કાવ્ય, નાટક અને લલિત રસિક ભાવવાળું કલ્પનાપ્રધાન વાડ્મય; આનંદ, ઉત્સાહ, ઉપદેશ ને રસ ઉપજાવે એવું મનોરંજક લખાણ. સાહિત્ય એટલે લલિતકળાનું સાહિત્ય સાહિત્યનો બીજો અર્થ વધારે વ્યાપક છે. એમાં ઉપરના કલ્પનાપ્રધાન સાહિત્ય ઉપરાંત ઇતિહાસ, અર્થશાસ્ત્ર, તત્ત્વજ્ઞાન વગેરે શાસ્ત્રીય સાહિત્યનો સમાવેશ થાય, ત્યારે સાહિત્ય એટલે સફળ વાડ્મય.જ્યાં સુધી સંસ્કૃત ભાષા જીવંત હતી ત્યાં સુધી વિદ્વાનવર્ગ સ્વાભાવિક રીતે એ જ ભાષામાં પોતાનું કલા કૌશલ્ય દર્શાવતો રહ્યો હતો. પરંતુ એ ભાષા મૃતપ્રાય; થતાં અપભ્રંશના નિયમને પરિણામે ગુજરાતી વગેરે બીજી ભાષાઓ ઉત્પન્ન થઈ. વિશેષ પ્રચલિત થઈ અને એ ભાષા બોલનારામાંથી જે વિદ્વાનો થતા ગયા તેઓએ પરાપૂર્વની સંસ્કૃત ભાષામાં લખાયેલું સાહિત્ય રચવાની પધ્ધતિ સંસ્કૃત ભાષાના પોતાના …