ઓટલો (શનિવાર, ૧ ઓક્ટોબર ૨૦૧૬)

હૅરો લાયબ્રેરી સર્વિસીઝ
અને
ગુજરાતી સાહિત્ય અકાદમીના
સહયોગથી આયોજિત

ઓટલો

(લેખિકા પ્રીતિ સેનગુપ્તા સાથે વાર્તાલાપ)

તારીખ: શનિવાર, ૧ ઓક્ટોબર ૨૦૧૬
બપોરે ૧૨.૦૦થી ૨.૦૦ કલાકે

વિલ્ડસ્ટોન લાયબ્રેરી
38-40 High Street, Wealdstone, Harrow HA3 7AE
020 3714 7725

ઓટલોની ૧ ઓક્ટોબર ૨૦૧૬ની બેઠકમાં ડાયાસ્પોરિક પ્રસિધ્ધ લેખિકા પ્રીતિ સેનગુપ્તા સાથે ધવલ સુધન્વા વ્યાસ વાર્તાલાપ કરશે. પ્રીતિબહેનને સાંભળવાનો આ સુયોગ આપ સૌ માટે રસપ્રદ નીવડશે એની ખાતરી છે.

આ રૂડો અવસર આપણે ઉમંગથી ઊમળકે વધાવીએ અને મિત્રો સહિત પધારી ચર્ચા જમાવીએ એવી આશા છે.

આ કાર્યક્રમ આપના સહયોગથી જ આપણે સરસ રીતે માણી, ચર્ચા કરી શકીશું. વાસ્તે, અચૂક હાજર રહેવા હ્રદયપૂર્વક અંગત વિનંતિ કરીએ છીએ.

ખાસ નોંધ: બદલાયેલા સમય (બપોરે ૧૨.૦૦થી ૨.૦૦ કલાક) તરફ આપનું ધ્યાન દોરીએ છીએ.

આગોતરા આભાર સહ

આપના દર્શનાભિલાષી
ધવલ સુધન્વા વ્યાસ (સંયોજક)   ભદ્રા વડગામા (Readers Group – Coordinator)