ગાંધી અને મુંબઈ • ઉષા ઠક્કર મુંબઈના મણિ ભવનથી નમસ્કાર. સૌ પ્રથમ સંધ્યા (મહેતા) અને મારા તરફથી આ આમંત્રણ માટે યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’નો આભાર, અને વિપુલભાઈ – કુંજબહેન, પંચમભાઈ અને નીરજભાઈનો વિશેષ આભાર. મને અને સંધ્યાને ‘ગાંધી અને મુંબઈ’ વિશે વાંચવાનું ગમે, તે વિશે સંશોધન કરવું ગમે. અને તેમાંથી ઉદ્દભવ્યું આ પુસ્તક – …
વિનોબા વાઙમયનું આચમન – રમજાન હસણિયા યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ના સૌ સંવાહકો અને વિશ્વભરમાંથી જોડાયેલાં સૌ સ્વજનો, સૌને પ્રણામ; – જય જગત. ગાંધી-વિનોબા મૂળે પ્રયોગના માણસ હતા એટલે આચાર્ય વિનોબાની સવાશતાબ્દી અવસરે આયોજિત કાર્યક્રમમાં પણ સ્નેહી વિપુલભાઈ કલ્યાણીએ મારા જેવા નવા નિશાળિયાને આટલા મોટા ગંભીર વિષય ઉપર વાત કરવાનું કહીને એક પ્રયોગ જ કર્યો …
સ્મરણની કેડીએ મારું અનુવાદવિશ્વ -અશોક મેઘાણી સૌ પ્રથમ તો મને મારી અનુવાદ-ચર્યાની વાત કરવા આમંત્રણ આપવા બદલ ‘ગુજરાતી લિટરરી ઍકેડેમી’ – યુ.કે.નો ખૂબ ખૂબ આભાર. વિપુલભાઈને માંદગી હાઉકલું કરી ગયું પણ એને બહુ સહેલાઈથી તગડી શક્યા એ આપણા સહુના સદ્દનસીબ. વિપુલભાઈને મળવાનું ત્રણ-ચાર વાર જ બન્યું છે પણ એમની સાથે જ્યારે જ્યારે વાત થાય ત્યારે બહુ જૂની અને …
સાહિત્ય અકાદેમી આયોજિત પરિસંવાદ : “સાહિત્ય, દેશાન્તર અને હું” શુક્રવાર, 11 જૂન 2021. ભારત: 5.30 pm; યુકે: 1.00 pm ઓમ પ્રકાશ નાગર (કાર્યક્રમ પ્રભારી, સાહિત્ય અકાદેમી, પશ્ચિમ ક્ષેત્ર) અધ્યક્ષ : વિનોદ જોશી (સંયોજક, ગુજરાતી સલાહકાર સમિતિ, સાહિત્ય અકાદેમી) બીજભાષણ : બળવંત જાની (કુલાધિપતિ, સાગર વિશ્વવિદ્યાલય, મધ્યપ્રદેશ) સંવાદકર્તા : જેલમ હાર્દિક (ઓસ્ટ્રેલિયા) સહભાગી : પન્ના નાયક …
યુનાઈટેડ કિંગડમસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ આયોજિત ઝૂમ એપ દ્વારા અવકાશી મિલન મેળો .. આનંદ આશ્રમ, ઘોઘાવદર નિવાસી સંતસાહિત્યના મરમી ને અભ્યાસી ડો.નિરંજન રાજ્યગુરુ જોડે જમાવટ માંડણી, પરિચય અને સમાપન – જામજોધપુર સ્થિત અધ્યાપક અને સંતસાહિત્યના મરમી તેમ જ લેખક ડો. મનોજભાઈ રાવલ તારીખ – સમય – શનિવાર, ૦૬ માર્ચ ર૦ર૧. ભારતના સમયે સાંજના ૭-૩૦, લંડનમાં …
પરિષદધર્મ અને પરિષદકર્મઃ એક મીમાંસા -સિતાંશુ યશશ્ચન્દ્ર આદરણીય સ્નેહી જનો, પરિષદના નવનિર્વાચિત પ્રમુખ શ્રી પ્રકાશભાઈ ન. શાહ, આપણા અનોખા અતિથિવિશેષ શ્રી વિપુલભાઈ કલ્યાણી, પરિષદના સર્વ સમાદરણીય પૂર્વપ્રમુખો, ટ્રસ્ટી મંડળના સન્માન્ય સભ્યો, હાલની અને આગામી મધ્યસ્થ સમિતિના સર્વ માનનીય સભ્યો, ઉપપ્રમુખો, મહામંત્રીઓ, અન્ય મંત્રીઓ, ઉપસ્થિત અન્ય સાહિત્ય રસિક ભાઈ બહેનો, કોરોના મહામારીના આ સમયે આ પચાસમા અધિવેશનનું કામ બહુધા વીજાણુ-પ્રત્યક્ષ …
એક યાદગાર સવાર … કવિતાની કેફિયતનો કાર્યક્રમ .. -દેવિકા રાહુલ ધ્રુવ ૫મી ડિસેમ્બરને શનિવારના રોજ યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ દ્વારા આયોજિત કવિ રાજેન્દ્ર શુક્લ-નયના જાનીનો કાવ્યપાઠ અને કેફિયતનો અનોખો કાર્યક્રમ મન ભરીને માણ્યો. કોઈ પ્રસન્નતાના અગાધ સાગર કિનારે સમાધિસ્થ થઈને શાંત બની બહાર આવ્યા હોઈએ તેવી જબરદસ્ત અનુભૂતિ થઈ. સંચાલન કર્તા મહેન્દ્રસિંહ પરમારે કહ્યું …
ગુજરાતી સાહિત્ય અકાદમી: (લંડન) 3-10-2020 વિષય:પ્રાણજીવન વિદ્યાર્થીભવનનાં પ્રાંગણના વડ નીચે બેસીને ગાંધીજીનું આત્મ નિરીક્ષણ: શું મેં ઋષિકાર્ય કર્યું છે? 1920 થી 1950 – રજૂઆત: શ્રી દામિની શાહ 1951 થી 2000 – રજૂઆત: શ્રી નિમીષા શુક્લ 2000 થી 2020 – રજૂઆત: દામિની અને નિમીષા આદરણીય વિપુલભાઈ, પંચમભાઈ, નિરજભાઈ અને સાથી મિત્રો, આજના કાર્યક્રમનું શીર્ષક છે …
યુગપ્રવર્તક સુરેશ જોષી • સુમન શાહ પ્રિય વિપુલભાઈ, પંચમભાઈ, ગુજરાતી સાહિત્ય અકાદમીના અન્ય પદાધિકારીઓ અને આ વાર્તાલાપમાં જોડાયેલા યુનાઇટેડ કિંગ્ડમ તેમ જ ગુજરાતના સૌ સુરેશ જોષી-સૃષ્ટિના પ્રેમી, સાહિત્યકલારસિક, દર્શક-શ્રોતાઓ : સૌને, નમસ્કાર. સુરેશ જોષી જો હયાત હોત તો આયુષ્યનાં એમણે ૯૯ વર્ષ પૂરાં કર્યાં હોત. આ એમનું ૧૦૦-મું વર્ષ છે. જન્મ: ૧૯૨૧; અવસાન : ૧૯૮૬; …