અકાદમીના સભ્યો અને મિત્રો,
ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના 18 ઑક્ટોબર 1920માં થઈ હતી.
શતાબ્દીની પૂર્વસંધ્યાએ પ્રાણજીવન વિદ્યાર્થીભવનનાં પ્રાંગણના વડ નીચે બેસીને ગાંધીજીનું આત્મનિરીક્ષણઃ “એક વણિક પુત્ર જો કરી શકતો હોય તો મેં ઋષિનું કામ કર્યું છે?”
વિષય પર ડો. નિમિષાબહેન શુક્લ અને ડો. દામિનીબહેન શાહ વક્તવ્ય આપશે.
વાર/તારીખઃ શનિવાર, 03 ઑક્ટોબર 2020
સમયઃ 14:00 (યુ.કે.), 18:30 (ભારત)
ફોર્મેટ: ગૂગલ મીટ (લિન્ક: https://meet.google.com/tph-smzs-pne)
નોંધઃ કોમ્પ્યુટર કે લેપટોપથી આપેલી લિન્ક પર ક્લિક કરીને Google Meetમાં સીધો પ્રવેશ મેળવી શકાશે, પરંતુ આઈપેડ કે મોબાઈલ ફોન જેવાં નાનાં સાધનો પર અગાઉથી Google Meet એપ ઈન્સ્ટોલ કરવાની ભલામણ કરીએ છીએ.
બેઠકની રૂપરેખા બિડેલા પત્રકમાં [ PDF ] આમેજ છે.
સહુને સહૃદય આમંત્રણ,
પંચમ શુક્લ અને વિપુલ કલ્યાણી
ગુજરાતી સાહિત્ય અકાદમી (યુ.કે.)
* ટેક્નોલૉજીની મર્યાદાને કારણે વહેલાં તે પહેલાંના ધોરણે પ્રથમ 100 સભ્યો જોડાઈ શકશે. વેળાસર તમારી જગ્યા અંકે કરી લેવા અનુરોધ કરીએ છીએ.