ગુજરાતી સાહિત્ય અકાદમી
આયોજિત
‘વાર્તા–વર્તુળ‘
પ્રિય મિત્રો,
કુશળ હશો.
વૈશ્વક કોરોના વાયરસ મહામારીને કારણે આપણું સાથે બેસી વાતો કરવાનું સાવ અશક્ય તો નહિ પણ બહુ જ અઘરું બની ગયું છે. પણ ઓનલાઇન મળવું એકદમ હાથવગું છે.
વાસ્તે, વાર્તા વર્તુળની બેઠક ગુગલ મીટ દ્વારા ઓનલાઈન આયોજિત કરી છે.
આ બેઠકમાં અમદાવાદ સ્થિત ગુજરાતના સુપ્રસિદ્ધ વાર્તાકાર શ્રી રમેશ ર. દવેની વાર્તા માણવાનું, સમજવાનું ચર્ચવાનું અને એમની વાર્તા રચના પ્રક્રિયાને ધ્યાને લઇ વાર્તાકળાની વાત કરવા ધાર્યું છે.
વાર/તારીખઃ શનિવાર, 19 સપ્ટેમ્બર 2020
સમયઃ 14:00 (યુ.કે.) અને 18:30 (ભારત)
ફોર્મેટ: ગૂગલ મીટ (લિન્ક: https://meet.google.com/tkz-yjga-ytg)
નોંધઃ કોમ્પ્યુટર કે લેપટોપથી આપેલી લિન્ક પર ક્લિક કરીને Google Meetમાં સીધો પ્રવેશ મેળવી શકાશે, પરંતુ આઈપેડ કે મોબાઈલ ફોન જેવાં નાનાં સાધનો પર અગાઉથી Google Meet એપ ઈન્સ્ટોલ કરવાની ભલામણ કરીએ છીએ.
કાર્યક્રમ
આવકાર: શ્રી વિપુલ કલ્યાણી
વાર્તાકાર: શ્રી રમેશ ર. દવે
પ્રતિભાવ: આપણે સહુ
સમાપન: શ્રી અનિલ વ્યાસ
બેઠકની રૂપરેખા બિડેલા પત્રકમાં [ PDF ] આમેજ છે.
આપના સહયોગ થકી જ આપણે કાર્યક્રમ સરસ રીતે માણી શકીશું માટે અચૂક હાજર થવા હ્રદયપૂર્વક અંગત વિનંતિ.
અનિલ વ્યાસ (સંચાલક)
ભદ્રા વડગામા (સંયોજક)