સુજ્ઞ કાવ્યચર્યકો,
બ્રેન્ટ લાયબ્રેરી સર્વિસીઝના સહકારથી, રાબેતા મુજબ (દર માસના પહેલા શનિવારે) મળતી ગુજરાતી સાહિત્ય અકાદમીની આ માસની બેઠક છે કાવ્યચર્યા.
કવિવર રાજેન્દ્ર શાહની જન્મશતાબ્દીની ઉજવણીના ભાગરૂપે આ બેઠકમાં આપણે કવિવરનાં કાવ્યોને ‘શાંત કોલાહલ’ શીર્ષક તળે વાચન, શ્રવણ અને ચર્વણ દ્વારા માણીશું અને રીતે કવિના અ-ક્ષર દેહને હાજરા-હજૂર કરીશું. આ કાર્યક્મની રૂપરેખા અને જાહેર આમંત્રણ આ અંગત પત્ર સાથે શામેલ છે. [ PDF ]
આપ સહુ મહેરબાનો, શનિવાર, 6 એપ્રિલ 2013ના ઠીક બપોરે 2.00 થી 4.00 કલાક દરમિયાન વિલ્સડન ગ્રીન લાયબ્રેરી (95 High Road, Willesden, London, NW10 2SF) ખાતે પધારી કાવ્યચર્યા બેઠકને કૃતાર્થ કરશો એવી હૃદયપૂર્વકની આશા સેવીએ છીએ. કોઈ કારણસર, આપ જો ન આવી શકો તો આપનો સંદેશો જરૂર પાઠવશો. આપના સંદેશાની નોંધ લઈ/વાચન કરી, અમે સહુ મિત્રોને આપની સાથે રૂ-બ-રૂ કરાવીશું.
આપના દર્શનાભિલાષી,
– પંચમ શુક્લ (કાવ્યચર્યા સંયોજક)
– ભદ્રા વડગામા (મહામંત્રી)
‘કવિવર રાજેન્દ્ર શાહ જન્મશતાબ્દી’નો ‘શાંત કોલાહલ’.
કાવ્યચર્યા સારણી
2.00 થી 2.05: સ્વાગત, રૂપરેખા અને સંયોજન
પંચમભાઈ શુક્લ
2.05 થી 2.15: કાવ્યસંગીત (‘ના બોલાય રે ના બોલાય’)
ડૉ. હિમાબહેન જાધવ અને સુનીલભાઈ જાધવ
2.15 થી 2.30: સ્મરણ, અંજલિ અને મળેલા સંદેશાઓનું વાચન
વિપુલભાઈ કલ્યાણી
2.30 થી 3.30: પસંદ કરેલાં કાવ્યોનું વાચન, શ્રવણ અને ચર્વણ
ધ્વનિબહેન જોશી, નીરજભાઈ શાહ, પંચમભાઈ શુક્લ અને સહુ મિત્રો
3.30 થી 3.45: કાવ્યાનુવાદ, આસ્વાદ અને વિમર્શ
ભદ્રાબહેન વડગામા અને સહુ મિત્રો
3.45 થી 4.00: શ્રોતા-પ્રતિભાવ, સમાપન અને જાહેરાત
સહુ મિત્રો, સંયોજક/મહામંત્રી/પ્રમુખ
4.00 થી 4.30: ખબર-અંતર અને ગોઠડી
સહુ મિત્રો
આ કાર્યક્રમનો અહેવાલ અહીં ક્લિક કરીને વાંચી શકાશે.