે પછી, થોડોક વખત મને મળી શકશો ? અને આમ હું મળવા ગયો. તે દિવસોમાં, ટાઇપરાઇટરના ઉપયોગમાંથી રતિભાઈ કમ્પ્યૂટર યુગમાં ફેરવાઈ …
કોઇ એક સમાજ કે દેશના લોકો પોતાના મનોગત ભાવ કે વિચાર એકબીજાને પ્રકટ કરી શકે તેવો વ્યક્તનાદનો સમુદાય; જબાન; વાણી; બ્રાહ્મી; ભારીત; સરસ્વતી; ગિરા; બોલી. મનના વિચાર બોલીને કે લખીને જણાવાય છે. ભાષાશાસ્ત્રમાં ભાષા અને બોલી એવા બે ભેદ ગણવામાં આવે છે. અંત:કરણના વ્યાપારને ભાષા કહે છે અને તેનું ઉચ્ચારરૂપ સાધન પરસ્પરના પરિણામને જણાવી શકે છે. ભાષા કાઢવા સંબંધમાં વિદ્યાવિજયજી મહારાજ જણાવે છે કે, ભાષા એ કાંઈ જમીનમાંથી નીકળતી માટી નથી કે બસ ઉપાડી અને ફેંકી. તે વચન નહિ પણ રત્ન છે, ભાષા નહિ પણ હીરા છે. હજારો લાખો રૂપિયાનાં રત્ન, ઝવેરાત મોતી, માણેક વગેરેને તિજોરીમાં ડબામાં રખાય છે, પરંતુ …