૧. ઉદ્દઘાટન અને પહેલી બેઠક (શનિવાર, 1 ઑગસ્ટ 2026)
પ્રિય સાહિત્યપ્રેમી મિત્રો, આદરણીય ઉપસ્થિત મહાનુભાવો .. આ ક્ષણે મારી સામે સ્ક્રીન શૉટમાં એક દૃશ્ય આવે છે. ગોકુળનું ફળિયું … ટીપાયેલી માટીની ભોંય અને મા યશોદાનો સાડલો પકડી ફરિયાદ કરતા બલરામજી …. ‘મા, જુઓ આ કનૈયો માટી ખાય છે.’ યશોદામા સ્હેજ ગુસ્સાભર્યા ચહેરે કૃષ્ણનો ચ્હેરો પકડી કહે છે, કેમ કનેયા? તેં માટી ખાધી છે? … મોં ઉઘાડ કાના …. મોહન મોઢું ખોલે છે, ત્યારે માટી નહીં સમગ્ર બ્રહ્માંડ માની આંખોમાં છે …. કેમેરો સ્થિર થઈ જાય છે; જાણે, નાનામાં નાનું કાર્ય પણ અંદરથી વિશ્વ જેટલું વિશાળ હોય! હું યુનાઇટેડ કિંગડમમાં ગુર્જરતી ભાષા–સાહિત્યની પચાસ વર્ષની યાત્રાના બ્રહ્માંડમાં પ્રવેશું છું … એમાં અકાદમી, એની વિવિધ પ્રવૃત્તિઓ …… એક વર્ગ, એક કવિતા, એક પરિષદ, એક પુસ્તક — મળીને એક સંપૂર્ણ સંસ્કૃતિનો વારસો આ બ્રહ્માંડમાં જળવાઈ રહ્યો છે. આ કૃષ્ણમુખ દર્શન સમી દશમી ભાષા–સાહિત્ય પરિષદના આ સુવર્ણ પ્રસંગે આપ સૌને હાર્દિક અભિવાદન. આજે આ પરિષદના મંચ પરથી મારા ગુરુવર્ય અને માર્ગદર્શક આદરણીય શ્રી સુમન શાહના સ્થાને બેસવાનુ સદ્ભાગ્ય મળ્યુ છે, એનાથી વિશેષ સન્માન કયું? સુમનભાઇના સ્થાને ઊભા રહેવું સરળ નથી, પરંતુ એમની પરંપરાને માન આપવાનો બને એટલો પ્રયાસ કરીશ.. ૧૯૭૭માં તે સમયના આગેવાન સાહિત્યકારોએ વિપુલભાઇ, યોગેશભાઇ, ડાહ્યાભાઇ પટેલ આદિએ એક સ્વતંત્ર સંસ્થાની કલ્પના કરી, જે વિદેશમાં વસતા ગુજરાતીઓને ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિ સાથે જોડીને રાખે. આ સહુના નેતૃત્વ હેઠળ ગુજરાતી સાહિત્ય અકાદમી (યુ.કે.) માત્ર બ્રિટન પૂરતી મર્યાદિત રહી નહીં; તે ભારત, પૂર્વ આફ્રિકા, અમેરિકા અને યુરોપના ગુજરાતી સર્જકોને જોડતી એક મહત્ત્વપૂર્ણ સંસ્થા બની. અકાદેમીના મુખ્ય હેતુઓ સ્પષ્ટ હતા: * બ્રિટનમાં ગુજરાતી ભાષા અને સાહિત્યનો વિકાસ કરવો. વર્ષો દરમિયાન અકાદમીએ કાવ્યગોષ્ઠિઓ, વ્યાખ્યાનો, પુસ્તક વિમોચન, લેખક–વાચક સંવાદ, પરિસંવાદો અને પ્રકાશન પ્રવૃત્તિઓ દ્વારા ગુજરાતી ભાષાને જીવંત રાખી. ગુજરાતી ભાષા શાળાઓ અને GCSEનો ઐતિહાસિક ફાળો અકાદેમીના પ્રારંભિક વર્ષોમાં એક મોટું કાર્ય હતું — યુ.કે.ની શાળાઓમાં ગુજરાતી ભણાવવાનું મજબૂત આધાર બનાવવો. 1970–1990 દરમિયાન અનેક સમુદાય આધારિત ગુજરાતી શાળાઓ શરૂ થઈ — જ્યાં શનિવાર–રવિવારે બાળકોને વાંચન–લેખન શીખવવામાં આવતું. અકાદેમી આ શાળાઓને પાઠ્યક્રમ, શિક્ષક સહાય અને માર્ગદર્શન આપતી. આ પ્રયત્નોનો પરિણામ એ થયો કે Gujarati GCSE યુ.કે.ના શિક્ષણ તંત્રમાં સ્થાન પામ્યું. Gujarati GCSE શરૂ થવાથી ગુજરાતી ભાષાને શૈક્ષણિક માન્યતા મળી — અને માતૃભાષા “ઘરગથ્થું ભાષા”માંથી “શૈક્ષણિક વિષય” બની. આ યાત્રામાં અકાદેમી માર્ગદર્શક તરીકે ઊભી રહી — વિદ્યાર્થીઓને તૈયાર કરીને, શાળાના શિક્ષકોને માર્ગદર્શન, મદદ આપીને સમુદાયિક શાળાઓને મજબૂત બનાવી. આ ભગીરથ કાર્યની કલ્પના કરતાં ય મારું અસ્તિત્વ થથરે છે. ૩. મારી જોડાણની શરૂઆત — ૨૦૦૫ મારી અકાદેમી સાથેની યાત્રા ૨૦૦૫માં શરૂ થઈ. જોડાયા પછી મને સમજાયું કે અહીં માત્ર સાહિત્ય નથી, અહીં અનુસંધાન છે, સંવાદ છે અને ગુજરાતી ભાષાના જતન, સંમાર્જન અને સંવર્ધનની પરંપરા છે.. ૨૦૦૫ સુધી અકાદેમીનો ભાર મુખ્યત્વે ભાષા–સંરક્ષણ ને વિકાસ પર હતો. પરંતુ ક્રમશ: અકાદમી માત્ર ભાષા–જતન પૂરતી મર્યાદિત ન રહેતાં તે પ્રવાસી ગુજરાતી સાહિત્ય એટલે કે ડાયસ્પોરાને સ્વતંત્ર સાહિત્યપ્રવાહની ઓળખ સ્થાપિત કરવા કટિબદ્ધ બની. ૨૦૧૮માં બ્રિટનમાં ગુજરાતી સાહિત્યના ચાલીસ વર્ષ પૂર્ણ થતાં યોજાયેલ પરિસંવાદ અને તેનો ગ્રંથ ‘ચાલીસીએ ઓચ્છવ’ — આ દિશામાં એક સીમાચિહ્નરૂપ ઘટના હતી. આ ગ્રંથમાં બ્રિટિશ ગુજરાતી કવિતા, વાર્તા, નવલકથા, નિબંધ વગેરેનું સંશોધનાત્મક મૂલ્યાંકન થયું. વિદેશમાં સર્જાતું ગુજરાતી સાહિત્ય મુખ્ય પ્રવાહની બહાર ગણાતું. અકાદમીની સીમાચિહ્ન સિદ્ધિ એ કે, આપણે તળ ગુજરાતની સાહિત્યિક સંસ્થાઓ ને સાહિત્યકારોને જાગ્રત કરી શક્યા કે બ્રિટનમાં અને વિદેશમાં સર્જાતું ગુજરાતી સાહિત્ય સમગ્ર ગુજરાતી સાહિત્યનો અભિન્ન હિસ્સો છે. ૨૦૦૫ પછી અકાદમીએ કાવ્યસંગ્રહો, વિવેચનગ્રંથો, અનુવાદો, સંશોધનગ્રંથો, સંમેલનગ્રંથો વગેરે પ્રકાશિત કર્યા. ૨૦૨૨માં નોબેલ વિજેતાઓના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રકાશિત કરીને વિશ્વસાહિત્ય અને ગુજરાતી વાચકો વચ્ચે સેતુ રચ્યો. ભારત, પૂર્વ આફ્રિકા, અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા — વિશ્વભરના ગુજરાતી સર્જકોને એક મંચ પર લાવવાનું કાર્ય અકાદમીએ કર્યું. ડિજિટલ યુગમાં પ્રવેશ ૨૦૨૦ પછી અકાદમીએ વેબસાઇટ, વીડિયો વ્યાખ્યાનો, ઓનલાઈન કાવ્યગોષ્ઠિઓ દ્વારા પોતાની પહોંચ વિશ્વવ્યાપી બનાવી. આ ક્ષણે મને, વ્યક્તિગત યાત્રાના બે પડાવ યાદ આવે છે. ક્રોયડનમાં યોજાયેલી પરિષદ મારી માટે એક માર્ગદર્શક ક્ષણ હતી. વિદેશની ધરતી પર ગુજરાતી ભાષા સબંધે આવી ઊંડા ચર્ચાઓ સાંભળીને મને પહેલી વાર લાગ્યું: અકાદેમી માત્ર કાર્યક્રમો નથી કરતી, અકાદેમી ભાષા અને સમાજ ઘડતરનો સોજ્જો ઉજમ લઇને ચાલે છે. અનુવાદ, આધુનિક પ્રવાહો, પ્રવાસી સાહિત્યના પડકારો ને યુવાનો અને નવી પેઢીમાં ગુજરાતીનો ધબકાર… આ ચર્ચાઓએ મને અકાદેમીના સાહિત્ય ને સર્જનના વહેણની દિશા સમજાવી. બીજી પરિષદ મનુભાઈ પંચોળી ‘દર્શક’ અંગે હતી. મનુભાઈનું વ્યક્તિત્વ, તેમની દૃષ્ટિ, અને ગુજરાતી ભાષા માટેની તેમની અડગ પ્રતિબદ્ધતા — આ બધું સાંભળીને મને એક જ વિચાર આવ્યો: “સાહિત્ય માત્ર લખાણ નથી, એ તો જીવન જીવવાની રીત છે.” આ પરિષદે મને અકાદેમીની ઊંડાઈ સમજાવી — અહીં માત્ર લેખકોની ચર્ચા નથી થતી, એમના સર્જન ને વિચારધારાઓનું પરીશીલન – સમાર્જન થાય છે. જેમ આહૂતેય યજ્ઞનો પવિત્ર ધુમ ઉઠે, જે અનિષ્ટને દૂર કરીને વાતાવરણને શુદ્ધ કરે છે એમ વિદેશની ધરતી પર ગુજરાતી ભાષાનું રક્ષણ, સંવર્ધન અને સંસ્કૃતિ–સંસ્કાર જીવંત રાખવાનો યજ્ઞ અકાદેમીના સતત પ્રયત્નોથી અવિરત પ્રગટતો રહ્યો છે.” આજે આ મંચ પરથી એક નરમ ભાવ મનમાં જાગે છે : વિદેશમાં ગુજરાતી ભાષા જીવંત છે, તેના માટે લોકો કામ કરે છે, અને હું એ યાત્રાનો એક નાનો પ્રવાસી છું. સુમનભાઈ હાજર હોત તો એમણે ચોક્કસ કહ્યું હોત…. “અકાદેમી એ પરંપરા છે — અને પરંપરા વ્યક્તિથી મોટી હોય છે.” આ પરિષદ એ પરંપરાનો ઉત્સવ છે. ચાલો, આ પરિષદને વિચાર, સંવાદ અને સર્જનનો ઉત્સવ બનાવીએ. આ આપણા મનની માટી સાથેનો અખંડ સંબંધ છે. આભાર. (ગુજરાતી લિટરરી અકાદમી ઓવ યુનાઇટેડ કિંગડમની સુવર્ણજયંતી નિમિત્તે, દસમી ભાષા સાહિત્ય પરિષદ, બેઠક-૧; ઓગસ્ટ ૧, ૨૦૨૬) વડીલો અને મિત્રો, સૌ પ્રથમ, મને અહીં આ દસમી ભાષા સાહિત્ય પરિષદમાં સ્થાન આપવા બદલ ગુજરાતી લિટરરી અકાદમી ઓવ યુનાઇટેડ કિંગડમનો આભાર. ગુજરાતી લિટરરી અકાદમી ઓવ યુનાઇટેડ કિંગડમની સુવર્ણજયંતી નિમિત્તે આ મહત્ત્વપૂર્ણ આયોજન કરવા બદલ આયોજકોને અભિનંદન. આયોજકોએ આ પરિષદને યોગ્ય રીતે જ ગુજરાતી ભાષાના મહત્ત્વપૂર્ણ કસબી, અનુવાદક અતુલ સવાણીની જન્મશતાબ્દીની સાથે જોડીને આજની આ અનુવાદકેન્દ્રી બેઠકને સાર્થક બનાવી છે. આજનો વિષય છે : ‘ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા’. આયોજકોએ અહીં સાહિત્ય અને અનુવાદને જોડાજોડ બેસાડ્યા છે – આ મુદ્દો બહુ મહત્ત્વનો છે. અહીં અનુવાદ અંગેની શાસ્ત્રોક્ત વિભાવનાઓ વિશે વાત કરવાને બદલે, હું મારા અનુવાદકાર્યના અનુભવો તેમ જ અન્ય સહકર્મીઓ સાથેની વાતચીતના આધારે મારી વાત રજૂ કરવાની છું. આજથી લગભગ ત્રીસેક વર્ષ પહેલા વડીલ, અદમ ટંકારવીના સૂચનથી મેં મારું ધ્યાન અનુવાદ કરવા પર કેન્દ્રિત કર્યું. મેં મોટા ભાગે અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદો કર્યા છે, જૂજ અનુવાદો હિન્દી કે અંગ્રેજીમાં કર્યા છે. સાવ નાની વયથી મારા ડેડી, બાલકૃષ્ણ દવેના ખોળામાં બેસીને હીંચકા પર ઝૂલતાં-ઝૂલતાં સંસ્કૃત શ્લોકો અને સાથેસાથે જ એ બધાના સરળ ગુજરાતીમાં અનુવાદ સાંભળ્યાનું સ્મરણ છે. પ્રાથમિક શાળાની સાહિત્યસભામાં દર અઠવાડિયે, અમારા વિદ્વાન આચાર્ય મધુસૂદનભાઈ વૈદ્ય ચાર્લ્સ ડિકન્સની Great Expectationsનો અનુવાદ કરીને લાવતા અને એનું ભાવવાહી પઠન કરતા, અને અમે સૌ બાળકો એમની આંગળી ઝાલીને એ કથામાંના પીપની સાથે ઇંગ્લેન્ડની ઓગણીસમી સદીની ગલીઓમાં રમવા નીકળી પડતાં. ત્યાર બાદ મૂળશંકર મો. ભટ્ટ અને એવા કેટલા ય અનુવાદકોના નામોની યાદી આપી શકાય. આ બધાના પુરુષાર્થને કારણે જ વિશ્વસાહિત્યની દુનિયા સાથે મારો પ્રાથમિક પરિચય કેળવાયો. અને સમજાવા લાગ્યું કે, કોઈ એક વ્યક્તિ અમુક-તમુક ભાષાથી પરિચિત હોય, પણ અન્ય ભાષાઓ સાથે સાંસ્કૃતિક રીતે પરિચય બાંધવા માટે અનુવાદ જરૂરી બને છે. એક કૃતિને કોઈ એક ભાષામાંથી અન્ય ભાષામાં લઈ જવાની પ્રક્રિયામાં અનુવાદકનો સિંહફાળો હોય છે. એક ભાષાથી બીજી ભાષા સુધી પહોંચતા કૃતિ પાતળી ન પડી જાય એ જોવાની જવાબદારી અનુવાદકની. અનુવાદ ન હોય તો આપણને પરિચિત એવી ભાષા સિવાયની અન્ય ભાષાઓમાં રચાયેલા ઉત્તમ સાહિત્યથી વંચિત રહી જવાય. વિશ્વની અન્ય ભાષાઓમાંથી અંગ્રેજીમાં થયેલ અનુવાદ પર આધાર રાખીને હું ગુજરાતીમાં અનુવાદ કરું, એટલે મારે મૂળ લેખક કરતાં વધુ વિશ્વાસ અંગ્રેજી ભાષાના અનુવાદકની પહોંચ, સમજણ પર રાખવાનો આવે. આવા સમયે હું એ જ કૃતિના એકથી વધુ અંગ્રેજી અનુવાદો વાંચવાનો આગ્રહ રાખું. એક જ કૃતિના એકથી વધુ પાઠાંતરો વાંચ્યા પછી, એમાંથી એકની આખરી પસંદગી કર્યા પછી, એની લઢણ મુજબ અનુવાદ કરવાની શરૂઆત કરું. સૌ પહેલા તો પુન:વાંચન કરવાથી એ જ કૃતિના અવનવા અર્થો ઉઘડે. અહીં એક ઉદાહરણ ટાંકું: મેં એક વાર્તા, ‘ગોગોલની પત્ની’નો અનુવાદ કર્યો છે, જે બાબુભાઈ સુથારના તંત્રીપદ હેઠળ બહાર પડતા ‘ઊહાપોહ-૨’ સામયિકમાં છપાયેલ. વાર્તાના શીર્ષક પરથી વાચકનો એવો ખ્યાલ બંધાય કે પ્રખ્યાત રશિયન લેખક, નિકોલાઈ ગોગોલની પત્ની વિશે આ વાર્તા હોવી જોઈએ. જ્યારે હકીકતમાં આ વાર્તા ગોગોલની કૃતિઓના પ્રખર અભ્યાસુ, ઇટાલિયન લેખક, તોમાસો લેન્ડોલ્ફીએ લખી છે. એમણે ગોગોલની કૃતિઓને ફુગ્ગાના સ્વરૂપમાં કલ્પીને, પછી એ ફુગ્ગાને એની પત્નીનું રૂપક આપીને ગજબ અંદાજમાં આ વાર્તા લખી છે. અનુવાદકને જો આ મૂળ કૃતિ જ ન સમજાય, તો બહુ મોટી અક્ષમ્ય ગેરસમજ સર્જાવાનો ભય રહે છે. આમ વિવિધ વિષયો, વિવિધ કથનશૈલીઓથી પરિચિત થયા બાદ અનુવાદકે એક ભાષાના પાટેથી બીજી