જગદીશભાઈ દવેનો સન્માન સમારંભ

‘જીવનની આ મીણબત્તી બન્ને છેડે, વાટ બધી સળગી ગઈ છે પણ મીણ હજુ રહ્યું છે’ • કૃષ્ણકાંત બૂચ ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’નો પાંચમો સન્માન સમારંભ 18 નવેમ્બર 2017ના દિવસે વેમ્બલીસ્થિત માન્ધાતા હોલમાં યોજાઈ ગયો. ઠંડી અને વરસાદની પરવા કર્યા વગર રસિકજનો, કવિઓ, લેખકો પંચમ રત્નાવલીના છેલ્લા જાણીતા મણકારરૂપ જગદીશભાઈ દવે સાથે જ્ઞાનગોષ્ટિ કરવા ઉમટી પડેલા. ટીમ …

નટુભાઈ પટેલનો સન્માન સમારંભ

નાટકોને શ્વસતા રંગકર્મી નટુભાઈ પટેલનું સન્માન • વલ્લભ નાંઢા ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’એ ચાળીસ વર્ષની મજલ પૂરી કરી, એ આનંદરૂપ ઘટના જ ગણાય.તે બાબતને ધ્યાનમાં રાખીને ગુજરાતી સાહિત્ય અકાદમીએ રંગકર્મી નટુભાઈ પટેલને રવિવાર, તા 6 ઓગસ્ટ 2017ના સ્ટેનમોરમાં આવ્યા The Cannons Hallમાં બપોરે 3:00 કલાકે સન્માન્યા હતા. મુખ્ય મહેમાન તરીકે ભારતથી પધારેલાં જાણીતા લેખિકા નંદિનીબહેન ત્રિવેદી …

ડો. દાઉદભાઈ ઘાંચીનો જાહેર સન્માન સમારોહ

સાક્ષરી સંધ્યા • ઇમ્તિયાઝ પટેલ સોમવાર, તારીખ 21 અૉગસ્ટે વેસ્ટ યોર્કશરના બાટલી મુકામે, ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ અને ‘ગુજરાતી રાઇટર્સ ફૉરમ’, બાટલીના સંયુક્ત ઉપક્રમે શિક્ષણવિદ્દ ડૉ. દાઉદભાઈ ઘાંચી સન્માન સમારોહ અને અહમદ લુણત ‘ગુલ’ની આપવીતી ‘આલીપોરથી OBE’ના લોકાર્પણનો દ્વિવિધ કાર્યક્રમ યોજાયો હતો. સતત અઢી કલાક ચાલેલા આ બે સમારંભોમાં બહુશ્રુત વક્તાઓએ દાઉદભાઈના વ્યક્તિત્વનાં વિવિધ પાસાં ઉજાગર …

ચંદુભાઈ મટાણીનો જાહેર સન્માન સમારોહ

સાહિત્ય, સંગીત અને કલાનાં રખોપાં કરતા સજ્જન ચંદુભાઈ મટાણીનું સન્માન ‘સાહિત્ય, સંગીત અને કલાનાં રખોપાં કરતા સજ્જન’ ચંદુભાઈ મટાણીનું, ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ને ઉપક્રમે, રવિવાર, 28 મે 2017ના રોજ મધ્ય ઇંગ્લૅન્ડના નગર લેસ્ટર ખાતે ઉષ્માભર્યું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. ભારતીય ડાયસ્પોરાનાં બે અવ્વલ અગ્રેસરો ને ડાયસ્પોરિક ગુજરાતી આલમનાં બે જાણતલ સાહિત્યકારો – પન્નાબહેન નાયક તથા …

શ્રાવિકા સત્સંગ મંડળ અને વિલાસબહેન ધનાણીનો સન્માન સમારંભ (રવિવાર, 9 એપ્રિલ 2017)

અકાદમીનો શ્રાવિકા સત્સંગ મંડળ અને વિલાસબહેન ધનાણી સન્માન સમારંભ ભદ્રા વડગામા નાત, જાત, ધર્મ, સંપ્રદાય, જાતિપાંતિ કે ભૂગોળની પેલે પાર રહી, ગુજરાતી ભાષા, સાહિત્ય તેમ જ સંસ્કૃિત ક્ષેત્રે સર્વસમાવેશક કાર્યક્રમો સંવારતી ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’એ ચચ્ચાર દાયકા ઉપરાંતના સમયગાળા દરમિયાન ભાષાસંવર્ધન, સાહિત્યસર્જન તથા સંસ્કૃિતસેવન ક્ષેત્રે સેવામય રહેલાં ચારેક મહારથીઓને પોંખવાના અને બિરદાવવાના અવસરો યોજવાનું નક્કી કર્યું …

...2345...