ઓટલાના અઠંગીઓ, હેરો લાયબ્રેરી સર્વિસીઝના સહયોગથી, ગુજરાતી સાહિત્ય અકાદમીની સપ્ટેમ્બર મહિનાની ‘ઓટલો’ બેઠક હેરો વિલ્ડસ્ટોન લાયબ્રેરી સેન્ટરમાં શનિવાર, 6 સપ્ટેમ્બર 2014 ના ઠીક બપોરે 2.00 થી 4.30 દરમિયાન મળશે. બેઠકના પહેલા દોરમાં અમેરિકા નિવાસી નાટ્યકાર ડો. રજની પી. શાહ (આર. પી.)ના એકાંકી ‘બુકાની બાંધેલો સ્નૉમેન’નું વાચિકમ્ માણીશું. બીજા દોરમાં, ભારતથી પધારતા ‘તારાપણાના શહેરમાં’ અને ‘પરપોટાના …
આપણે ત્યાં એક વિભાજન એવું છે કે એક બાજુ બૌદ્ધિકો છે અને એક બાજુ કર્મશીલો. પણ કેટલીક વ્યક્તિ એવી પણ હોય છે કે જે ટેબલ લેમ્પ અને ટેબલની સીમાથી બહાર જઈને બૌદ્ધિક હોવાની સાથે સાથે એ કર્મશીલ પણ હોય. ગુજરાતમાં ડૉ. ગણેશ દેવી એક એવું નામ છે. મૂળ અંગ્રેજીમાં પ્રોફેસર પણ આપણી પરંપરાની અંદર સંન્યાસ …
જ્ઞાનવિશ્વમાં ગુજરાત : એકવીસમી સદીને જ્ઞાનની સદી તરીકે ઓળખાવવામાં આવી રહી છે. આદિ માનવીથી લઈને આધુનિક માનવી સુધીનાનું મૂલ્યાંકન કરવામાં આવે તો એમાંથી જે એક બાબત નોખી તરી આવે છે તે માનવીએ સાધેલો અનેક ક્ષેત્રોમાંનો વિકાસ છે. એ વિકાસ એટલા જ કારણે શક્ય બન્યો છે કે કુદરતે માનવીને મગજ આપ્યું છે જેના સહારે એ વિચારી …