ભાષાના પાટે ચડાવીને અંતે તો સર્ક્યુલર રૂટની જેમ એ અનૂદિત કૃતિને એની સઘળી અર્થચ્છાયાઓ સહિત હેમખેમ એના મૂળ મુકામે પહોંચાડવાની ફરજ અદા કરવી પડે છે. અહીં મૂળ કૃતિની ઉજ્જવળ જ્વાળાઓમાંથી અનુવાદને સુપેરે બહાર લાવવાનો હોય છે. એક સારો અનુવાદ સાંસ્કૃતિક સેતુ રચીને સમગ્ર વિશ્વના માનવોને લાગણીસંબંધથી જોડી શકે એવું હું માનું છું. અનુવાદક પાસેથી વૈચારિક ઉઘાડની અપેક્ષા રાખવામાં આવતી હોય છે, જે એ કૃતિને મચડ્યા વિના, એનો રસળતો અનુવાદ કરીને વાચકના હાથમાં જ્યારે મૂકે છે, ત્યારે વાચકને જાણે એ મૂળ કૃતિ જ પોતાની ભાષામાં વાંચતો હોય એવી ભાવના થાય, તો એ અનુવાદકની સફળતા ગણાય. હું અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ કરું ત્યારે source language, અંગ્રેજીમાંના ideoms અને intricaciesથી ભરપૂર એવા અંગ્રેજીને ભેદીને એમાંના વિચારોને આત્મસાત કરીને target language, ગુજરાતીમાં જે તે કૃતિને અનુદિત કરવાનું કામ મને હંમેશાં પડકાર-ભરેલું લાગ્યું છે. મને ગદ્ય કરતાં પદ્યના અનુવાદનું કામ વધારે પડકારરૂપ ભાસે. મેં ‘નારીવાદ પુન:વિચાર’ પુસ્તક સંદર્ભે કમલા દાસની અને ‘સાહિત્યત્વ’ પુસ્તક સંદર્ભે નોબેલ પારિતોષિક વિજેતા ડેરેક વોલ્કોટની કવિતાઓના અનુવાદ કરતી વખતે, જે તે સર્જકની સ્ટાઇલ સમજવા માટે, તેઓની અન્ય કૃતિઓના અભ્યાસ પણ કર્યા છે. અંગતપણે મને પડકાર ઝીલીને હંફાવી દે એવા અનુવાદો કરવામાં વધારે રસ પડે છે. કેટલા ય શબ્દકોશો ઉથલાવ્યા બાદ જ્યારે એક જ શબ્દના ઘણાં વિકલ્પો સામે હોય ત્યારે સ્થળ, કાળ, સામાજિક, સાંસ્કૃતિક પરિવેશ જેવા અન્ય મુદ્દાઓને ધ્યાનમાં રાખીને અનુવાદક કયો શબ્દ ઉપાડે છે, એ કૃતિના અંતિમ સ્વરૂપની ગુણવત્તાને આકાર આપવા માટે ખૂબ મહત્ત્વનું બની જાય છે. અહીં હું એક અંગત ઉદાહરણ આપવા માંગું છું. એન્ટન ચેખવની વાર્તા, ‘Sorrow’નો મેં ગુજરાતીમાં અનુવાદ કર્યો. આખી વાર્તા તૈયાર પણ શીર્ષક ‘જામે’ નહીં. આમ તો ‘sorrow’ શબ્દ સાવ સામાન્ય વપરાશનો શબ્દ છે, અને એના ગુજરાતીમાં વૈકલ્પિક શબ્દો ય ઘણાં છે. પણ જ્યારે આખી વાર્તા વાંચીએ ત્યારે દુઃખ, હતાશા, નિરાશા જેવા શબ્દો ટૂંકા પડે. આખરે ઘણી મથામણ પછી ‘વલોપાત’ સૂઝ્યું. અહીં એક આડવાત કરી લઉં – આ વાર્તા તંત્રીશ્રી કિરીટભાઈ દૂધાતે ‘પરબ’ સામયિક માટે સ્વીકારી અને એ વાર્તા ‘વલોપાત’ શીર્ષક હેઠળ જ ‘છપાઈ. એ છપાયા બાદ આપણા સમર્થ અનુવાદક શરીફાબહેન વીજળીવાળા સાથે વાત થઈ ત્યારે ખબર પડી કે એમણે ચેખવની એક અન્ય વાર્તા, ‘Lament’નો વલોપાત શીર્ષક હેઠળ અનુવાદ કરેલ, જે અગાઉ ‘સમીપે’ સામયિકમાં છપાયેલ. આવા અનુભવ ઘણી વાર થાય છે કે મૌલિક સર્જનની જેમ અનુવાદને પણ નક્કર, કસદાર બનાવવા માટે પુન:લેખન કરતા જઈને એને મઠારતાં રહેવું પડે, અહીં અનુવાદકની પ્રતિબદ્ધતા ખૂબ જરૂરી બની જાય છે. હું ઘણી નસીબદાર છું, મને બે સ્તરે ઝીણું કાંતનારા તંત્રીઓ મળ્યા છે. એક તો In-house તંત્રી, મારા જીવનસાથી શૈલેશ – જે મારા પહેલા ડ્રાફ્ટને નિષ્પક્ષ, નિર્દય થઈને કાળજીપૂર્વક તપાસે. ત્યાર બાદ બીજો ડ્રાફ્ટ કરું, જે કિરીટભાઈ દૂધાત અને બાબુભાઈ સુથાર જેવા ધુરંધર તંત્રીઓની નજર તળેથી પસાર થાય. કેટલી ય વાર એમ પણ બને કે દરેક સુઝાવ સાથે સહમત ન પણ થવાય, પણ જ્યારે અનુદિત કૃતિની ગુણવત્તા એ જ મારે મન સર્વોપરી ધ્યેય હોય, ત્યારે આ બધું જ મારા માટે શક્ય બને. ક્યારેક અન્ય પડકાર પણ ઊભા થાય – મૂળ કૃતિની જ વાત કરીએ, તો મૂળ કૃતિના દરેક મુદ્દા કે વિચાર સાથે અનુવાદક સંપૂર્ણપણે સહમત ન પણ થાય. મેં અનુવાદ શરૂ કર્યા, એના થોડાક જ સમયમાં એક વાર્તાસંગ્રહના અનુવાદનું કામ હાથ પર લીધું હતું, એમાં આપણી પ્રચલિત દંતકથાઓને સાંપ્રત સમસ્યાઓ સાથે જોડીને નારીવાદી તેમ જ સમલૈંગિક દૃષ્ટિકોણથી એ કથાઓની પુન: રજૂઆત કરવામાં આવી હતી. એમાંના અમુક વિચારો ધરમૂળથી જ મગજમાં ન બેસે. અને હા, અનુવાદકે તો પાછું ‘જ્યોં કી ત્યોં ધર દીની’ કરવાનું હોય – કોઈ પણ ઉમેરણ કે કતરણ વિના – મૂળ કૃતિનો સૂર જાળવવાનો જ હોય – આવા સમયે આ પડકાર વધુ મોટો બની જાય. ક્યારેક અમુક-તમુક રાજકીય કે ધાર્મિક વિચારધારાઓ સાથે ય સહમત ન થવાય. આવા સમયે અનુવાદક તરીકે પાછી પાની કરવી? અનુવાદકે વ્યક્તિગત રીતે એ બધા સાથે સહમત થવું કેટલું જરૂરી? કેટલું ભાવાનુવાદ તરીકે સ્વીકારાય? અને કેટલું અનુવાદ તરીકે સ્વીકારાય? અનુવાદક કેટલી અને કેવી છૂટછાટ લઈ શકે? એવા સવાલો ઊભા થતાં. એ સમયે મેં એ વાર્તાસંગ્રહમાંની અમુક વાર્તાઓ સમૂળગી છોડી દીધેલી, પણ એ જ વાર્તાઓના અનુવાદો આજે, મારી આજની સમજ મુજબ હું આસાનીથી હાથ પર લઈ શકું. સૈદ્ધાંતિક રીતે, મારી અંગત બોલચાલની ભાષામાં હું ભલે અમુક શબ્દોનો વપરાશ ન કરતી હોઉં પણ આજે જો મૂળ લેખકે અંગ્રેજી વાર્તામાં એક અશ્વેત વ્યક્તિ માટે ‘Nigger’ શબ્દ વાપર્યો હોય, તો આજે મારા અનુવાદમાં એ શબ્દને માટે હું ‘કલ્લુ’ કે ‘કાળિયો’ શબ્દ વાપરતા અચકાઉં નહીં. સમય જતાં, વધુ સમજ આવતાં, અનુવાદનું રાજકારણ સમજીને મૂળ લેખકની ભાષાનું સ્તર જાળવવા માટે આ હવે મારા માટે શક્ય બન્યું છે. જો કે કોઈ કૃતિનો અનુવાદ કરીને, અનુસર્જન કરીને નવો ઘાટ ઘડવામાં કૃતિનો અંગમરોડ ન થઈ જાય એની જાગૃતિ અત્યંત જરૂરી બની જાય. અહીં એક રમૂજી ઉદાહરણ ટાંકવાનો મોહ જતો નહીં જ કરી શકું. અમે શાળામાં સંસ્કૃત ભણતા ત્યારે સુભાષિતો શીખવાની ખૂબ મજા આવતી. એક દિવસ ‘ઘૃષ્ટમ ઘૃષ્ટમ પુનરપિ પુન: ચંદનમ ચારૂગંધમ…’ વાળું સુભાષિત આવ્યું. આનો અર્થ એ થાય છે કે, ચંદનને વારંવાર ઘસવા છતાં ય, એ પોતાનો મૂળ ગુણ છોડતું નથી અને એમાંથી સુગંધ જ આવે છે. જો કે, એક ચબરાક બહેનપણીએ અન્ય મિત્રને ઝપટમાં લેતાં આ સુભાષિતનો શીઘ્ર અનુવાદ આ પ્રમાણે કર્યો હતો: ‘વારંવાર ઘસી ઘસીને ચંદનથી નાહવા છતાં ય ચારુ ગંધાય છે…’, બોલો! આ તો બાળપણની ઠઠ્ઠામશ્કરીની વાત થઈ, પણ આ જ રીતે કેટલી ય વાર આપણે ઉત્તમ કૃતિઓના રકાસ થઈ જતા જોયા છે. બે ભાષા માત્ર ‘આવડે’ એટલે અનુવાદ કરવાનો ગૃહઉદ્યોગ ચાલુ કરવો ખતરનાક નીવડી શકે. શબ્દો સાથેનો પરિચય, શબ્દોની ગોઠવણ, ઉતાવળે, અરધી સમજમાં કરવામાં આવેલ અનુવાદો, પાયાના વ્યાકરણની સમજનો અભાવ – આ બધી વાતે કૃતિનું ખૂન થઈ જતા વાર નથી લાગતી. અહીં આપણે ગુજરાતીમાં અનુવાદ થયા છે એની પર જ ધ્યાન કેન્દ્રિત કરીને વાત કરીએ છીએ, એટલે એક સંસ્કૃતિની મૂળ ભાષામાંથી જ્યારે બીજી સંસ્કૃતિની અંગ્રેજી ભાષામાં અનુવાદ થાય, અને ત્યાર બાદ એ ગુજરાતીમાં આવે, ત્યારે સામાન્ય બુદ્ધિ અને તર્ક વાપરીને એ અનુવાદની ભાષા ગુજરાતી બને એ ખૂબ જરૂરી છે. અતુલ સવાણીએ ટોલ્સટોયની રશિયન વાર્તા, ‘Kholstomer: The story of a Horse’નો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. આ વાર્તાનો અંગ્રેજી અનુવાદ ‘Strider’ શીર્ષક હેઠળ થયેલ. ‘stride’ એટલે કે ડાંફ, એક પગલું. અતુલભાઈ ‘ખોલસ્તોમર: એક ઘોડાની વાર્તા’, એ શીર્ષક પર અટકી જઈ શક્યા હોત. આ ઘોડાની વિશિષ્ટતા એની stride, એની ડાંફમાં છે – એ લગભગ એક ગજ જેટલી લાંબી ડાંફ ભરે છે. અને એટલે જ આપણા ગુજરાતી અનુવાદક એ વાર્તાનું શીર્ષક બાંધે છે: ‘ગજિયો’. ભગવદ્ ગોમંડળમાં ‘ગજિયો’ શબ્દનો એક અર્થ છે: ‘ગજના માપનો ધાતુનો સળિયો’. એ શબ્દનો અન્ય એક અર્થ પણ આપેલ છે: ‘શિશ્ન, પુરુષની જનનેન્દ્રિય’. આખી વાર્તા વાંચીને ઘોડાના જીવન દરમિયાનના એના વીરત્વને દર્શાવવા અનુવાદકને આ બીજો અર્થ પણ અભિપ્રેત હોય અને એમણે આ શીર્ષક પસંદ કર્યું હોય એવી સંભાવના છે. આમ અનુવાદક સ્થળકાળને ય ઉજાગર કરવાનું કામ કરતા જાય છે. સારા અનુવાદો કરવા માટે કેટલી ચોકસાઈ, કેટલી મહેનત કરવી પડે છે – ત્યારે એમના નામની આજ સુધી ઉજવણીઓ થાય છે. અનુવાદકના શબ્દોની પસંદગી, એની કારીગરી કૃતિનો ઉત્કૃષ્ટ ઘાટ ઘડી આપે છે. અંગ્રેજી ભાષામાં ઘણા જૂના શબ્દો વટથી વપરાતા રહે છે, જ્યારે ગુજરાતી ભાષામાં ઘણા શબ્દો વણવપરાયેલા પડ્યા રહ્યા છે. આ જોતા એમ લાગે કે, શું અનુવાદકની અમુક શબ્દો વાપરવા માટે હિંમત ઓછી પડે છે? કે પછી એ વાચકની સમજને ઊણી ગણે છે? આપણી ભાષાના વિદ્વાન લેખક, અનુવાદક, અમૃત ગંગર કહે છે, ‘વાચક આકારહીન છે, એના વિશે હું જાણતો નથી. મારી નિષ્ઠાનું કેન્દ્ર મારી કૃતિ છે, અને એ જ મને અનુવાદની પ્રક્રિયામાં પૂર્વનિર્ધારિત થતા બચાવે છે.’ આ વાત સાથે હું સંપૂર્ણપણે સહમત થાઉં છું. ‘નારીવાદ: પુનર્વિચાર’ પુસ્તકમાં મેં કેટલા ય એવા અસામાન્ય, અઘરા ગણાય એવા શબ્દોનો પ્રયોગ કરેલ, જે મૂળ લેખનની ભાષાના સ્તરની સમકક્ષ ઊભા રહી શકે એવા હતા. અનુવાદક થોડી મહેનત કરે તો સ-રસ અનુસર્જન બને. ઝવેરચંદ મેઘાણી અને સ્વામી આનંદને આ સંદર્ભે યાદ કરવા જ પડે. સ્વામી આનંદે તો કેટલાં ય શબ્દો જાતે બનાવ્યા હોવાના દાખલા છે. અર્નેસ્ટ હેમિંગ્વેની ‘ઓલ્ડ મેન એન્ડ ધ સી’ ને સ્વામીજીએ ‘માછીભાભો અને મે’રામણ’ બનાવીને ગુજરાતી વાચકો સમક્ષ મૂકી આપી છે. દરેક ભાષાની લખવાની, વાંચવાની, બોલવાની વિશિષ્ટતાઓને કારણે, ઘણી વાર એ ય મુદ્દો ઉભો થાય કે જ્યારે આપણે ગુજરાતીમાં લખીએ ત્યારે કેવી રીતે લખવું? મારા રોજબરોજના કામ પર દેશવિદેશના સહકર્મીઓ સાથે હોવાને લીધે ક્યારેક અમુક-તમુક શબ્દોના ઉચ્ચારોની ચોક્કસાઈ કરી શકાય. પણ એક જ શબ્દના જુદા-જુદા ઉચ્ચારો થઈ શકે, એને કઈ રીતે માન્ય ગણવા? ઉદાહરણ તરીકે, લિયો કે લેવ, ટોલ્સટોય કે તોલ્સતોય? ગટે, ગથે કે ગ્યુથે? વળી એક અંગત ઉદાહરણ આપું: સીખ ધર્મ કે શીખ ધર્મ લખવું? અંગ્રેજીમાં એને ‘સીખ’ કહેવાય છે, જ્યારે વિશ્વકોશ ‘શીખ’ કહે છે. હું જ્યારે કેનેડામાં બેસીને અનુવાદ કરું, એનું કોપી એડિટિંગ વિશ્વમાં અન્યત્ર બીજે ઠેકાણે થાય, અને ફેરફાર કરવાના આવે તો અંતિમ કયો અને કોનો નિર્ણય શિરોમાન્ય રાખવો જોઈએ? અનુવાદકે મૂળ લેખકની ભાષા, અને એની પ્રવાહિતા જાળવવી ખૂબ જરૂરી. નહીંતર અનુવાદ ખોટકાય અને ખટકે. અહીં વિશ્વકક્ષાના ઇન્ટરનેશનલ બુકર ઇનામને યાદ કરી લઈને એક ખૂબ મહત્ત્વનો મુદ્દો ધ્યાન પર લેવો જરૂરી છે. આ ઇનામની રોકડ રકમ મૂળ લેખક અને અનુવાદકને સરખા ભાગે વહેંચીને, અનુવાદકને સાચા અર્થમાં મૂળ લેખકની જોડાજોડ સ્થાપવામાં આવે છે. સારા અનુવાદોને આ રીતે પોંખવા અત્યંત જરૂરી છે – અનુવાદકનું નામ છેલ્લે નહીં, પણ મૂળ લેખકની જોડાજોડ જ હોવું આવશ્યક ગણાય. કેનેડાના, ગુજરાતી મૂળના બે વિશ્વપ્રસિદ્ધ લેખકો, રોહિન્ટન મિસ્ત્રી અને એમ.