e.અસ્મિતા:
વિવિધ સ્થળે પથરાયેલા સભ્યો અને સન્મિત્રો સાથે ગુજરાતી સાહિત્ય અકાદમીએ ત્રણ ત્રણ દાયકાઓ સુધી મુદ્રિત પરિપત્રો દ્વારા સંપર્ક જાળવી રાખ્યો છે. બદલાતા જતા માહોલમાં, કેટલીક વહીવટી મુશ્કેલીઓ અને મર્યાદાઓને કારણે, હવે પછી પરિપત્રો મોકલવાનું શક્ય નહીં હોય. છતાં પણ અકાદમી આધુનિક ઈલેક્ટ્રોનિક સંસાધનોના ઉપયોગ વાટે દેશ દેશાવરે પથરાયેલા સભ્યો અને સન્મિત્રો સાથે સંપર્ક ટકાવી રાખવા કૃતનિશ્ચયી છે. જેનાં ભાગરૂપે “e.અસ્મિતા”નો નમૂનાનો (Dummy/ચૂસણી) અંક આ સાથે સાદર છે. પ્રતિભાવ પાઠવશો.
હાલના ઠરાવ મુજબ, “e.અસ્મિતા” ત્રૈમાસિક હશે અને અકાદમીના મુખપત્રની ગરજ સારશે. “e.અસ્મિતા”ના સંપાદનની જવાબદારી પંચમ શુક્લ સંભાળશે. જ્યારે સહયોગીઓ તરીકે વિપુલભાઈ કલ્યાણી, ભદ્રાબહેન વડગામા, અનિલભાઈ વ્યાસ, ફારૂકભાઈ ઘાંચી અને નીરજભાઈ શાહ રહેશે.
ડાઉનલોડ e-અસ્મિતા Dummy અંક