હૅરો લાયબ્રેરી સર્વિસીઝ
અને
ગુજરાતી સાહિત્ય અકાદમી
ના સહયોગથી આયોજિત
વાર્તા-વર્તુળ
તારીખ: શનિવાર, ૨ જુલાઈ ૨૦૧૬
સમય: બપોરે-૨.૦૦ કલાકે
સ્થળ:
વિલ્ડસ્ટોન લાયબ્રેરી
38-40 High Street, Wealdstone, Harrow HA3 7AE
020 3714 7725
વાર્તા-વર્તુળની ૨જી જુલાઈ ૨૦૧૬ની બેઠકમાં પ્રસિદ્ધ સામાયિક ‘અખંડ આનંદ’ના સહતંત્રી શ્રી પ્રકાશ લાલા આપણી સાથે હશે. અહીંના વાર્તાકારો અને ભાવકોને એમની વાર્તા પસંદગીની પ્રકિયા સમજવાની અને વાર્તાકાર પાસે તંત્રીશ્રી કેવી આશા રાખે છે એ સમજવાનું ચર્ચવાનું ધાર્યું છે. આપણા સિદ્ધહસ્ત વાર્તાકાર શ્રી વલ્લભ નાંઢાની વાર્તા મગજ મેડ અંગે એમનો પ્રકાશભાઈનો પ્રતિભાવ સાંભળવાનો સુયોગ રસપ્રદ નીવડશે. આ રૂડો અવસર આપણે ઉમંગથી ઊમળકે વધાવીએ અને મિત્રો સહિત પધારી ચર્ચા જમાવીએ એવી આશા છે.
કાર્યક્રમ:
આવકાર: શ્રી વિપુલ કલ્યાણી
વાર્તા પઠન: શ્રી વલ્લભ નાંઢા
આસ્વાદ અને વિશેષ વક્તવ્ય: શ્રી પ્રકાશ લાલા
સમાપન: શ્રી રમણભાઈ પટેલ
આ કાર્યક્રમ આપના સહયોગથી જ આપણે સરસરીતે માણી, ચર્ચા કરી શકીશું વાસ્તે, અચૂક હાજર રહેવા હ્રદયપૂર્વક અંગત વિનંતિ કરીએ છીએ.
આગોતરા આભાર સહ
આપના દર્શનાભિલાષી
-ભદ્રા વડગામા (મહામંત્રી)
-અનિલ વ્યાસ (સંયોજક)