જી. વસનજી અંગ્રેજીમાં જ લખવું પસંદ કરે છે. જે ભાષામાં તમે સૌથી સારી રીતે વ્યક્ત થઈ શકો એમાં જ લખવું, એમાં જ અનુવાદો કરવા, એમ હું અંગતપણે માનું છું. હું જ્યારે અનુવાદ કરું ત્યારે મૂળ કૃતિને સંપૂર્ણપણે વફાદાર રહેવાની કોશિશ કરું. જો કે, બંને ભાષામાં આસાનીથી લખતા લોકો માટે મને વિશિષ્ટ માન છે. પણ જ્યારે લેખક જાતે જ પોતાની કૃતિનો અનુવાદ કરે ત્યારે શું એ કૃતિમાં ફેરફાર કરવાની છૂટછાટ લે? આ બાબતે આપણા યુવા લેખક, અભિમન્યુ આચાર્ય સાથે વાત કરતા એમણે જણાવ્યું કે, ‘હા, એ શક્ય છે’. એ જ્યારે પોતાની મૂળ ગુજરાતી ભાષામાં લખાયેલી કૃતિનો અંગ્રેજીમાં અનુવાદ કરે, ત્યારે એમાં અમુક ફેરફારો કરતા હોય છે. તો શું આ અનુવાદ થયેલો ગણાય? અન્ય અનુવાદક મૂળ કૃતિ સાથે આવી છૂટ લે તો એ માન્ય રાખવામાં આવે? આજે એ.આઈ. / આર્ટિફિશીયલ ઇન્ટેલીજન્સ / કૃત્રિમ બુદ્ધિમતાનો હાઉ ઊભો થયો છે, જ્યારે કેટલાક તો એનો અનુવાદ માટે છૂટથી ઉપયોગ કરીને ગાડું ગબડાવે રાખે છે. અહીં એક ઉદાહરણ ટાંકું: એક સ્થાનિક હોસ્પિટલમાં થાપાના હાડકાંના ઓપરેશન પછીની સારસંભાળની પુસ્તિકામાં લખેલું: ‘Walk with a cane’ – અને નીચે ગુજરાતીમાં અનુવાદ હતો: ‘શેરડી લઈને ચાલો’. હવે આ અનુવાદને તપાસવા માટે, તેમ જ નકામું ઉડાડી દેવા અને સત્વ ગાળી લેવા માટે સૂપડું અને ગરણીથી સજ્જ એવી માનવબુદ્ધિ, Human Intelligence જરૂરી ખરી કે નહીં? અને AI દ્વારા થનારા સાહિત્યિક કૃતિઓના અનુવાદોનું શું? એની તપાસ કોણ રાખશે? અને એટલે જ, અનુવાદકાર્યને એક ચોક્કસ સમજ સાથે ચોક્કસ દિશામાં લઈ જવાની જરૂર છે. એ માટે સંગઠનો રચાવા જરૂરી છે. નવોદિત અને અનુભવી અનુવાદકોએ ભેગા મળીને ઉપાડી લેવાના કાર્યોમાં હકારાત્મક વલણ અપનાવવું ખૂબ જરૂરી છે. વિશ્વકક્ષાની કૃતિઓના વાંચન, એમાંથી કૃતિઓની પસંદગી, યોગ્ય અનુવાદકને કાર્યસોંપણી, ખુલ્લા મને ચર્ચા-વિચારણા, એકબીજા પાસેથી શીખવાની, યોગ્ય ફેરફારો કરવાની તૈયારી હોવી પણ એટલી જ જરૂરી છે. ત્યાર બાદ એના વિવેચનો પણ થવા જોઈએ. મને લાગે છે કે આ ભગીરથ કાર્ય દેશ તેમ જ વિદેશસ્થિત ગુજરાતી સાહિત્યસંસ્થાઓએ સાથે મળીને ઉપાડી લેવું જરૂરી છે. ગુજરાતી લિટરરી અકાદમી ઓવ યુનાઇટેડ કિંગડમ આ અને આવા પ્રકલ્પો સફળતાપૂર્વક કરતી આવી છે અને આગળ ઉપર પણ કરતી જ રહેશે એ આશા સાથે વિરમું. અસ્તુ યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ને ઉપક્રમે, 01-02-08 તેમ જ 09 ઑગસ્ટ 2026 વેળા યોજાયેલી દશમી ભાષા-સાહિત્ય પરિષદ માંહે પહેલી બેઠકના એક વક્તા તરીકે કરાયેલી રજૂઆત ભાગ ૨ A young Spanish priest arrived in Gujarat in his twenties. He was a mathematician, sent to teach numbers. He did not know a word of Gujarati. His name was Carlos G. Vallés — ફાધર વાલેસ. He stayed for the rest of his working life, wrote more than a hundred books in Gujarati, and became one of the language’s most loved writers. It took immersion, curiosity and, in some ways, a lifetime. Last week I asked an AI system to write me a paragraph in Gujarati. It took four seconds. Every case ending was correct. Every vowel mark was in place. And it was completely dead. Sixty years. Four seconds. That contrast holds both the extraordinary promise and the uncomfortable question facing languages like Gujarati. A machine can produce Gujarati. But does it know Gujarati? The number that stopped me Gujarati is spoken by around 55 million people — sixth most spoken in India, roughly twenty-sixth in the world. More speakers than Italian. More than Korean. Gujarati Wikipedia has about 30,800 articles. Marathi, a neighbouring language, has over 100,000. But here is the comparison that should trouble anyone who loves this language. Gujarati Vishwakosh — twenty-five volumes, compiled by hand, on paper, completed in 2009 — contains 23,090 articles. And then the number that ends the argument: 85,607 people have registered accounts on Gujarati Wikipedia. Eighty-four of them edited it last month. Eighty-four. For fifty-five million people. Not small. Low-resource. This distinction is the one almost every conversation misses. Gujarati has centuries of literature, poetry, philosophy, journalism and oral tradition. But AI does not learn a language by counting its speakers. It learns from what has been digitised and made available to machines. Much of our wealth still lives in books, old journals, private collections, handwritten manuscripts, folk performance — and in people. What isn’t digital is effectively invisible to the machine. So the model learns Gujarati largely from translations: news copy, government notices, subtitles, nearly all rendered from English. And it returns what it was given. You can see the seams if you know where to look. Respect collapses. Gujarati distinguishes તમે from તું. Machines routinely flatten the two and address an elder the way you would address a child. Every Gujarati reader feels it instantly. English has no equivalent to get wrong. Idiom goes literal. ઊંટના મોંમાં જીરું becomes “cumin in a camel’s mouth.” Technically correct. But a Gujarati feels what it means before the sentence ends. Dialect gets quietly corrected. Ask for Kathiawadi and you tend to get standard Gujarati with two words swapped — હાલો becomes the textbook ચાલો. Not because anyone decided to erase it, but because nobody wrote it down at scale. Sometimes what emerges is not really Gujarati at all. It is Gujarati-shaped English. Which leads to a far better question than whether AI will replace Gujarati. How will Gujarati exist inside AI? Preserving more than words For generations, preservation meant dictionaries, books and archives. They remain invaluable — Bhagwadgomandal, compiled over twenty-six years by Bhagvatsinhji of Gondal, holds more than 280,000 words and stands among the great achievements of this language. But a language is more than its vocabulary. It is pronunciation. The rhythm of a sentence. The pause before a punchline. A lullaby. The working vocabulary of a potter or a salt-pan worker. The Gujarati of Kutch, of Saurashtra, of Surat, of a tribal community. A grandmother telling a story exactly as her grandmother told it. AI lets us hold those things at a scale earlier generations could scarcely imagine. Imagine a grandmother in Bhavnagar recording her memories, recipes and songs today. Twenty years on, her great-grandchild in Canada asks: “બાની સૌથી પ્રિય વાર્તા કઈ હતી?” What was Ba’s favourite story? And instead of a paragraph assembled from the internet, the child finds Ba’s actual story — in her vocabulary, her dialect, perhaps her own voice.That is not data preservation. That is cultural memory. Our goal should not be to record Gujarati words. It should be to record the language. Making Gujarati easier to use Preservation alone saves nothing. Languages survive because people use them — and this may be where AI offers Gujarati its greatest opportunity. Consider a child growing up in New Jersey or London. She understands Gujarati at home but cannot read it confidently, and there is no teacher nearby. Now imagine an infinitely patient tutor available every day. It talks with her. Corrects her pronunciation. Builds a five-minute daily lesson. Turns vocabulary into a game. Explains a poem at her level. Writes stories about the things she already loves — and adjusts tomorrow based on what she found hard today. The same capability lets a visually impaired reader hear Gujarati literature, and lets an elderly person who has never been comfortable with a keyboard simply speak to a digital service in Gujarati. For most of history, preserving a language meant preserving its books. In the AI era, it also means reducing the friction required to use it. If Gujarati becomes effortless to speak, read, search and create in, more people will use it. If it stays inconvenient, another language wins by default. Reopening our own literature There is a third possibility that excites me most. AI can make the literature we already have newly discoverable. Imagine asking: Questions that once demanded weeks in a library can now be opened in minutes. AI does not merely lower the cost of creating content. It lowers the cost of curiosity. That alone could bring a generation back to Gujarati literature. It has been done — by a radio station in New Zealand. None of this is theoretical. Te Hiku Media, a small Māori community broadcaster, decided in 2018 that their language needed speech recognition and that nobody else would build it. They ran a competition. In ten days, their community recorded and annotated 300 hours of speech — enough to train working models. Those models now transcribe te reo Māori at around 92% accuracy. Then they did the part that mattered most: they refused to hand the dataset to large technology companies, and wrote their own licence instead. The corpus is held in trust for the community; benefit flows back to the speakers who made it. Four lessons transfer directly: Te reo Māori has a few hundred thousand