સ્મૃતિસંપદા : ખાસિયત અને કેફિયત – રેખા સિંધલ સૌ પ્રથમ તો ‘સ્મૃતિસંપદા’ પુસ્તકની વાત કરવાની મને અહીં તક આપવા બદલ ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’નો ખૂબ ખૂબ આભાર! આ પુસ્તકમાં પંદર લેખકોએ પોતાની જીવનકથા લખી છે. ગુર્જરી પબ્લિકેશન અને ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના સહયોગથી પ્રકાશિત થયેલ આ પુસ્તકનું સંપાદન મેં કિશોરભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ કર્યું છે. એ માટે …
(વક્તાનો પરિચય: ડૉ. બાબુ સુથાર જાણીતા વિવેચક, સાહિત્યકાર અને ભાષાશાસ્ત્રી છે. તેમણે ભારતમાં પંચમહાલ, વડોદરા અને મુંબઈમાં ભણાવ્યું છે અને એ બાદ તેઓ અમેરિકા ગયા અને ત્યાં તેમણે ભાષાશાસ્ત્રમાં પીએચ.ડી. કર્યું છે. વર્તમાનમાં તેઓ અન્ય કામોની જોડાજોડ ફેસબુકના માધ્યમથી લોકશિક્ષણનું મહત્ત્વનું કાર્ય કરી રહ્યા છે. ડૉ. બાબુ સુથારે ચલાવેલા ‘સંધિ’ નામના સામાયિકનો પડઘો આજે પણ …
મૂળ સોતાં ઊખડેલાં : કોમવાદી દીવાલમાં સમસંવેદનની બારી – પાર્થ પંડ્યા વર્ષ 2022માં ‘નવજીવને’ કમળાબહેન પટેલની ‘મૂળ સોતાં ઊખડેલાં’ની ત્રીજી આવૃત્તિ પ્રકાશિત કરી ત્યારે સંતોષ એ વાતનો હતો કે આ દસ્તાવેજી કૃતિ ફરી એક વાંચકવર્ગ સુધી પહોંચશે. આજે આ પુસ્તક નિમિત્તે જ વાત કરવી છે, પણ વાત લગાર બીજા છેડેથી શરૂ કરવાનું મન થાય છે. …
વિહંગાવલોકી સમાલોચના[i] – કેતન રુપેરા અકાદમી પ્રમુખશ્રી વિપુલ કલ્યાણી, જેમની ઉપસ્થિતિમાં અને જેમના હસ્તે ‘ચાળીસીએ ઓચ્છવ’ પુસ્તકનું લોકાર્પણ થવાનું છે એવા શ્રી યોગેશભાઈ પટેલ અને શ્રી કાન્તિભાઈ નાગડા, અકાદમીનાં સૌ હોદ્દેદારો-સભ્યો અને ઓનલાઇન જોડાયેલા સૌ સાહિત્ય-રસિકો… ‘ચાળીસીએ ઓચ્છવ—યુનાઇટેડ કિંગ્ડમમાં ચાળીસ વર્ષમાં રચાયેલાં વિવિધ ગુજરાતી સાહિત્ય સ્વરૂપોનાં લેખાંજોખાં’ નામે આ પુસ્તકના સંપાદક તરીકે, આમ તો ‘સંપાદકીય’ …
મારું ઓસ્ટ્રેલિયા ….. મારું વિશ્વ – આરાધના ભટ્ટ નમસ્કાર વિપુલભાઈ, પંચમભાઈ, રૂપાલીબહેન અને ઉપસ્થિત સર્વે મિત્રો, આ આભાસી મંચ ઉપર આ સુંદર અવસર રચી આપવા બદલ અને એમાં મને આમંત્રિત કરવા બદલ આભાર. ઓસ્ટ્રેલિયા એક એવો ખંડ છે જેનો પરિચય છેલ્લાં દસ-પંદર વર્ષથી અહીં આવતા ભારતીય મૂળના વિદ્યાર્થીઓ અને ભારતથી દેશાંતર કરીને ઓસ્ટ્રેલિયા સ્થિર થનાર …
સાહિત્યત્વ – કેતન રુપેરા સાહિત્ય ક્ષેત્રે નોબેલ પારિતોષિક–વિજેતાઓનાં વક્તવ્યો (1991-2016) સંપાદક : અદમ ટંકારવી • પંચમ શુક્લ પ્રકાશક : ગુજરાતી સાહિત્ય અકાદમી, યુનાઇટેડ કિંગ્ડમ પ્રકાશન વર્ષ : 2022 તા. 24-08-2022ના રોજ ગૂજરાત વિદ્યાપીઠ-અમદાવાદ મુકામે યોજાયેલા પરિસંવાદ ‘સાહિત્યત્વ’ સંદર્ભે વિશ્વસાહિત્યમાં સંચાલન દરમિયાન કેતન રુપેરાએ પૂરક વિગત રૂપે આપેલો અને આપવા ધારેલો, પુસ્તકનો બાહ્ય પરિચય Ø વર્ષ …
વાચન સંસ્કૃતિના દીપસ્તંભ મહેન્દ્રભાઈ મેઘાણી – સંજય સ્વાતિ ભાવે આદરણીય મહેન્દ્રભાઈ મેઘાણીને વંદન. યુનાઇટેડ કિન્ગડમસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ના સહુને નમસ્કાર. આદરણીય વિપુલભાઈને નમસ્કાર. ગુજરાતના લોકોત્તર વાચન-પ્રસારક મહેન્દ્રભાઈ મેઘાણી 20 જૂને 100માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. એ અવસરે આપણું હોવું એ આપણું સદ્દભાગ્ય છે. ગુજરાતી વાચકો પર મહેન્દ્રભાઈના અનંત ઉપકાર છે. મહેન્દ્રભાઈ એટલે લોકમિલાપનો પર્યાય. …
અમે તો પંખી પારાવારનાં : નાગરિક અભિજ્ઞતા – પ્રકાશ ન. શાહ “ઓપિનિયન” − “નિરીક્ષક”માં પ્રકાશિત, દાઉદભાઈ ઘાંચીના લેખોના સંપાદિત સંચય ‘અમે તો પંખી પારાવારનાં’ના, 19 ફેબ્રુઆરી 2022ના રોજ, યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ને ઉપક્રમે, થયેલા લોકાર્પણ પ્રસંગે અપાયેલું વક્તવ્ય દાઉદભાઈ વિશે શું વાત કરવી? આ પુસ્તક નિમિત્તે અને અન્યથા પણ. આપણે બધા એમના એટલા ઓશિંગણ …
ભાષાન્તરની ઊંધી જાજમ – મધુ રાય તમે અશોક મેઘાણીનું નામ ન સાંભળ્યું હોય તો ચાલે, પણ ઝવેરચંદ મેઘાણીનું નામ ન સાંભળ્યું હોય તો જાઓ, તમારો સેલફોન લઈને તમારા ફ્રેન્ડઝો સાથે લાઇક–લાઇક રમો! ઝવેરચંદ મેઘાણીના સૌથી નાના સુપુત્ર અશોક મેઘાણી અમેરિકા નિવાસે છે અને હવે નિવૃત્ત થઈને ઇતર પ્રવૃત્તિમાં સમય વિતાવે છે, જેને અમે ટૂમચ 👍લાઇક …