Archives

Monthly Archive for: ‘March, 2018’

હૅરો લાયબ્રેરી સર્વિસીઝ અને ગુજરાતી સાહિત્ય અકાદમીના સહયોગથી આયોજિત વાર્તા-વર્તુળ ગુજરાતી સાહિત્ય અકાદમીની અૅપ્રિલ–2018ની વાર્તા-વર્તુળની બેઠકમાં જાણીતા વાર્તાકાર ડૉ. જયન્ત ખત્રીની વાર્તા – “ધાડ”ને માણવાનું, સમજવાનું ચર્ચવાનું અને એમની આ વાર્તારચના પ્રક્રિયાને ધ્યાને લઈ વાર્તાકળાની વાત કરવા ધાર્યું છે. 27 પાનની આ વાર્તા વાંચીને આવવાની વિનંતી કરીએ છીએ. બેઠકમાં વાર્તાવાંચનનો અવકાશ નહીં હોય.  વાર-તારીખ: શનિવાર, …

વિદેશે વાનપ્રસ્થ: 18મી ડિસેમ્બરને સંયુક્ત રાષ્ટ્રસંઘે ‘વર્લ્ડ માઈગ્રન્ટ્સ ડે’ જાહેર કર્યો છે. આ દિવસ નિમિત્તે ઓસ્ટ્રેલિયાથી પ્રસારિત થતા ઓનલાઈન રેડિયો ‘સૂર સંવાદ’નાં સૂત્રધાર આરાધનાબહેન ભટ્ટે ભારતના અને વિદેશે વસતા ગુજરાતીઓમાં જાણીતા એવા વિપુલભાઈ કલ્યાણીની મુલાકાત 17 ડિસેમ્બર 2017ના રોજ પ્રસારિત કરી જેનું શબ્દાંકન અહીં પ્રસ્તુત છે. વિપુલભાઈ કલ્યાણી છેલ્લા ચાર દાયકાથી લંડનમાં નિવાસ કરી, ‘ગુજરાતી …

સાવરકુંડલામાં છેલ્લા લાંબા સમયથી સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાં લોકચાહના પ્રાપ્ત વિદ્યાગુરૂ ફાઉન્ડેશન સંચાલિત લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના લાભાર્થે તા.3 ફેબ્રુ. થી 11 ફેબ્રુઆરી 2018 દરમિયાન યોજાયેલ મોરારિબાપુની કથાના અવસરે તા.4 ફેબ્રુઆરી, રવિવાર સાંજના 5:30 કલાકથી રામકથા ગ્રાઉન્ડ ખાતે અનોખા સન્માન પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશ-વિદેશના દાતાઓ અને શ્રોતાઓ તથા સ્થાનિક જનતા …