speakers. Gujarati has fifty-five million. The arithmetic is not subtle. We are not starting from zero India is building an extraordinary multilingual AI ecosystem. Bhashini provides national infrastructure for translation, speech and OCR — launched, as it happens, in Gandhinagar. BhashaDaan lets citizens contribute language data directly. AI4Bharat publishes open Indic models. BharatGen and Sarvam AI are building Indian foundation and voice models. Project Vaani is collecting spoken language across the country’s dialects. And Gujarati already has remarkable digital foundations: Bhagwadgomandal. GujaratiLexicon. Gujarati Vishwakosh. Ekatra Foundation. Opinion Archives. Public-domain collections. Generations before us did the hard work of collecting, classifying, publishing and digitising. India is building the plumbing. Gujarat has already built much of the knowledge. Our generation’s job is to connect the two. But AI is not automatically good for Gujarati We should be equally clear about the risks. AI can fabricate a Kalapi couplet and present it with total confidence. It can flatten Kathiawadi and Surti into standard Gujarati. It can absorb copyrighted literature without permission, strip attribution from folk material, or clone an elder’s voice without consent. Used badly in a classroom, it becomes a substitute for learning rather than a tutor. None of these is a reason to stay away. They are reasons for Gujarati writers, scholars, publishers and institutions to arrive early enough to help set the rules. The Gujarati AI Mission What if we set a collective ambition for 2035? Look again at that list. Not one item requires a scientific breakthrough. Every one requires collection, correction, licensing and patience. Which is to say: it requires people. AI does not preserve a language. People do. AI only multiplies what they were already willing to do. So it doesn’t begin with a billion-dollar model It begins with us. Record one elder’s story. Digitise one public-domain book. Preserve one folk song. Document ten words from a disappearing trade. Create one Gujarati lesson. Help one child find the pleasure of reading Gujarati. And if you want something concrete to do tonight: give ten minutes to BhashaDaan. Record your voice. Validate someone else’s. Do it in your own dialect, not your school Gujarati — that is precisely what’s missing. If you run an institution — a Parishad, a trust, a university department, a magazine — you may be Gujarat’s Te Hiku. You have the trust and the reach. Run a fortnight-long recording drive, and decide your licence before anyone asks for the data. If you fund things, fund the boring middle. Everyone wants to fund a launch. Almost nobody funds annotation — and annotation is where the value actually is. Thousands of people making thousands of small contributions can build something no single institution can. The decision Narmad spent eight years producing the first Gujarati dictionary — 25,268 words, one man, one lamp. Bhagvatsinhji spent twenty-six years and did not live to see his finished. Ratilal Chandaria, a school dropout who became an industrialist, gave the last twenty-five years of his life to Gujarati’s digital foundations: fonts, spellcheck, the lexicon online. Not one of them had a machine. Every one of them decided this language was worth the work. As the old line about the earth goes — we did not inherit it from our ancestors, we borrowed it from our children. The same is true of a language. And ours may be the first generation with a real chance of returning it richer than we received it. નર્મદ પાસે યંત્ર નહોતું. ભગવતસિંહજી પાસે યંત્ર નહોતું. આપણી પાસે યંત્રછે — નિર્ણય નથી. Narmad had no machine. Bhagvatsinhji had no machine. We have the machine — what we don’t have is the decision. If you work on any low-resource language — Gujarati or otherwise — I’d like to hear what is working where you are. The Te Hiku model transfers. Somebody should be running it everywhere. This article is adapted from my talk at the third session of the 10th Bhasha-Sahitya Parishad, organised by the Gujarat Literary Academy — Saturday, 8 August 2026. ૪. ચોથી બેઠક (રવિવાર, 9 ઑગસ્ટ 2026) ભાગ ૨ – સમાપન ભાગ ૩ – કવિ સંમેલન થોડા અઠવાડિયા પહેલાં મને આજના સમયમાં ગુજરાતી હોવાનો અર્થ શું છે એ વિષય પર યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા આયોજિત, ‘દશમી ભાષા-સાહિત્ય પરિષદ’ની ચોથી બેઠકમાંની એક પેનલમાં બોલવા માટે આમંત્રણ મળ્યું. ગુજરાતીઓ બૃહસ્પતિ છે કે નહીં, એટલે કે બુદ્ધિશાળી, પ્રતિભાશાળી, અસાધારણ, એ વિચારવાનું શરૂ કરું એ પહેલાં મારે એક ડગલું પાછળ હટીને મારી જાતને એક થોડો વધુ અઘરો સવાલ પૂછવો પડ્યો : ગુજરાતી એટલે કોણ? જ્યારે મને પહેલી વાર આ પેનલમાં બોલવાનું આમંત્રણ મળ્યું, ત્યારે મને અંદરથી સવાલ થયો કે શું હું અહીં હોવાને લાયક પણ છું? શું હું પૂરતી ગુજરાતી છું? મારા મનમાં વર્ષોથી એક ઊંડી અસલામતી રહી છે, કે હું પૂરતી ગુજરાતી નથી અને ક્યારે ય પૂરતી મલયાલી પણ નથી. મારી સાથે પેનલ પર બીજા બે વક્તાઓ દાયકાઓથી પત્રકારત્વ, સંપાદન અને પ્રકાશન સાથે જોડાયેલા અનુભવી લોકો હતા. ગુજરાત વિશે વર્ષોથી વિચારનારા, લખનારા અને બોલનારા લોકો. મને થયું, શું હું ખરેખર આ ચર્ચાનો ભાગ છું? હું શું ઉમેરું? સદ્દનસીબે, મારા મિત્રોએ મને એક એવી વાત યાદ અપાવી જે કદાચ હું પોતે ભૂલી ગઈ હતી : મારે દરેક ગુજરાતીનું પ્રતિનિધિત્વ કરવાની જરૂર નથી. હું ફક્ત ગુજરાતી હોવાની મારી પોતાની આવૃત્તિ રજૂ કરી શકું છું. એ વિચારથી મને એ ચિંતા છોડવાની હિંમત મળી કે હું આ માટે યોગ્ય છું કે નહીં, અને એના બદલે હું શું ઉમેરી શકું એ વિચારવાની તક મળી. અને કદાચ શરૂઆત કરવા માટે એ જ યોગ્ય જગ્યા હતી. કારણ કે મને સમજાયું કે ગુજરાતી એટલે કોણ? એ સવાલનો જવાબ મેં ધાર્યો હતો એના કરતાં ઘણો વધારે જટિલ છે. હું અમદાવાદના મણિનગરમાં મોટી થઈ. મારા દાદા-દાદી કેરળથી ગુજરાત આવ્યાં હતાં. એટલે ટેક્નિકલી હું મલયાલી પણ છું. પણ જો કોઈ મને પૂછે, “Where are you from?”, તો હું લગભગ સ્વાભાવિક રીતે કહું : ગુજરાત. મને લાગે છે કે આ મારો પહેલો વિરોધાભાસ હતો. પહેલી વાર જ્યારે મેં ગુજરાતને સવાલ કર્યો. ગુજરાતી હોવાનો અર્થ શું છે એ વિશે મેં ખરેખર વિચારવાનું શરૂ કર્યું ત્યારે હું લગભગ ૧૯ વર્ષની હતી. હું કૉલેજમાં હતી જ્યારે મેં પહેલી વાર ‘ghetto’ શબ્દ સાંભળ્યો. અમેરિકાના સંદર્ભમાં એક ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ હતું. મને સમજાયું કે ghetto એટલે માત્ર એવો વિસ્તાર નહીં જ્યાં કોઈ ચોક્કસ સમુદાયના ઘણા લોકો રહેતા હોય. પણ એવો વિસ્તાર પણ, જે સામાજિક, આર્થિક કે ભૌગોલિક રીતે શહેરના બાકીના ભાગથી અલગ પડી ગયો હોય. અને મને થયું : આપણા અમદાવાદમાં પણ આવા વિસ્તારો છે. અચાનક, જે જગ્યાઓને હું અત્યાર સુધી મારા શહેરના નકશા પર ઓળખતી હતી, એ જ જગ્યાઓ મને રાજકીય રીતે એકદમ અલગ દેખાવા લાગી. પહેલી વાર હું જુહાપુરા એક સ્વયંસેવક તરીકે ગઈ ત્યારે મને ખરેખર ત્યાં બંદૂકો જોવા મળશે એવી અપેક્ષા હતી. જુહાપુરા અમદાવાદનો મુખ્યત્વે મુસ્લિમ વસ્તી ધરાવતો વિસ્તાર છે, જેને ૨૦૦૨ પછી લોકપ્રિય રીતે “મિની પાકિસ્તાન” કહેવામાં આવવા લાગ્યું હતું. હું ૧૯ વર્ષની હતી. અને મેં મારા માતા-પિતાને કહ્યું પણ નહોતું કે હું ત્યાં જઈ રહી છું. ત્યાં પહોંચ્યા પછી મારી પહેલી પ્રતિક્રિયા લગભગ રમૂજી હતી : “ઓહ. અહીં તો કોઈ બંદૂક જ નથી.” ત્યાં મારા જેવા લોકો હતા. મારા મિત્રો જેવા લોકો. પરિવારો હતા, દુકાનો હતી, બાળકો હતાં. અને એવાં બાળકો હતાં જેમને માત્ર અંગ્રેજી શીખવી હતી. આખરે અમે ત્યાં ભણાવવાનું શરૂ કર્યું. અમને એક એવી જગ્યા આપવામાં આવી જે સવાર-સાંજ મદરેસા તરીકે ઉપયોગમાં લેવાતી હતી. હું વારંવાર ત્યાં જવા લાગી. અને ધીમે ધીમે મને એક એવી વાત સમજાઈ જે આજે પણ મારી સાથે છે : હું જે ગુજરાતને જાણતી હતી, એ એકમાત્ર ગુજરાત નહોતું. અને કદાચ એના કરતાં પણ મહત્ત્વની વાત એ હતી કે જે લોકોથી મને ડરવાનું શીખવવામાં આવ્યું હતું, એમને પણ મને ઓળખવાની એવી જ તક ક્યારે ય મળી નહોતી. આ અનુભવ પછી મારો સવાલ જ બદલાઈ ગયો. મેં પૂછવાનું બંધ કર્યું, “ગુજરાતીઓ કેવા હોય છે?” અને પૂછવાનું શરૂ કર્યું, “આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?” કારણ કે ગુજરાતમાં તમે ક્યાં ઊભા છો તેના પર આધાર રાખે છે કે તમે એક જ જગ્યાને કેટલી અલગ રીતે અનુભવો છો. ગુજરાતી જીવનશૈલી વિશે મેં જે જોયું. મોટી થતી ગઈ તેમ ગુજરાતી જીવનશૈલીની કેટલીક બાબતો મેં વધારે ધ્યાનથી જોવાનું શરૂ કર્યું. પહેલી હતી વ્યક્તિગત રીતે આગળ વધવાની (upward mobility) આપણી અસાધારણ મહત્ત્વાકાંક્ષા. આપણે એક સવાલ બહુ સારી રીતે પૂછીએ છીએ : “હું આગળ કેવી રીતે વધીશ?” રસ્તા પર હોય, નોકરીમાં હોય, ધંધામાં હોય કે જીવનમાં. પણ કદાચ બીજો સવાલ પૂછવામાં આપણે એટલા સહજ નથી : “આ વ્યવસ્થા આવી રીતે કામ જ કેમ કરે છે?” આપણે વ્યક્તિગત પ્રગતિની ઉજવણી કરીએ છીએ, પરંતુ સામૂહિક પ્રગતિ વિશે કદાચ એટલું નથી પૂછતા. શિક્ષણનું શું? જાહેર માળખાકીય સુવિધાઓનું શું? જીવનધોરણનું શું? જાહેર પરિવહનનું શું? રોજગારીનું શું? શાસનનું શું? જાહેર ચર્ચામાં કેટલીક બાબતો જાણે અસ્પૃશ્ય હોય એવું લાગે છે. આપણે પોતાનું જીવન સુધારવા માટે ખૂબ જ મહત્ત્વાકાંક્ષી હોઈ શકીએ છીએ, પરંતુ આપણી આસપાસની