નંદિનીબહેન ત્રિવેદી — વિપુલ કલ્યાણી રાજનીતિશાસ્ત્રમાં અનુસ્નાતક થયેલાં નંદિનીબહેન ત્રિવેદીએ પત્રકારત્વ પણ કર્યું છે અને પોતાના ઇશ્વરીય બક્ષિસ સમાન સ્વરને લીધે સંગીતની દુનિયામાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. મધુર સ્વર ધરાવતાં નંદિનીબહેનને પરિવારમાં સંગીતનું વાતાવરણ મળ્યું એ કેવો સંજોગ! તેમણે શાસ્ત્રીય સંગીત તરફ યુવાવર્ગને આકર્ષવા માટે અનેક રાગ ઉપર આધારિત ફિલ્મી ગીતોનાં નોટેશન લખી ‘મીલે …
કવિ શ્રી ચંદ્રકાન્ત શેઠ : મૂળની સાથે મેળ, સત સાથે સુમેળ – યોગેશ જોષી મૂળની સાથે મેળ ને સત સાથે સુમેળ ધરાવતા કવિ ચંદ્રકાન્ત શેઠ વિશે વાત કરવાની તક આપી એ બદલ યુ. કે. સ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી, પંચમભાઈ, વિપુલભાઈ તથા અન્ય હોદ્દેદારોનો હૃદયપૂર્વક આભાર માનું છું. ચંદ્રકાન્ત શેઠ – નમણો લંબગોળ મધુર ચહેરો, …
યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ આયોજિત ‘હરિવલ્લભ ચુનીલાલ ભાયાણી સ્વાધ્યાયપીઠ વ્યાખ્યાન : 15 ફેબ્રુઆરી 2025 બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા – અદમ ટંકારવી સન ૧૮૬૩માં દલપતરામ ખંડેરાવ ગાયકવાડના દરબારમાં હાજર થઇ ગુજરાતી વાણીની વકીલાત ઉચ્ચારે છે : કહે દલપતરામ રાજા અધિરાજ સુણો, રુડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું ત્યારે કોને ખબર હતી …
વીડિયો: * * * * * પ્રાસ્તાવિક – વિપુલ કલ્યાણી ગયા સોમવારે, 27 જાન્યુઆરીએ આંતરરાષ્ટૃીય સ્તરે હૉલોકૉસ્ટ સ્મૃતિ દિવસ મનાવાયો હતો. એ એંશીમી વરસી હતી. યુરોપીય યહૂદીઓના, નાઝીઓ વાટે, થયેલા જાતિસંહારને માટે આ હિબ્રૂ શબ્દ – હૉલોકૉસ્ટ – ચલણમાં આવ્યો છે. પોલેન્ડના ક્રેકાઉ નગરથી આશરે પચાસેક કિલોમીટરને અંતરે આઉશ્વેસ્ત સ્થળે, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આશરે …
દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક – પ્રકાશ ન. શાહ બસ હવે બે વરસ માંડ, અને બ્રિટનની ગુજરાતી સાહિત્ય અકાદમી પચાસ વરસ પૂરાં કરશે. પચાસી લગોલગ પહોંચતા બ્રિટનની ગુજરાતી અકાદમીએ કાપેલું અંતર, એની વયસ્કતા/પ્રૌઢિ લગીની મજલ એક વિશ્વગુજરાતી તરીકે બેશક વિચારણીય વિષય બની રહે છે. બ્રિટનની અકાદમીએ હજુ ગયે અઠવાડિયે અમદાવાદમાં અદમ ટંકારવીની વિશેષ ઉપસ્થિતિમાં …
વીડિયો: * * * * * ગાંધી કથાનાં કીધાં અમૃત-પાન … … થયાં સાતે કોઠે દીવાનાં દાન – આશા બૂચ ભારતમાં ભીમતાલથી માંડીને દક્ષિણ ભારતનાં અને ગુજરાતનાં ૬૦થી ય વધુ નાનાંમોટાં ગામોની જનતાને ગાંધીકથાની રસલહાણ કરાવ્યા પછી, આદરણીય નારાયણભાઈ દેસાઈ લંડન અને લેસ્ટરના રહેવાસીઓને ગાંધીજીના જીવનસંદેશની વાતો કરવા માટે આવ્યા, એ આપણા સહુનું સદ્દભાગ્ય …
સ્મૃતિસંપદા : ખાસિયત અને કેફિયત – રેખા સિંધલ સૌ પ્રથમ તો ‘સ્મૃતિસંપદા’ પુસ્તકની વાત કરવાની મને અહીં તક આપવા બદલ ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’નો ખૂબ ખૂબ આભાર! આ પુસ્તકમાં પંદર લેખકોએ પોતાની જીવનકથા લખી છે. ગુર્જરી પબ્લિકેશન અને ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના સહયોગથી પ્રકાશિત થયેલ આ પુસ્તકનું સંપાદન મેં કિશોરભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ કર્યું છે. એ માટે …
(વક્તાનો પરિચય: ડૉ. બાબુ સુથાર જાણીતા વિવેચક, સાહિત્યકાર અને ભાષાશાસ્ત્રી છે. તેમણે ભારતમાં પંચમહાલ, વડોદરા અને મુંબઈમાં ભણાવ્યું છે અને એ બાદ તેઓ અમેરિકા ગયા અને ત્યાં તેમણે ભાષાશાસ્ત્રમાં પીએચ.ડી. કર્યું છે. વર્તમાનમાં તેઓ અન્ય કામોની જોડાજોડ ફેસબુકના માધ્યમથી લોકશિક્ષણનું મહત્ત્વનું કાર્ય કરી રહ્યા છે. ડૉ. બાબુ સુથારે ચલાવેલા ‘સંધિ’ નામના સામાયિકનો પડઘો આજે પણ …
મૂળ સોતાં ઊખડેલાં : કોમવાદી દીવાલમાં સમસંવેદનની બારી – પાર્થ પંડ્યા વર્ષ 2022માં ‘નવજીવને’ કમળાબહેન પટેલની ‘મૂળ સોતાં ઊખડેલાં’ની ત્રીજી આવૃત્તિ પ્રકાશિત કરી ત્યારે સંતોષ એ વાતનો હતો કે આ દસ્તાવેજી કૃતિ ફરી એક વાંચકવર્ગ સુધી પહોંચશે. આજે આ પુસ્તક નિમિત્તે જ વાત કરવી છે, પણ વાત લગાર બીજા છેડેથી શરૂ કરવાનું મન થાય છે. …