દશમી ભાષા – સાહિત્ય પરિષદ

યુનાઈટેડ કિંગ્ડમસ્થિત

ગુજરાતી સાહિત્ય અકાદમી

ઉજવે છે

દશમી ભાષા – સાહિત્ય પરિષદ

સાથી સહોદરો,

મીરાંબાઈનું એક સુપ્રસિદ્ધ પદ છે :

રામ રમકડું જડિયું રે, રાણાજી! મુને રામ રમકડું જડિયું.
રૂમઝુમ કરતું મારે મંદિરે પધાર્યું; નહિ કોઈના હાથે ઘડિયું.
મોટા મોટા મુનિજન મથી મથી થાક્યા, કોઈ વિરલાને હાથે ચડિયું રે.
સૂન રે શિખરના ઘાટથી ઉપર, અગમ અગોચર નામ પડિયું.
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર, મારું મન શામળિયાશું ભળિયું.

એમ પાંચ પાંચ દાયકાને ઓવારે, આપણે પણ ગાઈ ઊઠીએ છીએ : રૂમઝુમ કરતી આવી મળેલી આપણી આ અકાદમીને ય હવે સુવર્ણ જયંતીનાં મઘમઘતાં ફૂલ બેઠાં છે. … તો, આવો, પધારો, આપણે દરેક, સૌ આનંદીએ અને મહાલીએ.

ઉજવણીના પહેલા ચરણ રૂપે મોસ્કો માંહે અનુવાદ પર અનુવાદ આપનાર એક તપસ્વી ગુજરાતી વીરલા, અતુલ સવાણીનાં કામોને બિરદાવતાં બીરદાવતાં, એમના શતાબ્દી વર્ષ ટાંકણે, એમની સ્મૃતિમાં યોજાતી દશમી ભાષા-સાહિત્ય પરિષદમાં હાજર રહેવા તમને ઉમંગે નોતરીએ છીએ. સમૂળગા અવસરનું સમયપત્રક સાથે બીડાણમાં છે.

વર્ચ્યુઅલ બેઠકો માટેની ઝૂમ લિંક આ મુજબ છે :

https://us06web.zoom.us/j/85881612782 (Meeting ID: 858 8161 2782)

પધારજો … આનંદજો … માણજો …

મહામંત્રી અને પ્રમુખ,
ગુજરાતી સાહિત્ય અકાદમી

આમંત્રણ પત્રિકા બિડેલા પત્રકમાં  [ PDF ] આમેજ છે.

નોંધઃ ટેક્નોલૉજીની મર્યાદાને કારણે વહેલાં તે પહેલાંના ધોરણે પ્રથમ 100 સભ્યો જોડાઈ શકશે. વેળાસર તમારી જગ્યા અંકે કરી લેવા અનુરોધ કરીએ છીએ.