વ્યવસ્થાઓ સુધરી રહી છે કે નહીં એ પૂછવામાં કદાચ એટલો રસ નથી. બીજી બાબત છે શુદ્ધતાનો આટલો જટિલ ખ્યાલ : ખાસ કરીને ખોરાક, જાતિ અને સમુદાયની બાબતમાં. હું એવા વાતાવરણમાં મોટી થઈ જ્યાં શાકાહારી હોવું માત્ર ખાવાની પસંદગી નહોતું. એ નૈતિકતા, પરિવાર, સમુદાય અને પ્રતિષ્ઠા સાથે જોડાઈ શકતું હતું. મારી મમ્મીની ૨૫ વર્ષ જૂની કેટલીક મિત્રોને આજે પણ ખબર નથી કે અમે vegetarian nathi. ઈંડાં કે ચિકન ઘરે આવે તો કાળી પ્લાસ્ટિકની થેલીમાં જ આવે. અને મને આ વાત રસપ્રદ અને funny લાગે, કારણ કે આપણે શું ખાઈએ છીએ એનાં કારણે નહીં, પરંતુ જો લોકોને ખબર પડે તો તેઓ આપણા વિશે શું વિચારશે એનાં કારણે. એક બીજી વસ્તુ પણ કાળી પ્લાસ્ટિકની થેલીમાં આવતી હતી : મારા સેનિટરી પેડ્સ. મને એ હંમેશાં થોડું રમૂજી લાગતું. કારણ કે એક રીતે જોઈએ તો કાળી પ્લાસ્ટિકની થેલી જાણે એવી દરેક વસ્તુનું પ્રતીક હતી જેના માટે આપણને શરમ લાગે છે, અથવા જેને આપણે છુપાવવા માંગીએ છીએ. ક્યારેક ખોરાક માત્ર ખોરાક હોય છે. પણ ક્યારેક ખોરાક જાતિ, ધર્મ, પોતાપણું અને શુદ્ધતાનું પ્રતીક બની જાય છે. આટલા બધા સવાલો હોવા છતાં, ક્યાંક ને ક્યાંક મને ગુજરાતી હોવાનો ઊંડો ગર્વ પણ થવા લાગ્યો. ખાસ કરીને ભારત છોડ્યા પછી. ભારત છોડવામાં એક વિચિત્ર વાત છે : કદાચ પહેલી વાર તમે ભારતીય બનો છો. ભારતમાં હો ત્યારે તમે ગુજરાતી, મલયાલી, મહારાષ્ટ્રીયન, બંગાળી, પંજાબી, તમિલ, તમે જે રીતે મોટા થયા હો તે ઓળખ ધરાવો છો. ભારતની બહાર જતાં અચાનક તમે “Indian” બની જાઓ છો. અને ત્યારે ઘણી વાર તમારી પ્રાદેશિક ઓળખ પણ વધારે મહત્ત્વની બની જાય છે. જ્યારે હું પહેલી વાર UK આવી, ત્યારે બે એકદમ અલગ અને એકબીજા સાથે કોઈ સંબંધ ન ધરાવતા ગુજરાતી પરિવારોએ મને મદદ કરી. એક હિંદુ પરિવાર લંડનની નજીકના એક નાના શહેરમાં રહેતો હતો. હું તેમને પહેલાં ક્યારે ય મળી નહોતી. છતાં તેઓ મને એરપોર્ટ પરથી લેવા આવ્યા. આ અજાણ્યા દેશમાં કેવી રીતે રહેવું અને બધું કેવી રીતે સંભાળવું એ સમજવામાં મને મદદ કરી અને લગભગ છ અઠવાડિયા સુધી મને પોતાના ઘરે રહેવા દીધું. મફતમાં. મને રહેવા માટે જગ્યા આપી, ખાવાનું આપ્યું અને પોતાના પરિવારના સભ્યની જેમ રાખી. કોઈ સવાલ નહીં. તેમણે મને ક્યારે ય ખરેખર જવાનું કહ્યું પણ નહોતું. મારે મારા અભ્યાસ માટે લંડન જવાનું હતું એટલે હું જાતે જ ત્યાંથી નીકળી. મને ત્યારે થયું : “આવું કોણ કરે?” ગુજરાતીઓ કરે. બીજી વ્યક્તિ લંડનમાં રહેતા એક મુસ્લિમ ગુજરાતી હતા, જેમણે મારી એક મિત્રને તેના જીવનના ખૂબ જ મુશ્કેલ સમયમાં મદદ કરી હતી. જ્યારે હું વિદ્યાર્થી તરીકે લંડન આવી, ત્યારે તેમણે મારું ભાડું ઓછું કરી આપ્યું. વીજળી અને પાણીનાં બિલ પણ મને ભરવા દીધાં નહીં. એ અસાધારણ હતું. પણ મને સૌથી વધારે યાદ છે કે જ્યારે પણ તેઓ મને મળતા, ત્યારે ગુજરાતી બોલવામાં તેમને ખૂબ આનંદ આવતો. તેઓ ૨૫ વર્ષ પહેલાં ગુજરાત છોડી ચૂક્યા હતા, પરંતુ મને મળતાં ગુજરાતી જ એવી ભાષા હતી જેમાં તેમને સૌથી વધારે પોતાપણું લાગતું. તેમના પોતાનાં બાળકો ગુજરાતી બોલતા નહોતાં. તેમને પોતાની ભાષાની ખોટ વર્તાતી હતી. આ બંને લોકો એકબીજાથી ખૂબ અલગ હતા. તેમના પરિવારો અલગ હતા. ધર્મ અલગ હતા. જીવન અલગ હતાં. કદાચ તેઓ અન્યથા ક્યારે ય એક જ રૂમમાં પણ ન મળ્યા હોત. બીજા કોઈ ગુજરાતી, અથવા કદાચ માત્ર બીજા એક માણસ, ને મદદ કરવી એ તેમને પોતાની જવાબદારી લાગતી હતી. અને એ વાતથી મને ગુજરાતી હોવાનો ગર્વ થયો. અને પછી મેં જોયું કે શું બદલાઈ ગયું છે એટલા માટે જ્યારે આજે હું ગુજરાત તરફ પાછું જોઉં છું, ત્યારે ક્યારેક મને એક વિચિત્ર પ્રકારનું દુઃખ થાય છે. મારી પોતાની ગુજરાતી કમ્યુનિટીના લોકો પાસેથી હું સાંભળું છું કે તેઓ મુસ્લિમ વ્યક્તિને નોકરી નહીં આપે. હું એવા ડૉક્ટરોને ઓળખું છું જે ખાનગીમાં મુસ્લિમ દર્દીની સારવાર કરવા ઇચ્છતા નથી. અને મારા મિત્રો મને પૂછે છે કે લંડનમાં મને સલામત લાગે છે કે નહીં, કારણ કે અહીંનો મેયર મુસ્લિમ છે. અને હું વિચારું છું : આપણે એકબીજાથી આટલા ડરતા ક્યારે થઈ ગયા? માત્ર ડરતા જ નહીં. શંકા કરવા લાગ્યા. અણગમો કરવા લાગ્યા. ક્યારેક તો એકબીજાને અસ્પૃશ્ય ગણવા લાગ્યા. પહેલા મદદ કરવાની અને પછી સવાલ પૂછવાની એ સહજતા ક્યાં ગઈ? અને આ ટેવનું unlearning આપણે કેવી રીતે કરીશું? બહુમતી અને લઘુમતી (majority vs minority) કદાચ ગુજરાતી હોવા વિશે મારી સમજમાં સૌથી મોટો ફેરફાર એ હતો કે મેં ગુજરાતને કઈ જગ્યાએ ઊભા રહીને જોવાનું શરૂ કર્યું. ગુજરાતી પરિવારમાંથી ન હોવા છતાં, હું ગુજરાતમાં મોટાભાગે પોતાપણાની લાગણી સાથે મોટી થઈ. મારા દાદા-દાદી કેરળથી આવ્યાં હતાં અને ટેક્નિકલી હું મલયાલી હતી, પરંતુ મને ક્યારે ય ખરેખર લઘુમતી તરીકે જોવામાં આવી નહોતી. હું ઉચ્ચ જાતિની હિંદુ હતી, અને એ વાત મહત્ત્વની હતી. બહુમતીનો ભાગ હોવાનો અર્થ શું છે એ વિશે હું હંમેશાં સભાન નહોતી, કારણ કે મારા બાળપણના મોટા ભાગ માટે હું હતી જ. ગુજરાતી મિત્રોના ઘરે મને “સાઉથના” કે મલયાલી કહેવામાં આવતું, પણ એ મારી કુટુંબની મૂળ ઓળખ વિશેની વાત હતી; મારા માટે એ ક્યારે ય પોતાપણામાં અવરોધ બની નહોતી. પછી, મારા કામ અને સામાજિક કાર્ય દ્વારા, મેં એવા લોકો સાથે સમય પસાર કરવાનું શરૂ કર્યું જેઓ અમદાવાદને મારાથી સાવ અલગ રીતે અનુભવતા હતા. અને આખરે જ્યારે હું લંડન આવી, ત્યારે હું પોતે પણ એક લઘુમતીનો ભાગ બની. એ હંમેશાં સરળ નહોતું. બંને બાજુનો અનુભવ કરવાથી આપમેળે એ બંને બાબતો વચ્ચેનો સંબંધ સમજાઈ જાય એવું નથી. પરંતુ એક વાર તમે એ જોડાણ કરી લો, એક વાર તમે આ બે અનુભવોને સાથે મૂકો અને સમજો કે ૧ + ૧ ખરેખર ૨ થાય છે, પછી ઓળખને તમે પહેલાંની જેમ જોઈ શકતા નથી. તમને વધારે સમજાય છે કે કોને પોતાનું ઘર લાગે છે, કોને સલામત લાગે છે, કોને પોતાના હોવા વિશે વિચાર્યા વિના જ પોતાનુંપણું મળે છે અને કોને દરરોજ એ વિશે વિચારવું પડે છે. તો આજે મારા માટે ગુજરાતી હોવાનો અર્થ શું છે? મને આપણી ઉદ્યોગસાહસિકતા પર ખૂબ ગર્વ છે. આપણી વ્યવસાય ઊભા કરવાની ક્ષમતા પર, આપણી ઉદારતા પર, દેશોની સરહદો પાર કરીને નેટવર્ક ઊભાં કરવાની આપણી ક્ષમતા પર અને એકબીજાને મદદ કરવાની આપણી સહજ વૃત્તિ પર. પણ સાથે સાથે મને એ વાતની ચિંતા પણ છે કે આપણે શું બની રહ્યા છીએ. કદાચ બૃહસ્પતિ હોવાનો અર્થ અસાધારણ રીતે સફળ, શ્રીમંત કે પ્રભાવશાળી હોવું ન હોવો જોઈએ. કદાચ એનો અર્થ કંઈક બહુ સરળ હોવો જોઈએ : સારા માણસો અને સારા નાગરિકો બનવું. આપણે આપણી વૈશ્વિક સફળતા, આપણા ધંધા, આપણા રાજકારણીઓ, આપણી ડાયસ્પોરા અને આપણી આર્થિક પ્રગતિ તરફ આંગળી ચીંધીને ઘણી વાર જાણે સાબિત કરીએ છીએ કે બધું બરાબર જ હોવું જોઈએ. ઊલટું, જો કોઈ બાબત હોય તો, પોતાના સમુદાયનો ભાગ હોવાનો આપણને પોતાના સમુદાયની ટીકા કરવાની હિંમત આપવી જોઈએ. કદાચ ગુજરાતીઓ અનન્ય રીતે સારા નથી. કદાચ અનન્ય રીતે ખરાબ પણ નથી. કદાચ ઘણી રીતે આપણે માત્ર માણસો છીએ — અસાધારણ ઉદારતા પણ કરી શકીએ છીએ અને અસાધારણ પૂર્વગ્રહ પણ રાખી શકીએ છીએ. મારે એવી ગુજરાતી ઓળખ વારસામાં નથી લેવી જે માત્ર સંપત્તિ, વ્યવસાય, શાકાહાર, સિદ્ધિ કે રાજકીય ગર્વ પર આધારિત હોય. મારે એ ગુજરાતી વારસામાં લેવો છે જે બહુ ઓછામાંથી ઘણું ઊભું કરી શકે. જે કોઈ અજાણ્યા માણસ માટે પોતાનું ઘર ખોલી શકે. જે ગુજરાત છોડીને દુનિયાના કોઈ પણ ખૂણે જાય અને ત્યાં પોતાનો સમુદાય ઊભો કરી શકે. પણ સાથે સાથે હું એ પણ પૂછવા માગું છું : આપણે આ સમુદાયની બહાર કોને છોડી રહ્યા છીએ? અને કદાચ આજે મારા માટે ગુજરાતી હોવાનો અર્થ આ જ છે. માત્ર કોઈ સમુદાયનો ભાગ હોવું નહીં. પરંતુ આપણે કેવો સમુદાય બનવા માગીએ છીએ એ નક્કી કરવું. (Article was first published on Aarti’s Substack.) https://rtnair.substack.com/p/what-being-gujarati-means-to-me. e.mail : rtnair91@gmail.com યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ને ઉપક્રમે, 01-02-08 તેમ જ 09 ઑગસ્ટ 2026 વેળા યોજાયેલી દશમી ભાષા-સાહિત્ય પરિષદ માંહે ચોથી બેઠકના એક વક્તા તરીકે કરાયેલી રજૂઆત ગુજરાતી સાહિત્ય અને અનુવાદ : દશા અને દિશા ગુજરાતી સાહિત્ય અકાદમી, યુ.કે.ની દશમી ભાષા-સાહિત્ય પરિષદના તમામ ઉપક્રમો જ્ઞાન અને વિદ્વતાની કસોટીએ સુવર્ણ સમાન પુરવાર થયા. સુવર્ણ જયંતી પરિષદના આ અવસરે યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં ગુજરાતી ભાષા અને સાહિત્યને લગતા અનેક મહત્ત્વના વિષયો પર ઊંડાણપૂર્વક વિચારવિમર્શ થયો. ચર્ચાયેલા વિવિધ વિષયોમાં ‘ગુજરાતી સાહિત્ય અને અનુવાદ : દશા અને દિશા’ વિશેષ ધ્યાન ખેંચે છે. આ વિષય પર વિચાર કરતાં એ સ્પષ્ટ થાય છે કે અનુવાદ ગુજરાતી ભાષા અને સાહિત્યના વિકાસનો એક અગત્યનો આધારસ્તંભ રહ્યો છે. અનુવાદ ભાષાઓ વચ્ચે સંવાદ સ્થાપે છે, જ્ઞાનનો પ્રસાર કરે છે અને વિવિધ સંસ્કૃતિઓ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવે છે. અમેરિકન લેખિકા સુઝાન સોન્ટાગે કહ્યું છે : “Translation is the circulatory system of the world’s literature” — અર્થાત્, “અનુવાદ એ વિશ્વસાહિત્યનું જીવનદાયી રક્તપરિભ્રમણ તંત્ર છે.” જો આ રક્તપરિભ્રમણ ન હોત, તો જ્યોર્જ સ્ટાઇનરના શબ્દોમાં કહીએ તો, “અનુવાદ વિના આપણે મૌનની સરહદે આવેલા પ્રાંતોમાં જીવતા હોત.” આ મૌનને તોડીને બે અલગ પ્રદેશો વચ્ચે આત્મીયતા ઊભી કરવાનું કામ અનુવાદ કરે છે. રઘુવીર ચૌધરીની વાત પણ અહીં સહજ યાદ આવે છે — “અનુવાદ એ શબ્દોનું સ્થાનાંતર નહીં, પણ ભાવનો પુનર્જન્મ છે.” વક્તાઓના વિચાર-વિમર્શમાંથી પ્રતીકાત્મક રીતે જોતાં, અનુવાદ એ બે ભાષાઓના કિનારા વચ્ચે વહેતી એક સમૃદ્ધ નદી છે અને અનુવાદક એ નદી પર બાંધવામાં આવેલો મજબૂત સેતુ છે. કોઈપણ નદીનું પાણી જ્યારે બીજા પ્રદેશમાં પહોંચે ત્યારે તે ત્યાંની માટીની સુગંધ ધારણ કરે છે, પરંતુ પોતાનો મૂળ ગુણધર્મ ગુમાવતું નથી. સાચો અનુવાદ પણ એવો જ હોવો જોઈએ. માત્ર ભાષાંતરિત શબ્દો ગોઠવી દેવાથી અનુવાદ થતો નથી; એ માટે અનુવાદકની આંતરસૂઝ, ભાષાનો કાવ્યાત્મક લય અને કાકુ, તેમ જ સંસ્કૃતિની ઊંડી સમજ જરૂરી છે. જ્યારે અનુવાદક મૂળ કૃતિના આત્માને પચાવીને પોતાની ભાષામાં રજૂ કરે છે, ત્યારે વાચક માટે તે માત્ર ભાષાંતર બની રહેતું નથી, પરંતુ એક સહજ અને સુવાચ્ય નવસર્જન બની રહે છે. કારણ કે, ઉમાશંકર જોશીના મતે — “અનુવાદ એ માત્ર ભાષા બદલવાની કવાયત