Archives

Category Archive for: ‘ડાયસ્પોરા’

આજે (શનિવાર, 13 જુલાઈ 2013) આપણે આપણા એક દિગ્ગજ સાહિત્યકાર બળવંત નાયકની લાઈફ સેલિબ્રેટ કરવા સારુ અહીં એકત્રિત થયાં છીએ. આ અવસરના એક ભાગરૂપે એમના વિષે વક્તવ્ય આપવા સાહિત્ય અકાદમીએ મને આમંત્રિત કર્યો છે, તે બદલ અકાદમીના અધિકારીગણનો હું ઓશિઁગણ છું. આવડી મોટી સર્વોત્મુખી પ્રતિભાની અખિલાઈને પામવી અને તેની સમગ્રતયાને તેના યોગ્ય સંદર્ભમાં મૂકી આપવામાં …

(ડૉ. નટવર ગાંધીના, “સંધિ” સામયિકના અંક -૧૪, અૅપ્રિલ – જૂન ૨૦૧૦, પાનાં ૭૭-૮૪ પરે, પ્રકાશિત મૂળ અંગ્રેજી લેખ ‘Gujarati Diaspora Writing — A Call for Independence’નું ગુજરાતી રૂપાંતર. મૂળ અંગ્રેજી પરથી રૂપાંતરકાર : વિપુલ કલ્યાણી) દર સાલ, વસંત ઋતુમાં અને ઉનાળાની મોસમ વેળા, ભારતીય મુલાકાતીઓનું એક ખાસ પ્રકારનું જૂથ, યાયાવરી પંખીઓની જેમ, નિયમિતપણે, ઉત્તર અમેરિકાની …

‘જૂના જમાનામાં જીવનનો કબજો ધર્મે લીધો હતો. આજે એની જગ્યા સંસ્કૃતિને આપવામાં આવી છે. ધર્મનો હેતુ સૌથી પહેલાં જીવનશુદ્ધિનો હતો. સંસ્કૃતિનો હેતુ જીવનસમૃદ્ધિનો છે. સંસ્કૃતિનું વાયુમંડળ, એની આબોહવા તદ્દન ખુલ્લી હોય છે. સંસ્કૃતિમાં સંકુચિતતાને સ્થાન નથી હોતું. પણ જે લોકો માને છે કે સંસ્કૃતિ એટલે ગાનતાન, નાચતમાશા અને કવિઓના મુશાયરા, તેઓ એશઆરામના આશક બને છે …