‘વાર્તા-વર્તુળ’ (શનિવાર, 07 સપ્ટેમ્બર 2019)

હૅરો લાયબ્રેરી સર્વિસીઝ
અને
ગુજરાતી સાહિત્ય અકાદમીના

સહયોગથી આયોજિત

વાર્તાવર્તુળ

વાર-તારીખ: શનિવાર, 07 સપ્ટેમ્બર 2019
બપોરે – 2.00 કલાકે

વિલ્ડસ્ટોન લાયબ્રેરી
38-40 High Street, Wealdstone, Harrow HA3 7AE, Tel: 020 3714 7725

“લૉટરી લાગી ?” વાર્તાનું વાચિકમ્‌ તથા સામૂહિક રસદર્શન

રમણભાઈ ડી. પટેલની આ વાર્તા ‘અખંડ આનંદ’ના ઍપ્રિલ 2019ના અંકમાં પ્રગટ થઈ છે.

બીજા ચરણમાં ધ્રુવ ભટ્ટની સુખ્યાત નવલકથા ‘સમુદ્રાન્તિકે’નું રસદર્શન ઇલાબહેન ત્રિવેદી કરશે અને પછી આપણે સઉ જોડાઈશું.

આ કાર્યક્રમ આપના સહયોગથી જ આપણે સરસ રીતે માણી, ચર્ચા કરી શકીશું માટે સાથે જોડી વાર્તા વાંચજો તેમ જ હાથવગી હોય તો ‘સમુદ્રાન્તિકે’ નવલકથાને ય પૂરતો ન્યાય આપજો. [ PDF ]

આમ સજ્જધજ્જ થઈ અચૂક હાજર રહેવા હૃદયપૂર્વક વિનંતી કરીએ છીએ.

બેઠકની રૂપરેખા બિડેલા પત્રકમાં  [ PDF ] આમેજ છે.

આગોતરા આભાર સહ
આપના દર્શનાભિલાષી