નથી, પરંતુ એ બે સંસ્કૃતિઓ વચ્ચેનો સંવાદ છે.” પરિસંવાદના વક્તવ્યોમાંથી ઉપસી આવતા અનુવાદના મૂળ મુદ્દાઓ પર નજર કરીએ તો અનુવાદ-પ્રક્રિયાના પાંચ મુખ્ય પરિમાણો સ્પષ્ટ થાય છે : ૧. અર્થ–સમાનતા અને નિષ્ઠા : મૂળ લેખકના સ્વર અને સંવેદના પ્રત્યે પ્રામાણિક રહીને મૂળ ભાવાર્થ જાળવવો. ૨. સાંસ્કૃતિક સ્વીકૃતિ : બે સંસ્કૃતિઓ વચ્ચેની ભિન્નતાને સમજતાં સંવાદની જગ્યા ઊભી કરવી. ૩. વાચક–કેન્દ્રિતતા : અનુવાદ વાચક માટે સહજ, સુગમ અને પોતાની ભાષાના મૌલિક સર્જન જેવો અનુભવ કરાવે તેવો હોવો જોઈએ. ૪. રૂપ અને કાર્યનું સંતુલન : કાવ્ય કે ગદ્યની મૂળ શૈલી, રચનાત્મક સ્વરૂપ અને તેના આંતરિક અર્થ વચ્ચે યોગ્ય સમતુલન સાધવું. ૫. નૈતિકતા અને સૌંદર્યબોધ : અનુવાદકની પોતાની માન્યતાઓ કે મતભેદો હોવા છતાં મૂળ કૃતિના સ્વર, ભાવ અને આશય સાથે ન્યાય કરવો અને તેની કલાત્મકતા જાળવવી. જો આપણે આપણી પરંપરા તરફ નજર કરીએ તો પ્રાચીન કાળથી જ અનુવાદનો આ પ્રવાહ વહેતો રહ્યો છે. પુરાણો, સંસ્કૃતની ‘કાદંબરી’ તથા ભક્તિસાહિત્યના લોકભાષામાં થયેલા અનુવાદોએ ગુજરાતી ભાષાના પાયાને મજબૂત બનાવવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. અર્વાચીન યુગમાં અંગ્રેજી અને મરાઠીમાંથી થયેલા પાઠ્યપુસ્તકો તેમ જ વિશ્વસાહિત્યના અનુવાદોએ ગુજરાતી ભાષાને નવા વિચારો અને આધુનિકતાથી સમૃદ્ધ કરી છે. સમય બદલાયો છે અને આજે આપણે ડિજિટલ યુગ તથા કૃત્રિમ બુદ્ધિમત્તા (AI) જેવાં આધુનિક સાધનોના યુગમાં જીવી રહ્યા છીએ. AI આધારિત મશીન ટૂલ્સ કદાચ એક ભાષામાંથી બીજી ભાષામાં શબ્દો અને વાક્યોનું રૂપાંતર કરી શકે અને અનુવાદનું કામ ઝડપી બનાવી શકે; પરંતુ સાહિત્યની મૂળ સંવેદના, વાક્યનો આંતરિક લય અને સાંસ્કૃતિક અર્થછાયાઓને યોગ્ય રીતે વ્યક્ત કરવા માટે અનુવાદકની માનવીય ચેતના અને હૃદયનો સ્પર્શ આજે પણ અનિવાર્ય રહેશે. આજે ડાયસ્પોરાના સંદર્ભમાં પણ અનુવાદ એક વ્યાપક અને મહત્ત્વનો સેતુ બન્યો છે. પરદેશમાં વસતો ગુજરાતી સમાજ મુખ્યત્વે બે રીતે અનુવાદનો ઉપયોગ કરીને પોતાની સંસ્કૃતિ અને ઓળખને જીવંત રાખી શકે છે : ૧. નવી પેઢી માટે : પરદેશમાં જન્મેલી અને ઉછરેલી નવી પેઢી ગુજરાતી ભાષા સરળતાથી વાંચી કે લખી શકતી ન હોય, ત્યારે માતૃભાષાનું શ્રેષ્ઠ સાહિત્ય અંગ્રેજી કે સ્થાનિક ભાષામાં અનુવાદ કરીને તેમના સુધી પહોંચાડી શકાય છે. આ રીતે તેઓ પોતાના મૂળ અને સાંસ્કૃતિક વારસા સાથે જોડાયેલા રહી શકે છે. ૨. સ્થાનિક સમાજ માટે : જે દેશમાં ગુજરાતી સમાજ વસે છે, જેમ કે યુ.કે. કે યુ.એસ., ત્યાંના સ્થાનિક સમાજને ગુજરાતી સાહિત્ય, જીવનમૂલ્યો અને સંસ્કૃતિથી પરિચિત કરાવવા માટે અનુવાદ એક મહત્ત્વનું માધ્યમ બની શકે છે. જો કે, આ પ્રવૃત્તિ સામે કેટલાક વ્યાવસાયિક અને વ્યાપક પ્રશ્નો પણ છે. આજે સાહિત્યિક અનુવાદોની તુલનામાં પ્રેરણાત્મક પુસ્તકોના અનુવાદનું બજાર વધુ મોટું બન્યું છે. બીજી તરફ, વિશ્વસાહિત્ય ગુજરાતીમાં આવે છે તેના પ્રમાણમાં ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ કૃતિઓને અન્ય વૈશ્વિક ભાષાઓમાં પહોંચાડવાનું કામ હજુ ઘણું ઓછું થાય છે. તેથી જ અનુવાદક જો પૂરતા ધ્યાન, સંવેદનશીલતા અને પરિશ્રમથી કાર્ય કરે તો અનુવાદ માત્ર ભાષાંતર ન રહેતાં ‘અનુસર્જન’ બની શકે છે. અનુવાદના કાર્ય અને કલાને ચોક્કસ સામાજિક જવાબદારી સાથે યોગ્ય દિશામાં લઈ જવાની જરૂર છે. જો સંસ્થાગત ધોરણે યોગ્ય કૃતિઓની પસંદગી થાય, નવા અનુવાદકોને યોગ્ય માર્ગદર્શન મળે અને સંગઠિત પ્રયાસો કરવામાં આવે, તો અનુવાદની આ પરંપરા ગુજરાતી ભાષાને વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈ આપી શકે છે. આશા છે કે પરિષદમાં રજૂ થયેલાં વક્તવ્યો અભ્યાસુઓ અને અનુવાદકો સૌને મદદરૂપ થશે અને અકાદમીનો આ પ્રયાસ ગુજરાતી ભાષા અને સાહિત્યને વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં લઈ જતું એક નોંધપાત્ર પગલું પુરવાર થશે. ગુજરાતી ભાષા : દશા અને દિશા આ વક્તવ્યોમાંથી પસાર થતાં મારી સમજણ પણ ખાસ્સી વિકસી. માણસ અને એની માતૃભાષા વચ્ચેનો સંબંધ કેવળ શબ્દો કે લિપિ પૂરતો સીમિત નથી. ભાષા અંગેનું સાચું રહસ્ય તો એ છે કે ભાષા એ મનોમન પ્રગટેલા વિચારને બીજા સુધી પહોંચાડવાનો રસ્તો છે. વિચારને આકાર અને ભાવને ધ્વનિ આપી માણસને માણસ સાથે જોડે, સમાજ સાથે ગોઠવે અને સંસ્કૃતિને જીવંત રાખે એ ભાષા. આજે આપણે જ્યારે માતૃભાષા ગુજરાતીની ‘દશા અને દિશા’ વિશે વિચારવા બેસીએ છીએ, ત્યારે કેટલાક ગંભીર અને મરમી પ્રશ્નો આપણી સમક્ષ ઉપસ્થિત થાય છે. માતૃભાષાની વર્તમાન સ્થિતિને આપણે બે મુખ્ય ધરાતલ પર સમજવી પડે : એક, ડાયસ્પોરાનું આંતરિક માનસિક જગત અને બીજું, દેશ તથા પરદેશ બંને જગ્યાએ ભાષા ભૂંસાવાનો વ્યાપક ભય. પરદેશમાં વસેલા મોટાભાગના ગુજરાતીઓ માટે પોતાની ભાષા અને ઓળખ જાળવી રાખવી એ એક બહુ મોટી આંતરિક મૂંઝવણ છે. સ્વેચ્છાએ વિદેશમાં સ્થાયી થયેલી પ્રજાને મૂળિયાં સાથે જોડાયેલા રહેવાની વ્યાકુળતા સતત સતાવે છે. આ ઝંખના હેઠળ આધ્યાત્મિકતા, દેશી જીવનશૈલી અને સંસ્કૃતિમાં રહેવાની હૈયા-ઉકલત સાથે સાહિત્યિક કે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં જોડાવું એ મનને શાતા આપે છે. પરંતુ પન્નાબહેને જણાવ્યું તેમ, થોડું-ઘણું લખતા અને સર્જન કરતાં આપણામાંથી મોટાભાગના લોકો ઘણીવાર ગંભીર વાચનથી આંતરિક સજ્જતા કેળવવાને બદલે માત્ર આત્મસંતોષ કે ઓળખ જાળવી રાખવા વલખાં મારીએ છીએ. પરિણામે, સાહિત્યિક સર્જન અને આભાસી વાહવાહી વચ્ચેનો તફાવત ભૂંસાઈ જાય છે. વાસ્તવિકતા એ છે કે પશ્ચિમી સંસ્કૃતિના મહાસમુદ્રમાં પહેલી પેઢી પછી બીજી અને ત્રીજી પેઢી ક્યાંક એકરસ થઈ રહી છે અને ભાષા ટ્રાન્સફર (હસ્તાંતરિત) થવાને બદલે તેનું ધોવાણ (Language Loss / Attrition) થઈ રહ્યું છે. ભાષા ભૂંસાવાનો આ ભય માત્ર વિદેશમાં વસતા ડાયસ્પોરા પૂરતો સીમિત નથી; દેશમાં, ગુજરાતમાં પણ ભાષા વિલુપ્ત થવાનો ભય એટલો જ તીવ્ર અને વાસ્તવિક છે. વૈશ્વિકીકરણ (Globalization), અંગ્રેજી માધ્યમનું આક્રમણ અને શિક્ષણની બદલાતી પરિસ્થિતિને કારણે દેશમાં પણ નવી પેઢી પોતાની જ માતૃભાષાથી વિમુખ થઈ રહી છે. હજારો બાળકો ગુજરાતી વિષયમાં નાપાસ થાય કે પ્રાથમિક શાળાઓમાં ભાષાનું શિક્ષણ કથળે, ત્યારે સમજવું પડે કે મૂળ ધરાતલ પર પણ ભાષા અને વિદ્યાર્થી વચ્ચે એક મોટી શૈક્ષણિક તથા સામાજિક ખાઈ (Alienation) ઊભી થઈ છે. સાથે સાથે, વ્યાકરણ અને જોડણી સંદર્ભે લદાતી કૃતક જડતા બાળકને ભાષા સાથે જોડાવાને બદલે દૂર ધકેલે છે. આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે આપણી ‘દિશા’ કઈ હોવી જોઈએ? ૧૯૫૦માં ભાષાવિજ્ઞાની રોબર્ટ હોલે કહ્યું હતું કે “Leave Your Language Alone” — ભાષા તો વહેતી નદી છે, એને એના નસીબ પર છોડી દો. પરંતુ ૨૦૦૬માં જોશુઆ ફિશમેને ચેતવણી આપતાં કહ્યું કે “Do Not Leave Your Language Alone!” અર્થાત્, જો ભાષાને બચાવવી હશે, તો તેની સ્વાયત્તતાના ભ્રમમાં રહ્યા વગર એનું ચોક્કસ આયોજન (Language Planning) અને ભાષાનીતિ (Language Policy) ઘડવી જ પડશે. વિદેશમાં રહેતાં સંતાનો માટે ગુજરાતી એ એમની ‘હેરિટેજ લેંગ્વેજ’ (વારસાગત ભાષા) કે સેકન્ડ લેંગ્વેજ છે. આ નવી પેઢીને આપણે જૂની પદ્ધતિથી ભાષા ન શીખવી શકીએ. એમની સંવેદના, એમનો પરિવેશ અને એમના માનસિક સ્તરને ઓળખીને જ ભાષાનો સેતુ બાંધી શકાય. આ વૈજ્ઞાનિક પરિપ્રેક્ષ્યમાં જ્યારે આપણે ગુજરાતી સાહિત્ય અકાદમી(UK)ના કાર્યને તપાસીએ છીએ, ત્યારે અકાદમીનું પ્રદાન એક ક્રાંતિકારી દૃષ્ટિ બનીને સામે આવે છે. અકાદમીએ દાયકાઓ પૂર્વે એ સમજી લીધું હતું કે બ્રિટનની ધરા પર ભાષા ટકાવવી હોય તો અરાજકતા કે પરંપરાગત ટ્યુશનો નહીં ચાલે, પણ પ્લેટોની ‘એકેડમી’ જેવું મુક્ત ચિંતન અને વૈજ્ઞાનિક માળખું જોઈશે : ૧. પરિવેશ–આધારિત અભ્યાસક્રમ : અકાદમીએ વિદેશના બાળકોની પ્રથમ ભાષા અંગ્રેજી છે તે વાસ્તવિકતાનો સ્વીકાર કર્યો. તેમણે અંગ્રેજી લિપિના ‘S’ પરથી ‘ડ’ અને ‘ક’ શીખવવાની સહજ પદ્ધતિ વિકસાવી. સ્થાનિક સંદર્ભો આપીને બાળકના ચિંતન સાથે ભાષાનો આકાર જોડ્યો. ૨. માળખાકીય ગુણવત્તા અને સ્વીકૃતિ : અકાદમીએ ‘પ્રારંભિક’થી લઈને ‘વિશારદ’ સુધીની પાંચ સ્તરની પરીક્ષા-પદ્ધતિ તૈયાર કરી. અકાદમીના કાર્યની વૈજ્ઞાનિક ગુણવત્તા જ હતી કે GCSEમાં વિષય તરીકે એને માન્યતા મળી. ૩. સાંસ્કૃતિક અસ્મિતાનું વહન : અકાદમીએ ભાષાને કેવળ કોઈ સંપ્રદાય કે લોકપ્રિય મેળાવડાઓ પૂરતી સીમિત ન રાખતાં, સાહિત્ય અને મુક્ત વૈચારિક ચિંતનનું પ્લેટફોર્મ બનાવીને બ્રિટનમાં ગુજરાતી સંસ્કૃતિની ચેતનાને જીવંત રાખી છે. ૪. ભવિષ્યની દિશા — સર્જન અને સત્યની કસોટી : આજે આપણે ઇતિહાસ અને ભવિષ્યના એવા વળાંક પર ઊભા છીએ જ્યાંથી આગળનો માર્ગ આપણે જ કંડારવાનો છે. ભાષાનું ભવિષ્ય સમય નહીં, પરંતુ સમાજ, તેની સંસ્થાઓ અને તેની દૂરંદેશી નીતિઓ નક્કી કરે છે. જે ભાષા જ્ઞાન, સંશોધન, શિક્ષણ અને ટેક્નોલોજી સાથે જોડાય છે, તે જીવંત રહે છે; જે જીવનના મુખ્ય પ્રવાહથી વિખૂટી પડે છે, તે ધીમે ધીમે પ્રાસંગિકતા ગુમાવે છે. આથી, પ્રશ્ન એ નથી કે ગુજરાતી ભાષા જીવશે કે નહીં — પ્રશ્ન એ છે કે તે આવતી પેઢીના વિચાર અને સર્જનનું સશક્ત માધ્યમ બનશે કે માત્ર ભૂતકાળની સ્મૃતિ બની રહેશે. આ નિર્ણય આપણા સૌના હાથમાં છે. આપણી ભવિષ્યની દિશા અને નવો વિચાર: ભાષા-આયોજન, સમાવેશ અને નવીનતા જો ભાષાને જીવંત અને વિકાસશીલ રાખવી હોય, તો ભાષા-આયોજન અનિવાર્ય છે. તેના ત્રણ મુખ્ય સ્તરો છે : આયોજન વિના ભાષાનું અસ્તિત્વ ટકી શકે, પરંતુ તેનો વિકાસ શક્ય નથી. સાથે સાથે ભાષાના પાઠ્યપુસ્તકોમાં સમાજના તમામ વર્ગો — આદિવાસી, દલિત, મુસ્લિમ, શ્રમજીવી, ગ્રામ્ય અને શહેરી — ના જીવન, અનુભવો અને મૂલ્યોને સ્થાન મળવું જોઈએ. ભાષા ત્યારે જ સાચા અર્થમાં જીવંત બને છે, જ્યારે તે સમગ્ર સમાજનો અવાજ બને. નવી પેઢી સુધી ભાષાને પહોંચાડવા માટે ડિજિટલ યુગની શક્યતાઓ સ્વીકારવી પડશે. અકાદમીના અભ્યાસક્રમો અને પરીક્ષા-માળખાને એ.