Archives

Category Archive for: ‘અસ્મિતા’

સાવરકુંડલામાં છેલ્લા લાંબા સમયથી સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાં લોકચાહના પ્રાપ્ત વિદ્યાગુરૂ ફાઉન્ડેશન સંચાલિત લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના લાભાર્થે તા.3 ફેબ્રુ. થી 11 ફેબ્રુઆરી 2018 દરમિયાન યોજાયેલ મોરારિબાપુની કથાના અવસરે તા.4 ફેબ્રુઆરી, રવિવાર સાંજના 5:30 કલાકથી રામકથા ગ્રાઉન્ડ ખાતે અનોખા સન્માન પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશ-વિદેશના દાતાઓ અને શ્રોતાઓ તથા સ્થાનિક જનતા …

પ્રાસ્તાવિક : પહેલી ગુજરાત રાજકીય પરિષદ ૩, ૪, ૫ નવેમ્બર ૧૯૧૭ના દિવસોમાં પંચમહાલના પાટનગર ગોધરા મુકામે મળી. પરિષદોના ઇતિહાસમાં અહીં તેનું પહેલું અધિવેશન હતું. તેથી પહેલી પરિષદની પ્રવૃત્તિઓ પર જતાં પહેલાં પરિષદની સ્થાપનાના ઇતિહાસ પર નજર નાખવી જરૂરી બનશે : “સૌપ્રથમ તો ગોધરાના કેટલાક ગૃહસ્થોનો એવો વિચાર હતો કે મુંબઈ ઇલાકાની પ્રાંતિક કૉન્ફરન્સ ભરવી, પરંતુ …

નવજાગૃતિ(રેનેસાં)નો અરુણોદય – ભોગીલાલ ગાંધી

રાજા રામમોહન રાય અને દુર્ગારામ મહેતાજી 1. ભારતીય ભૂમિકા  યુરોપની સરખામણીમાં ભારતના પુનર્જીવન – ‘રેનેસાં’નો યુગ ઘણો મોડો આરંભાયો હતો. અને યુરોપ કરતાં ભારતની પાર્શ્વભૂમિની ભિન્નતા તથા ‘રેનેસાં’ સમયની પરિસ્થિતિની પ્રતિકૂળતાઓ પણ નોંધપાત્ર હતી. ભારતમાંના આ પુનર્જીવન સાથે પશ્ચિમી-યુરોપી પ્રજાઓના ભારત-આગમનની અને વિશેષે ભારતમાં અંગ્રેજી રાજ્યશાસનની ઘટના, તેનાં શુભાશુભ લક્ષણો સાથે, નિર્ણાયક પરિબળ બની હતી. …

ગુજરાત પ્રત્યે આત્મભાન જાગવો જોઈએ – રવિશંકર મહારાજ

1લી મે, 1960ની સવારે રવિશંકર મહારાજના હસ્તે, હરિજન આશ્રમ – અમદાવાદ ખાતે ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી. એ પ્રસંગે રવિશંકર મહારાજે વ્યક્ત કરેલી અપેક્ષાઓ આજે આટલાં વર્ષે પણ એટલી જ પ્રસ્તુત છે. ગુજરાતની પ્રજા અને શાસકો મહારાજના ઉદઘાટન પ્રવચનમાં વ્યક્ત થયેલી અપેક્ષાઓ તરફ લક્ષ આપે, એવી આશા સાથે એ પ્રવચન સ-અાદર … આજે ગુજરાતનું …

ગુજરાતની એકતા – રણજિતરામ વાવાભાઈ મહેતા

આ લેખ ૧૯૧૬ના અરસામાં લખાયો હોય, તેમ લેખમાંની વિગતો પરથી તારવી શકાય છે. આશરે સૈકા પરનો આ લેખ, આજે પણ, અનેક કારણે નિરાંતવા વાગોળવા સમ છે. હા, રાજકીય પરિસ્થિતિ બદલાઈ છે. ભારત સ્વતંત્ર બન્યું છે, તેમ ગુજરાતનું પોતાનું રાજ્ય અસ્તિત્વમાં છે. લેખમાંના આંકડા છો વાસી રહ્યા, પણ તેમાં આપેલી વિચાર માટેની સામગ્રી, જાણે કે, આજે …