હૅરો લાયબ્રેરી સર્વિસીઝના સહયોગથી આયોજિત ગુજરાતી સાહિત્ય અકાદમીની ફેબ્રુઆરી માસની બેઠક છે ‘વાર્તા-વર્તુળ’.
તારીખ: શનિવાર, 1ફેબ્રુઆરી 2014
સમય: બપોરના 2.00 થી 4.30 કલાક દરમિયાન
સ્થળ: વિલ્ડસ્ટોન લાયબ્રેરી, ૩૮-૪૦ હાઈ સ્ટ્રીટ, હૅરો, HA3 7AE
Wealdstone Library, 38-40 High St, Harrow, Middlesex HA3 7AE
Phone: 020 8420 9333
વાર્તા વર્તુળની ફેબ્રુઆરી 2014 ની બેઠકમાં આપણાં માનીતા વાર્તાકારો શ્રી ગુલાબ મિસ્ત્રી અને શ્રીમતી કુસુમ પોપટની વાર્તાઓ માણવાનું, સમજવાનું ચર્ચવાનું અને એમની વાર્તા રચના પ્રક્રિયાને ધ્યાને લઇ વાર્તાકળાની વાત કરવા ધાર્યું છે. આ બેઠક આપના સહયોગથી જ આપણે સરસ રીતે માણી શકીશું. ચર્ચા કરી શકીએ એ માટે વાર્તા વાંચી અચૂક હાજર રહેવા હ્રદયપૂર્વક અંગત વિનંતિ કરીએ છીએ.
કાર્યક્રમ
આવકાર: શ્રીમતી ભદ્રા વડગામા
સંચાલન: શ્રી વિપુલ કલ્યાણી
વાર્તા: શ્રીમતી કુસુમ પોપટ
પ્રતિભાવ: આપણે સહુ
વાર્તા: શ્રી ગુલાબ મિસ્ત્રી
પ્રતિભાવ: આપણે સહુ
દરેક રસિકજનને હાજર રહેવા અને ભાગ લેવા સહૃદય નિમંત્રણ. આગોતરા આભાર સહ,આપના દર્શનાભિલાષી,
અનિલભાઈ વ્યાસ (સંયોજક) અને ભદ્રાબહેન વડગામા (મહામંત્રી)
* * * * *
વાર્તા-વર્તુળ (ફેબ્રુઆરી 2014) બેઠકનો અહેવાલ: [ PDF ]