આઈ. (AI), મોબાઇલ એપ્સ અને ગેમિફાઇડ લર્નિંગ જેવા માધ્યમો સાથે જોડીને વધુ આકર્ષક અને અસરકારક બનાવી શકાય. આ માટે ભાષાવિજ્ઞાનીઓ, શિક્ષણકારો અને ટેક્નોલોજી નિષ્ણાતોના સહયોગથી ડાયસ્પોરા માટે વૈજ્ઞાનિક ભાષાનીતિ ઘડવી જરૂરી છે, જેથી હેરિટેજ લર્નર્સ ભાષા સાથે સહજ અને સર્જનાત્મક રીતે જોડાઈ શકે. અંતમાં, એટલું જ કહીશ કે: જો ભાષા વિચારને આકાર આપે છે, ભાવને ધ્વનિ આપે છે, માણસને માણસ સાથે જોડે છે, સમાજમાં ગોઠવે છે અને સંસ્કૃતિને જીવંત રાખે છે — તો એ ભાષા પ્રત્યે નિષ્ઠાવાન થવું એ આપણી નૈતિક અને સાંસ્કૃતિક જવાબદારી છે. ગુજરાતી સાહિત્ય અકાદમી (UK) એ દશમી પરિષદના આ મંચ પરથી આપણને એ જવાબદારી નિભાવવાનો સ્પષ્ટ માર્ગ બતાવ્યો છે. આવો, દેશ અને વિદેશની ભોમ પર વસતા આપણે સૌ સાથે મળીને માતૃભાષા ગુજરાતીની દશા સુધારીને તેના ભવિષ્યને એક ઉજ્જવળ, સમર્થ અને અમર દિશા આપીએ. * * * સોશિયલ મીડિયા, ઇન્ટરનેટ અને એ.આઈ. વિશ્વ ‘સોશિયલ મીડિયા, ઇન્ટરનેટ અને એ.આઈ. વિશ્વ’ વિષયક ચર્ચા અત્યંત રસપ્રદ અને વિચારપ્રેરક રહી. આજે આપણે માનવ ઇતિહાસના એક એવા નાજુક અને સંક્રાંતિકાળમાં ઊભા છીએ, જ્યાં કૃત્રિમ બુદ્ધિમત્તા (AI), સોશિયલ મીડિયા અને ડિજિટલ નેટવર્ક માત્ર આપણા વ્યવહારનાં સાધનો રહ્યાં નથી, પરંતુ આપણા વિચારો, ભાષા અને ભાવ-અભિવ્યક્તિના સ્વરૂપોને પણ પ્રભાવિત કરવા લાગ્યાં છે. જ્યારે મશીન ક્ષણવારમાં શુદ્ધ અને સુઘડ ગુજરાતી લખી શકે, ત્યારે એક મૂળભૂત પ્રશ્ન ઉપસ્થિત થાય છે: શું ભાષા માત્ર માહિતીની આપ-લેનું માધ્યમ છે, કે પછી તે મનુષ્યની ચેતના, જીવનશૈલી અને સંસ્કૃતિનો જીવંત વારસો છે? આ પરિસ્થિતિમાં ઊભી થતી વૈચારિક અરાજકતા સામે આપણી ભાષાના મૌલિક સર્જનનું સંરક્ષણ અને પ્રસાર કરવાનો સચોટ માર્ગ કંડારવો જ પડશે. ૧. ગાણિતિક કીમિયાગરી વિરુદ્ધ સંવેદનાત્મક કાવ્યત્વ કૃત્રિમ બુદ્ધિમત્તાની મૂળભૂત પ્રકૃતિ સંભાવનાઓ (Probabilities) અને નમૂનાઓ (Patterns) ઓળખવા પર આધારિત છે. AI પાસે અબજો શબ્દો અને લખાણોના વિશાળ ડેટાસેટ્સ હોય છે. તે આ ડેટામાંથી ભાષાના નમૂનાઓ અને સંદર્ભોને ઓળખીને આગળના શબ્દો કે વાક્યોનું અનુમાન કરે છે. પરંતુ સાચું સાહિત્યિક સર્જન માત્ર ગણતરી કે અનુમાનમાંથી જન્મતું નથી; તે માનવીય સંકલ્પ, સંવેદના, કલ્પના અને આંતરિક મંથનમાંથી જન્મે છે. AI પાસે શબ્દોની વિપુલતા છે, પરંતુ એ શબ્દો પાછળનો પોતાનો ‘અનુભવ’ નથી. તે વિરહ પર કવિતા રચી શકે છે, પરંતુ વિરહની પીડા અનુભવી શકતું નથી. તે ભક્તિપદ રચી શકે છે, પરંતુ સમર્પણની અનુભૂતિ કરી શકતું નથી. સાહિત્ય સેકંડોમાં મળતું યાંત્રિક પરિણામ નથી, પરંતુ એક ‘સાધના’ છે. લેખક કે કવિ જ્યારે શબ્દની શોધમાં મૌન સેવે છે, દ્વિધામાંથી પસાર થાય છે અને પોતાના અંતરનો નિચોડ કાગળ પર ઉતારે છે, ત્યારે જ એ શબ્દમાં પ્રાણ પૂરાય છે. આ માનવીય ભાવસ્પંદનની તીવ્રતા અને અનુભૂતિને મશીન સાથે સરખાવી શકાય નહીં. ૨. વૈચારિક આધિપત્ય અને અરાજકતાનું જોખમ ડિજિટલ યુગમાં આ માત્ર ટેકનોલોજીનો વિષય નથી, પરંતુ ગંભીર સાંસ્કૃતિક અને વૈચારિક પ્રશ્ન પણ છે. ૩. સંરક્ષણ અને પ્રસાર માટેની સ્વાભિમાની કાર્યયોજના આ સ્થિતિ સામે આપણે લાચાર પ્રેક્ષક બનીને રહેવાનું નથી. શૈક્ષણિક અને સાહિત્યિક સંસ્થાઓએ સમયસર અને સંકલિત પગલાં ભરવાની જરૂર છે. (ક) જાગૃતિ અભિયાન (Awareness Drive) (ખ) મૌલિક સર્જનનું ડિજિટલ સંરક્ષણ (Preservation) (ગ) નવી પેઢી સુધી સાહિત્યનો પ્રસાર (Youth Engagement) (ઘ) સંસ્થાગત નેતૃત્વ (Institutional Leadership) ઈતિહાસ સાક્ષી છે કે જ્યારે છાપખાનું (Printing Press) કે ઔદ્યોગિક ક્રાંતિ જેવી નવી ટેકનોલોજી આવી ત્યારે પણ માનવીય સર્જનાત્મકતા અંગે પ્રશ્નો ઊભા થયા હતા. પરંતુ મનુષ્યની ચેતનાએ દર વખતે ટેકનોલોજીને માત્ર સાધન બનાવીને નવા માર્ગો શોધ્યા છે. કૃત્રિમ બુદ્ધિમત્તા કે સોશિયલ મીડિયા ગમે તેટલાં શક્તિશાળી બની જાય, પરંતુ કવિના હૃદયમાં જાગતા તીવ્ર વિરહના અશ્રુ, લોકસાહિત્યના દુહામાં રહેલી માટીની સુગંધ કે માનવીય સંવેદનામાંથી જન્મતા મૌલિક સર્જનનું સ્થાન તેઓ લઈ શકશે નહીં. AI આપણી કલમનું સહાયક બની શકે, સ્વામી નહીં. આપણી આંતરિક વિચારસરણી પર કોઈ બાહ્ય શક્તિનો કાબૂ ન હોવો જોઈએ. આજે પ્રશ્ન એ નથી કે ટેકનોલોજી કેટલી આગળ વધશે; પ્રશ્ન એ છે કે આપણે આપણી શૈક્ષણિક અને સાહિત્યિક સંસ્થાઓ દ્વારા નવી પેઢી અને સર્જકોમાં કેવી અને કેટલી જાગૃતિ લાવી શકીશું. જો આપણે વૈચારિક આધિપત્ય સામે સજાગ રહીશું અને સોશિયલ મીડિયા, ઇન્ટરનેટ તથા એ.આઈ.ના વિશ્વમાં વિવેકબુદ્ધિપૂર્વક આપણી ભાષાના આત્માને જાળવી રાખીશું, તો ગુજરાતી ભાષા ડિજિટલ યુગમાં પણ પોતાની ભવ્યતા, સ્વતંત્રતા અને સાંસ્કૃતિક સંપ્રભુતા સાથે ઝળહળી ઊઠશે. સુગમ સંગીત: સુગમ સંગીતની બેઠકમાં અમર ભટ્ટ કવિતા સંગીતનું અર્થસભર સંયોજન કરી અમને મધ્યકાલિન યુગથી અર્વાચીન યુગની અનોખી સ્વરયાત્રામા દોરી ગયાં. નરસિંહ મહેતા, પ્રેમાનંદ, શામળના સંગે ઝૂલણાં ઝૂલતાં, કવ્વાલીની રંગછાંટે, અમને સહુને મનમાં બસ એક ભાવ, ચાલ ફરિયે. ધન્ય ધન્ય થયાં સહુ, આભાર અમરભાઈ. બૃહસ્પતિ ગુજરાતી: ‘અસ્મિતાના અહંકાર’થી ‘આત્મવિવેક’ની પરિવ્રાજકતા ‘બૃહસ્પતિ ગુજરાતી’—આ શબ્દપ્રયોગ કેવળ ભૂગોળ કે અર્થશાસ્ત્રનો ક્ષેત્રવિસ્તાર નથી; એ પ્રજાકીય ચૈતન્યનો એક સાંસ્કૃતિક અને દાર્શનિક આલેખ છે. સામાન્ય રીતે ‘ગુજરાતી’ શબ્દ સંભળાતાં જ મનમાં વ્યવહારકુશળતા, ઉદ્યોગસાહસિકતા, વાણિજ્યિક કૌશલ્ય અને વૈભવી સમૃદ્ધિની છબિ ઊભી થાય છે. પરંતુ, શું કોઈ સંસ્કૃતિ કે પ્રજા માત્ર પોતાના નાણાકીય આંકડાઓ કે ભૌતિક ક્ષેત્રફળથી સંસ્કૃતિના ઉચ્ચતમ શિખરે પહોંચી શકે? ‘બૃહસ્પતિ’ એ દેવોના ગુરુનું પ્રતીક છે. એ કેવળ સત્તા કે સમૃદ્ધિનું નહીં, પરંતુ અધ્યાત્મ, જ્ઞાન, નૈતિક ઉત્તરદાયિત્વ અને તટસ્થ વિવેકનું ઉત્તમોત્તમ રૂપ છે. તેથી વર્તમાન સમયની આંતરિક કસોટી એ નથી કે ‘ગુજરાતી કેટલો સમૃદ્ધ કે વિજેતા છે?’, પરંતુ એ છે કે ‘ગુજરાતી પોતાની નૈતિક ચેતનામાં કેટલો વિવેકી અને જાગૃત છે?’ કનૈયાલાલ મુનશીએ જ્યારે ‘ગુજરાતની અસ્મિતા’નો ખ્યાલ આપ્યો, ત્યારે તેમાં પ્રજાકીય ખમીર અને સ્વમાનનો ગૌરવવંત ગુંજારવ હતો. પરંતુ કવિ ઉમાશંકર જોશીએ જ્યારે ‘વિવેક બૃહસ્પતિ’ શબ્દ યોજ્યો, ત્યારે તેમણે ગૌરવના આત્મમુગ્ધ ખ્યાલને આત્મનિરીક્ષણની કસોટીમાં પરિવર્તિત કરી દીધો. મુનશીનો આગ્રહ ‘અસ્મિતા’ (Identity) પર હતો, જ્યારે ઉમાશંકરનો આગ્રહ ‘વિવેક’ (Discernment) પર હતો. આજના સમયમાં આપણી સામે ઊભેલો યક્ષપ્રશ્ન એ છે કે : શું આપણે આપણી વિજયગાથાઓની ઉજવણીમાં એટલા અંધ બની ગયા છીએ કે આપણી નૈતિક મર્યાદાઓ તરફ જોવાની વિવેકદૃષ્ટિ ખોઈ બેઠા છીએ? ૧. ઓળખની વ્યાકરણ અને ‘અન્ય’નો સ્વીકાર ‘ગુજરાતી કોણ?’ આ પ્રશ્ન ભૌગોલિક સીમાઓ કરતાં વધુ માનસિક સીમાઓનો છે. ૧૯૬૦માં રાજકીય નકશા પર ગુજરાત આકાર પામ્યું તે પૂર્વે પણ એ એક અમૂર્ત સાંસ્કૃતિક ચેતના તરીકે ધબકતું હતું. ભૂગોળની દૃષ્ટિએ પણ કચ્છ, સૌરાષ્ટ્ર અને તળ-ગુજરાતની લોકતાસીર એકરૂપ નથી. તેથી ‘ગુજરાતીપણું’ એ કોઈ જૈવિક કે વંશગત બંધિયારપણું નથી. અન્ય પ્રદેશોમાંથી આવીને આ ભૂમિને અપનાવનાર, જુદા ધર્મ-જ્ઞાતિમાં જન્મનાર, કે સુદૂર દેશોમાં વસતો ડાયસ્પોરા—આ તમામ આ વ્યાખ્યાના તાણાવાણા વણે છે. દાર્શનિક દૃષ્ટિએ ડાયસ્પોરાનો અનુભવ ગુજરાતીતાને એક વૈશ્વિક માનવતાવાદી પરિમાણ આપે છે. જ્યારે દક્ષિણ આફ્રિકાની રંગભેદ વિરોધી ક્રાંતિમાં મહાત્મા ગાંધીની સાથે અહમદ કથરાડા, ફ્રેની જિનવાલા કે અઝીઝ પહાડ જેવાં નામો જોડાતાં હોય; જ્યારે લંડનની ધગધગતી ગ્રુનવિક સ્ટ્રાઇકમાં પાંચ ફૂટના જયાબહેન દેસાઈ “અમે સિંહો છીએ” કહીને શ્રમિકોના આત્મસન્માન માટે સત્તા સામે પંજો મિલાવતા હોય; કે ન્યૂ યોર્કના હાંસિયામાં ધકેલાયેલા ટેક્સી ચાલકોના માનવઅધિકાર માટે ભૈરવીબહેન દેસાઈ લડતાં હોય—ત્યારે ગુજરાતીપણું કેવળ ‘વેપારી પ્રજા’ના ચોકઠામાંથી મુક્ત થઈને સાશ્વત માનવચેતના અને પ્રતિરોધ(Resistance)નું પ્રતીક બની જાય છે. પરંતુ, એ જ સમાજનો કોઈ ઘટક જ્યારે નફાખોરી, છેતરપિંડી કે વર્ચસ્વવાદી સંકીર્ણતામાં રાચે છે, ત્યારે એ પણ આપણી જ વાસ્તવિકતા છે. દાર્શનિક સ્વીકાર એ જ છે કે આપણી ઓળખ ‘ધ ગુડ, ધ બેડ એન્ડ ધ અગ્લી’નું મિશ્રણ છે. જે પ્રજા પોતાના કદરૂપા ચહેરાને દર્પણમાં જોવાની હિંમત ગુમાવે છે, તે આત્મશુદ્ધિની શક્યતા પણ ગુમાવી બેસે છે. ૨. વૈભવનું અર્થશાસ્ત્ર વિ. ચરિત્રનું નીતિશાસ્ત્ર ગુજરાતી સમાજની સૌથી મોટી કાર્યસાધક શક્તિ તેની ભૌતિક ઉન્નતિ (Upward Mobility) અને તીવ્ર ઉદ્યોગસાહસિકતા છે. વ્યવસાયમાં સફળ થવું કે વ્યક્તિગત સમૃદ્ધિ મેળવવી એ કોઈ પાપ નથી; પણ જ્યારે વ્યક્તિગત સફળતા જ સમાજનો અંતિમ આદર્શ બની જાય, ત્યારે નીતિશાસ્ત્રનો ક્ષય શરૂ થાય છે. તત્ત્વચિંતનની દૃષ્ટિએ અહીં એક ઊંડો વિરોધાભાસ છે: ‘હું સમૃદ્ધ થયો, પણ શું આપણું સમાજશાસ્ત્ર સમૃદ્ધ થયું?’ મારું પોતાનું ભૌતિક ભવન મોટું થયું, પણ જાહેર જીવન અને સંસ્કૃતિનું ધોરણ કેટલું વિખરાઈ ગયું? ઉત્કૃષ્ટ બિઝનેસમેન હોવું (Enterprise) અને ‘વિવેક બૃહસ્પતિ’ હોવું વચ્ચે એક અદૃશ્ય પણ ખતરનાક અંતર છે. ઉદ્યોગ અને ધન કેવળ સાધન બની શકે, સાધ્ય તો કેવળ એ વિવેક છે જે સમાજને ન્યાયી અને સર્વસમાવેશક બનાવે. ૩. ‘બ્લેક થેલી’: સામાજિક દંભનું સબ–ટેક્સ્ટ (Sub-text) આપણા સમાજમાં ઘરમાં લવાતું માંસ કે ઈંડાં, અને બીજી તરફ સ્ત્રીના માસિક ધર્મ માટેના સેનિટરી પેડ્સ—આ બંને વસ્તુઓ જ્યારે કાળી પ્લાસ્ટિકની થેલીમાં વીંટીને આપવામાં આવે છે, ત્યારે એ માત્ર પેકિંગ નથી રહેતું. એ આપણા સમાજની છૂપી શરમ, દંભ અને દેખાડાનું પ્રતીક બની જાય છે, જે આપણી સામાજિક સંકુચિતતાને છતી કરે છે. આપણે વાસ્તવમાં શું છીએ તેના કરતાં ‘લોકો શું કહેશે?’-નો દંભ જ અહીં આપણી નીતિમત્તાનો મુખ્ય માપદંડ બની જાય છે અને ગુજરાતીનું બૃહસ્પતિપણું અંહી અલગ સ્વરૂપ ધારણ કરે છે, ૪. સરહદોની પાર: ‘બીજા ગુજરાત’ની દાર્શનિક શોધ અમદાવાદના મણિનગરમાં ઉછરેલી આરતી નાયર જાણેલા પૂર્વગ્રહો અને ભયની કાલ્પનિક દીવાલો ઓળંગીને જુહાપુરા જેવા વિસ્તારમાં પગ મૂકે છે, ત્યારે તેને ત્યાં બંદૂકો કે દુ:શ્મનો નથી મળતા, પરંતુ પોતાના જેવા જ સપનાંઓ આંખોમાં આંજીને જીવતા સામન્ય માણસો મળે છે. ત્યારે ‘ગુજરાતી એટલે કોણ?’-નો સવાલ બદલાઈને ‘આપણે કયા ગુજરાતને પ્રમાણભૂત માનીએ છીએ?’-નો સવાલ બની જાય છે. એક જ ભૌગોલિક સ્થાનમાં બે સમાંતર અને વિરોધાભાસી વાસ્તવિકતાઓ જીવતી હોય છે. જ્યારે બહુમતીમાં જીવતો માણસ વિદેશ જઈને લઘુમતી (Minority) બને છે, ત્યારે જ તેને ભય અને વિમુખતા(Alienation)ના ખરા અર્થની સમજાય છે. સાચું બૃહસ્પતિપણું પોતાના સંકુચિત સાનુકૂળ વિસ્તાર ઝોનની બહાર નીકળીને પરાયા ગણાતા ‘બીજા’ના અસ્તિત્વને પણ સમાન આદર અને ન્યાય આપવાની ક્ષમતામાં રહેલું છે.
