ગુજરાતી સાહિત્ય અકાદમી
આયોજિત
‘વાર્તા–વર્તુળ‘
પ્રિય આત્મન,
આપ સહુને,
દીપોત્સવીની શુભકામનાઓ અને નૂતનવર્ષાભિનંદન
વૈશ્વિક કોરોના વાયરસ મહામારી સામે ટક્કર આપવામાં આપણું સાથે બેસી વાતો કરવાનું ભલે બહુ જ અઘરું બની ગયું હોય પણ ઓનલાઇન મળવું એકદમ હાથવગું છે.
એટલે વિક્રમ સંવત ૨૦૭૭ના આરંભે, ‘વાર્તા વર્તુળ’ની બેઠકમાં, આપણા અગ્રણી સાહિત્યકાર શ્રી વલ્લભ નાંઢાની નવી નવલકથા ‘ગુલામ’ની અનાવરણ વિધિ ગુગલ મીટ દ્વારા આયોજિત કરી છે.
આ અવસરે એમની સર્જન પ્રક્રિયા અને નવલકથા સમજવાનું ચર્ચવાનું ધાર્યું છે.
સમગ્ર ઉપક્રમ ઓનલાઈન રહેશે.
Link: https://meet.google.com/jum-goeh-mwg
તારીખ: શનિવાર, ૨૧ નવેમ્બર ૨૦૨૦
બપોરે-૨.૦૦ કલાકે
કાર્યક્રમ
પરિચય અને અનાવરણ : શ્રી વિપુલ કલ્યાણી
સર્જન કેફિયત: શ્રી વલ્લભ નાંઢા
પ્રતિભાવ: શ્રી મહેન્દ્ર દેસાઈ
સમાપન અને આભાર: શ્રી પંચમ શુક્લ
તકનિકી સહાય: શ્રી નીરજ શાહ
બેઠકની રૂપરેખા બિડેલા પત્રકમાં [ PDF ] આમેજ છે.
આપના સહયોગ થકી જ આપણે કાર્યક્રમ સરસ રીતે માણી શકીશું માટે અચૂક હાજર થવા હ્રદયપૂર્વક વિનંતિ.
– ભદ્રા વડગામા (સંયોજક) – અનિલ વ્યાસ (સંચાલક)