લોકજીવન એટલે લોકોનું જીવન, જનસાધારણનું જીવન, ભારતના વિશાળ ગ્રામીણ લોકસમાજના સાધારણ મનુષ્યનું જીવન. પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યનાં નાટકો – કાવ્યો – કથાઓમાં વર્ણવાતો સમાજ સામાન્ય રીતે સમાજના ઉચ્ચ કે વિશિષ્ટ વર્ગનો પ્રતિનિધિ હોય છે − રાજા, દેવ, મંત્રી, શ્રેષ્ઠી, સમૃદ્ધ ગણિકા અથવા તેમની સાથે તેમના અનુષંગે જોડાતો સેવકો, ભૃત્યો, મિત્રો, વિદૂષકો, શિષ્યો, વિટ-ચેટ વગેરે પાત્રોનો સમાજ હોય છે. પણ આ બધાં સિવાય પણ એક વિશાળ પ્રજાવર્ગ – પોતાની કશી જ વિશિષ્ટ ઓળખ વિનાનો વિશાળ લોકસમુદાય – ભારતના ભૂમિપટ પર હંમેશા અસ્તિત્વ ધરાવતો હતો, કોઈ પણ પ્રજામાં હોય જ. આવા સમાજનાં થોડાંક ચિત્રો આપણને વિવિધ સુભાષિતો – સુભાષિતસંગ્રહોમાં છૂટાંછવાયાં વેરવિખેર વેરાયલાં જોવા …
આજે (શનિવાર, 13 જુલાઈ 2013) આપણે આપણા એક દિગ્ગજ સાહિત્યકાર બળવંત નાયકની લાઈફ સેલિબ્રેટ કરવા સારુ અહીં એકત્રિત થયાં છીએ. આ અવસરના એક ભાગરૂપે એમના વિષે વક્તવ્ય આપવા સાહિત્ય અકાદમીએ મને આમંત્રિત કર્યો છે, તે બદલ અકાદમીના અધિકારીગણનો હું ઓશિઁગણ છું. આવડી મોટી સર્વોત્મુખી પ્રતિભાની અખિલાઈને પામવી અને તેની સમગ્રતયાને તેના યોગ્ય સંદર્ભમાં મૂકી આપવામાં મારો માપદંડ ટૂંકો જ પડવાનો, એ જાણું છું. પરંતુ એક તરફ બળવંતભાઈના પ્રસંગને રૂડો બનાવવાની ધખના! તો બીજી તરફ વિપુલભાઈનું આમંત્રણ; એટલે છટકબારી શોધવાનું પણ મુશ્કેલ. આમંત્રણ સ્વીકાર્યું. એટલે મારી સમજણ મુજબ બળવંતભાઈની જીવની-કવની અને સાહિત્યિ ક્ષેત્રે એમણે કરેલા પ્રદાનને સમીક્ષવા પ્રયાસ કરીશ. બળવંતભાઈ સાથે …
[તા. 16/02/2005 ના રોજ અમદાવાદમાં યોજાયેલ કાવ્યસંગીત સમ્મેલનમાં આપેલા વક્તવ્યના ધ્વનિમુદ્રણ પરથી. આલેખન: તારક ઓઝા. સામયિક ‘વિ’ માંથી ટૂંકાવીને.] ‘શબ્દ’. આપણે ગાઢ નિદ્રામાં હોઈએ અથવા મૂર્છામાં હોઈએ એ સિવાય ચૈતન્યની સર્વ અવસ્થાઓમાં શબ્દ વિદ્યમાન હોય છે. એ આપણો એટલો અતિપરિચિત પદાર્થ છે. કેમ કે જાગૃત અવસ્થામાં ચૈતન્યની નિ:શબ્દ પરિસ્થિતિ આપણે કલ્પી પણ શકતા નથી. સતત શબ્દમય હોઈએ છીએ, પણ ‘અતિ પરિચયાદ્ અવજ્ઞા’ – શબ્દ એટલો પરિચિત છે કે આપણે એને જાણતા નથી, એને જાણવાની ખેવના પણ પ્રગટ કરતા નથી. એ સભાનતા જ મહદ્ અંશે નથી હોતી. આપણે એ મહામનીષીઓના ઉત્તરાધિકારી છીએ જેમણે 30-30 શતાબ્દી પહેલાં શબ્દને સમજવાનો, શબ્દના સત્વને …
(ડૉ. નટવર ગાંધીના, “સંધિ” સામયિકના અંક -૧૪, અૅપ્રિલ – જૂન ૨૦૧૦, પાનાં ૭૭-૮૪ પરે, પ્રકાશિત મૂળ અંગ્રેજી લેખ ‘Gujarati Diaspora Writing — A Call for Independence’નું ગુજરાતી રૂપાંતર. મૂળ અંગ્રેજી પરથી રૂપાંતરકાર : વિપુલ કલ્યાણી) દર સાલ, વસંત ઋતુમાં અને ઉનાળાની મોસમ વેળા, ભારતીય મુલાકાતીઓનું એક ખાસ પ્રકારનું જૂથ, યાયાવરી પંખીઓની જેમ, નિયમિતપણે, ઉત્તર અમેરિકાની ભૂમિ ઉપર ઊતરી આવે છે. આમાં સાધુઓ છે, સ્વામીઓ છે, શિક્ષકો છે, લેખકો છે, કવિઓ છે, અરે, સબ બંદરના વેપારીઓ પણ નીકળી પડે છે. વસવાટીઓની અનેકવિધ આતુરતાઓને મલમપટ્ટા જાણે કે કરતા રહે છે. આપણે આપણા ભાતીગળ સાંસ્કૃતિક વારસાથી અને તેમાં ય આપણી ભાષા અને આપણા …
‘જૂના જમાનામાં જીવનનો કબજો ધર્મે લીધો હતો. આજે એની જગ્યા સંસ્કૃતિને આપવામાં આવી છે. ધર્મનો હેતુ સૌથી પહેલાં જીવનશુદ્ધિનો હતો. સંસ્કૃતિનો હેતુ જીવનસમૃદ્ધિનો છે. સંસ્કૃતિનું વાયુમંડળ, એની આબોહવા તદ્દન ખુલ્લી હોય છે. સંસ્કૃતિમાં સંકુચિતતાને સ્થાન નથી હોતું. પણ જે લોકો માને છે કે સંસ્કૃતિ એટલે ગાનતાન, નાચતમાશા અને કવિઓના મુશાયરા, તેઓ એશઆરામના આશક બને છે અને પુરુષાર્થ ખોઈ બેસે છે. ધર્મમાં જે તેજ હતું તે સંસ્કૃતિમાં હજી પ્રગટ નથી થયું. જો માણસ જાતનો આપણે ઉદ્ધાર ચાહતા હોઈએ તો ધર્મનું તેજ, માનવતાની સંસ્કારિતા, ચારિત્ર્યનિષ્ટોની વીરતા અને મહેનત મજૂરીની નિષ્પાપતા એ બધી વસ્તુઓનો આપણે સમન્વય સાધવો જોઈએ. પ્રેમ અને તેજસ્વિતા, ત્યાગ અને …