૫. ભૂતકાળના ચાર શિખર–મોડેલો અને વર્તમાન સાંસ્કૃતિક વિસ્થાપન ગુજરાતનો ભૂતકાળ કેવળ વેપારનો નથી; તેની પાસે વિશ્વને દિશા બતાવે તેવા ચાર નૈતિક મોડેલ્સ હતા: નૈતિક નેતાગીરીનું મોડેલ: મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત સત્ય, અહિંસા અને સત્યાગ્રહની પ્રયોગશાળા. “આજે આ ચારેય પરિમાણોનો ગંભીર હ્રાસ થયો છે. સાચા વિવેક અને બૌદ્ધિકતાની જગ્યાએ વ્યાસપીઠોનો બજારવાદ, લોકપ્રિયતાખોર પત્રકારત્વ અને રાજકીય અનુકૂળતાવાદ ગોઠવાઈ ગયા છે. વિચારની જગ્યાએ ભક્તિવાદ અને આત્મપરીક્ષણની જગ્યા અહંકારી આત્મપ્રશંસાએ લઈ લીધી છે. કવિ બળવંતરાય ઠાકોરની ચેતવણી—’જે પ્રજા પોતાના વિવેકી મનીષીઓને ઓળખી કે પૂજી શકતી નથી, તે પ્રજા નવા મહાન પુરુષોને પેદા કરવાની ક્ષમતા ગુમાવી બેસે છે’—આજે સાચી ઠરતી લાગે છે.”.” ‘ગૌરવના ઉત્સવ‘થી ‘વિવેકની યાત્રા‘ તરફ ‘બૃહસ્પતિ ગુજરાતી’ એ કોઈ જડ કે બનેલું-બનાવેલું પદ નથી; તે સતત પ્રાપ્ત કરવાની એક નૈતિક અને દાર્શનિક પ્રક્રિયા છે. સાચો બૃહસ્પતિ ગુજરાતી એ નથી જે કેવળ ધન-સંપત્તિ કે રાજકીય સત્તા ધરાવે છે. સાચો બૃહસ્પતિ ગુજરાતી એ છે: – જે પોતાની સમૃદ્ધિનું ગૌરવ લે, પણ પોતાની સામાજિક ખામીઓ સ્વીકારવાની હિંમત દાખવે. – જે પોતાની સંસ્કૃતિને પ્રેમ કરે, પણ કોઈ બીજાના અસ્તિત્વને નાનું કે અસ્પૃશ્ય કર્યા વગર. – જે વૈયક્તિક લાભથી ઉપર ઊઠીને સામૂહિક ન્યાય અને જાહેર હિત માટે પ્રશ્નો પૂછે. – જે પોતાના સમાજને અનહદ પ્રેમ કરે—માત્ર તેનો ઉત્સવ મનાવવા માટે નહીં, પણ તેની સાચી અને નિષ્ઠુર ટીકા કરીને તેને વધુ સુંદર બનાવવા માટે! ઉમાશંકર જોશીના શબ્દોમાં કહીએ તો: “એ તે કેવો ગુજરાતી જે હો કેવળ ગુજરાતી!” જ્યારે ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં સદાકાળ ગુજરાત’નો અર્થ કેવળ ભૌગોલિક કે આર્થિક વર્ચસ્વ ન રહેતાં—માનવતા, ન્યાય, અહિંસા અને વિવેકનું વૈશ્વિક મૂલ્ય બનશે, ત્યારે જ ગુજરાત ‘ગૌરવ’ના બંધિયારપણામાંથી મુક્ત થઈને વિશ્વ માટે એક સાચો ‘વિવેક બૃહસ્પતિ’ બની શકશે. નોંધ: આ લેખ ગુજરાતી સાહિત્ય અકાદેમી યુ.કે.ની દશમી ભાષા સાહિત્ય પરિષદમાં રજૂ થયેલા મૌલિક વક્તવ્યોમાં ચર્ચાયેલા મુદ્દાઓ આધારિત એક સ્વતંત્ર વિશ્લેષણ છે. અતિથિ વિશેષ પદેથી સમાપન વક્તવ્ય : દશમી ભાષા–સાહિત્ય પરિષદ; 09 ઑગસ્ટ 2026 ગમતું મળે તો અલ્યા, ગુંજે ન ભરીએ ને ગમતાંનો કરીએ ગુલાલ. — મકરન્દ દવે ડૉ. સુમન શાહ, કોઈક નિજી કારણોવસાત અતિથિ વિશેષ તરીકે હાજર રહી શકે તેમ ન હોઈ, જાણીતા વાર્તાકાર અનિલ વ્યાસ એ પદે હતા અને એમણે આપણને ન્યાલ કર્યા, આનંદ અને સંતોષ આપ્યો. નત મસ્તક, અનિલભાઈ. આ ટાંકણે મને સન 1909ની સાલ સાંભરે છે. દક્ષિણ આફ્રિકાના સવાલો અને કોયડા લઈને ત્યાંના એશિયાઈ પ્રતિનિધિમંડળમાં ગાંધીભાઈ લંડન આવે છે. ઑક્ટોબર માસે શહેરમાં ગુજરાતી આગેવાનોની બેઠક બોલાવે છે. પચાસેક જણની હાજરી હશે. અને ગુજરાતી સાહિત્ય પરિષદના આગામી અધિવેશન સારુ આ સભામાં એક મજબૂત ઠરાવ ઘડવામાં આવે છે. અને તે વખતના પરિષદના આગેવાનોને એ ઠરાવ મોકલાય છે. અને હવે આ 2026નો સમય. સરખામણી કરવી નથી. ગજું ય નથી. એ લંડન હતું; અને આજે ય આ લંડનની જ બેઠક છે. ખેર ! આ પાંચ દાયકે વિચારું છું તો મારા મોટા ભાગના સાથીદારો, સહોદર, સમેત હું ગઈકાલ છીએ તે પરખાય છે. જ્યારે સામે કલરવ જોશી, આરતી નાયર, પાર્થ પંડ્યા, તેજલ પ્રજાપતિ આવતીકાલ રૂપે ઊભરે છે. તેનો સહર્ષ સ્વીકાર છે. આપણી આ ગુજરાતી સાહિત્ય અકાદમીના નેજા હેઠળ, સુવર્ણ જયંતીના ભાગરૂપે, આપણે આ દશમી ભાષા-સાહિત્ય પરિષદને સમેટી લેવાની આ ઘડી છે. આ પરિષદનો બાજોઠ પડે તેને સારુ બે’ક વરસની પૂર્વતૈયારીઓ કરવાની આવી. અને હવે આજે, તમને દરેકને સહૃદય આવજો કહેવાનું મન કરું છું. સંતોષનો ઓડકાર એટલે મન અને પેટ ભરાયા પછીની પરમ શાંતિની અનુભૂતિ. જ્યારે કોઈ વ્યક્તિ કોઈ કામ પૂરું કરીને દિલથી ખુશ થાય છે, ત્યારે તેને જે માનસિક અને શારીરિક સંતોષ મળે છે તેવી આ સ્થિતિ છે. હું ય સંતોષ પામ્યો છું. અને રાજીપો ય ભારોભાર. વારુ, આપણા ગમતીલા એક કવિ ‘સ્નેહરશ્મિ’ને નામ એક કવિતા-પંક્તિ છે : નમતાને સહુ કો નમે, સહુ કો દે સન્માન, સાગરને નદીઓ ભજે છોડી ઊંચાં સ્થાન. સાગરને કેટકેટલી નદીઓએ પાણી સિંચ્યું છે. એક પા ઑસ્ટૃાલિયા તો બીજી પા, કેનેડા અને યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ અમેરિકા; તો બીજી પાસ તળ ગુજરાત અને યુનાઇટેડ કિંગ્ડમ તો ખરું જ ખરું. આ દરેકનાં પાણીએ અમને, આપણને સમૃદ્ધ કર્યાં છે. રસતરબોળ રાખ્યાં છે ! અને બન્ને કાંઠે સભર સભર નદીપ્રવાહ લઈને ધસમસતાં રહ્યાં અનિલ વ્યાસ, અમર ભટ્ટ, અદમ ટંકારવી, આરાધના ભટ્ટ, બાબુ સુથાર, રૂપાલી બર્ક, પ્રકાશ ન. શાહ, પાર્થ પંડ્યા, નીતા શૈલેશ, મીનળ દવે, તેજલ પ્રજાપતિ, પન્ના નાયક, નટવર ગાંધી, મનીષી જાની, કલરવ જોશી, અશોક કરણિયા, અભિમન્યુ આચાર્ય, સલિલ ત્રિપાઠી, ઉર્વીશ કોઠારી, આરતી નાયર તેમ જ પંચમ શુક્લ અને નીરજ શાહ. કવિ સંમેલનમાં, અદમભાઈના સંચાલન હેઠળ, ભારતી વોરા, ફારૂક ઘાંચી ‘બાબુલ’, મહેક ટંકારવી, સલિલ ત્રિપાઠી, જગદીશ દવે, પંચમ શુક્લ, ‘ગુલ’ અહમદ તેમ જ અદમ ટંકારવી સામેલ રહ્યાં. આ પરિષદની સફળતાનો યશ આ બિરાદરોને ફાળે જ હોય; અને તે સૌની જોડાજોડ કાર્યવાહી સમિતિ માંહેના કાર્યવાહકોને નામ, જમે રહેવાની મજબૂત સિલક હશે. સામે પાર, ક્યાંક અવિવેક થયો હોય; ક્યાંક કચાશ રહી ગઈ હોય; તો તે અપયશ મારે જ શિરે રહેજો. સોનલબહેનન પરીખ, તાજેતરે, ઉમાશંકર જોશી અંગે લખતાં હતાં. “વહીવટી દક્ષતા એવી કે પ્રતિષ્ઠિત પદો સામેથી એમને ઑફર થતાં. સર્જન તો ચાલુ જ હોય – ‘મને લખવામાં વાર નથી લાગતી. મનમાં બધું તૈયાર થાય પછી જ કાગળ પર ઉતારું છું.’ ‘મારે કબૂલ કરવું જોઈએ કે જાહેર બાબતોમાં ન સંકળાયો હોત તો હું સર્જક બન્યો ન હોત. પોતાના સમયમાં બનતા બનાવોમાંથી સર્જક ગેરહાજર રહી શકે નહીં.’” આ અને આ પહેલાની નવેનવ ભાષા-પરિષદનો આ તો કેન્દ્રગામી સૂર રહ્યો છે : “પોતાના સમયમાં બનતા બનાવોમાંથી સર્જક ગેરહાજર રહી શકે નહીં.” વળી, ઉમાશંકર જોશી ગાતા હતા, તે સાંભરે છે : પરાગ જો અંતરમાં હશે તો એ પાંગરીને કદી પુષ્પ ખીલશે; મનોરથો સ્વપ્ન મહીં હશે તો સિદ્ધિરૂપે કાર્ય વિશે જ જન્મશે. જગત ભરે પથરાયેલા ગુજરાતી ડાયસ્પોરે, પ્રવાસી ગુજરાતીઓ માટે પોતાની ભાષા, સંસ્કૃતિ અને સાહિત્યને જીવંત રાખવાં એ એક મોટો પડકાર રહ્યો છે. પરંતુ યુનાઇટેડ કિંગ્ડમની ધરતી પર આ પડકારને એક અવસરમાં બદલીને ગુજરાતી સાહિત્ય અકાદમીએ વર્ષોથી અદ્ભુત કાર્ય કર્યું છે. પાંચપાંચ દાયકાના આ પટે આનંદની હેલી સર્જાયા કરી છે. આ ગાળો, વળી, હૂંફાળો અને પોરસાવનારો વર્તાયો છે. પશ્ચિમ ગોળાર્ધમાંની અનેકવિધ વિપરીત પરિસ્થિતિ વચ્ચાળે, એક રીતે ઘડીનું કર્તવ્ય અંગેની સમજ જોડાજોડ નિજી પુરુષાર્થના બળે આ સમયગાળો દ્યોતક શી છાપ ઊભી કરે છે. ૫૦ વર્ષની આ ઐતિહાસિક સફર એ વાતની સાબિતી છે કે સાગરપાર પણ ગુજરાતી ભાષાનો વાવટો અડગ છે. આ સુવર્ણ મહોત્સવ માત્ર એક સંખ્યા નથી, પરંતુ યુનાઇટેડ કિંગ્ડમમાં વસતા ગુજરાતીઓની માતૃભાષા પ્રત્યેની અતૂટ ભક્તિ અને સમર્પણનું પ્રતીક છે. આજના ડિજિટલ યુગમાં યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી વધુ સક્રિય બની છે અને ઝૂમ (Zoom) જેવા માધ્યમો થકી વૈશ્વિક સ્તરે સાહિત્યિક કાર્યક્રમો, કાવ્યચર્યાઓ અને સ્વાધ્યાયપીઠ ચલાવી રહી છે. ફરી, ફરી ઉમાશંકરભાઈ સ્મરણે ચડે છે. એમણે જ કહ્યું છે ને − ત્રણ વાનાં મુજને મળ્યાં : હૈયું, મસ્તક, હાથ. બહુ દઈ દીધું, નાથ ! જા,ચોથું નથી માગવું ! ચાલો, નમસ્કાર. આવજો. મેળે મળ્યાનો રાજીપો. સાંચવીને સિધાવજો. પ્રમુખ સ્થાનેથી, સમાપન બેઠક, દશમી ભાષા-સાહિત્ય પરિષદ; હેરૉ, 09 ઑગસ્ટ 2026વીડિયો
દશમી ભાષા-સાહિત્ય પરિષદ ને - અનિલ વ્યાસ
* ગુજરાતી સર્જકોને સર્જનાત્મક અભિવ્યક્તિ માટે મંચ પૂરો પાડવો.
* કવિઓ, વાર્તાકારો, નવલકથાકારો, વિવેચકો અને સંશોધકોને પ્રોત્સાહન આપવું.
* વિદેશમાં વસતી નવી પેઢીમાં ગુજરાતી ભાષા પ્રત્યે રસ જાળવી રાખવો.
* ધર્મ, જાતિ, પ્રદેશ અથવા રાજકીય વિચારસરણીથી પર રહી સૌને સાહિત્યના માધ્યમથી જોડવા.
શનિવાર, 01 ઑગસ્ટ 2026ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા - નીતા શૈલેશ
(2236 શબ્દો)૨. બીજી બેઠક (રવિવાર, 2 ઑગસ્ટ 2026)
વીડિયો
૩. ત્રીજી બેઠક (શનિવાર, 8 ઑગસ્ટ 2026)
વીડિયો
55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI - Ashok Karania
વીડિયો
ભાગ ૧
આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ - આરતી નાયર
પણ એ સવાલ સુધી પહોંચતાં પહેલાં મારે એક વધુ અંગત વાતનો સામનો કરવો પડ્યો.
પણ તેમની અંદર એક વાત સામાન્ય હતી :
પણ ગર્વ આપણને આત્મપરીક્ષણ કરતાં રોકવો ન જોઈએ.સમાપન બેઠક, દશમી ભાષા-સાહિત્ય પરિષદ - અનિલ વ્યાસ
પ્રમુખસ્થાનેથી, સમાપન બેઠક, દશમી ભાષા સાહિત્ય પરિષદ - વિપુલ કલ્યાણી

