Archives

Monthly Archive for: ‘October, 2013’

e.અસ્મિતા: વિવિધ સ્થળે પથરાયેલા સભ્યો અને સન્મિત્રો સાથે ગુજરાતી સાહિત્ય અકાદમીએ ત્રણ ત્રણ દાયકાઓ સુધી મુદ્રિત પરિપત્રો દ્વારા સંપર્ક જાળવી રાખ્યો છે. બદલાતા જતા માહોલમાં, કેટલીક વહીવટી મુશ્કેલીઓ અને મર્યાદાઓને કારણે, હવે પછી પરિપત્રો મોકલવાનું શક્ય નહીં હોય. છતાં પણ અકાદમી આધુનિક ઈલેક્ટ્રોનિક સંસાધનોના ઉપયોગ વાટે દેશ દેશાવરે પથરાયેલા સભ્યો અને સન્મિત્રો સાથે સંપર્ક ટકાવી …

વિપુલ કલ્યાણી એક સારા, સોજ્જા પત્રકાર, સાહિત્યકાર અને વિશેષ તો યુનાઇટેડ કિંગ્ડમની ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ના મહામંત્રી તરીકે જાણીતા છે. તેમના ખભે લટકતા ખલતામાં અન્ય કંઈ નહીં તો અકાદમીનાં પરિપત્રો, ઉપરાંત સામયિકો કે પુસ્તકો જરૂર હોવાનાં. − વાતો પણ સાહિત્યની, સાહિત્યકારોની, સાહિત્ય અકાદમીની. જાણે એ જ એમનું ઓઢણું – પાથરણું. ખાસ કરીને બ્રિટનમાં ગુજરાતી ભાષાને સતત …

સંસ્કૃત સાહિત્યમાં લોકજીવન – રાજેન્દ્ર નાણાવટી

લોકજીવન એટલે લોકોનું જીવન, જનસાધારણનું જીવન, ભારતના વિશાળ ગ્રામીણ લોકસમાજના સાધારણ મનુષ્યનું જીવન. પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યનાં નાટકો – કાવ્યો – કથાઓમાં વર્ણવાતો સમાજ સામાન્ય રીતે સમાજના ઉચ્ચ કે વિશિષ્ટ વર્ગનો પ્રતિનિધિ હોય છે − રાજા, દેવ, મંત્રી, શ્રેષ્ઠી, સમૃદ્ધ ગણિકા અથવા તેમની સાથે તેમના અનુષંગે જોડાતો સેવકો, ભૃત્યો, મિત્રો, વિદૂષકો, શિષ્યો, વિટ-ચેટ વગેરે પાત્રોનો સમાજ …

આજે (શનિવાર, 13 જુલાઈ 2013) આપણે આપણા એક દિગ્ગજ સાહિત્યકાર બળવંત નાયકની લાઈફ સેલિબ્રેટ કરવા સારુ અહીં એકત્રિત થયાં છીએ. આ અવસરના એક ભાગરૂપે એમના વિષે વક્તવ્ય આપવા સાહિત્ય અકાદમીએ મને આમંત્રિત કર્યો છે, તે બદલ અકાદમીના અધિકારીગણનો હું ઓશિઁગણ છું. આવડી મોટી સર્વોત્મુખી પ્રતિભાની અખિલાઈને પામવી અને તેની સમગ્રતયાને તેના યોગ્ય સંદર્ભમાં મૂકી આપવામાં …