ગુજરાતી સાહિત્ય અકાદમીના નેજા હેઠળ દર માસના પહેલા શનિવારે સાહિત્ય બેઠકનું આયોજન થતું હોય છે. આ માસની (એટલે કે 5 ઑક્ટોબર 2013 ના રોજ મળેલી) વાર્તાવર્તુળ બેઠકમાં લંડનની મુલાકાતે આવેલા અમેરિકા નિવાસી ગુજરાતી ડાયસ્પોરાના સર્જક પ્રીતિબહેન સેનગુપ્તાએ એમની વાર્તા ‘પસંદગી’ ઉપરાંત કેટલીક કાવ્યકૃતિઓનું વાચન કર્યું હતું.
અકાદમીના પ્રમુખ વિપુલભાઈ કલ્યાણીએ પ્રીતિબહેનનો પરિચય આપવાની સાથે બેઠકની પૂર્વભૂમિકા બાંધી આપી હતી. ‘ઓટલો’ બેઠકના સંયોજક ધવલભાઈ વ્યાસે વાર્તાનું સવિસ્તાર વિશ્લેષણ કર્યું હતું. શ્રોતાઓએ વાર્તા વિશે પોતના પ્રતિભાવપ્રગટ કરતાં કરતાં પ્રીતિબહેન સાથે પ્રશ્નોત્તરી પણ કરી હતી. ‘વાર્તાવર્તુળ’ બેઠકના સંયોજક અનિલભાઈ વ્યાસે વાર્તાકલાને કેન્દ્રમાં રાખી ‘પસંદગી’ વાર્તાના ગુણદોષ બાબતે માર્મિક ટિપ્પણી કરી હતી. બ્રિટનના વરિષ્ઠ વાર્તાકાર વલ્લભભાઈ નાંઢાએ પણ બેઠકમાં હાજરી આપી વાર્તા વિષે પોતાનો હૂંફાળો પ્રતિભાવ આપ્યો હતો. અકાદમીના મહામંત્રી ભદ્રાબહેન વડગામાએ આખરે સૌનો આભાર માની જણાવ્યું હતું કે નવેમ્બરની શરૂઆતમાં દિવાળી આવતી હોવાથી હવે પછીની ‘કાવ્યચર્યા’ બેઠક 7મી ડિસેમ્બરે મળશે.
વીડિયો:
છબિ ઝલક: