ગુજરાતી સાહિત્ય અકાદમી
આપ સહુને વાર્તા વર્તુળની આ બેઠકમાં સહભાગી થવા હ્રદયપૂર્વક નિમંત્રે છે.
નામાંકિત નિબંધ સર્જક અને વિશ્વ પ્રવાસિની પ્રીતિ સેનગુપ્તા અમેરિકાથી આપણને સહુને મળવા વાર્તા વર્તુળની બેઠકમાં ભાગ લેવા અત્રે પધારશે.
આવો સુયોગ આપણને ક્યારે મળવાનો?
પ્રીતિબહેન નિબંધ, પ્રવાસવર્ણન સાથે વાર્તા સર્જન પણ કરે છે. આ તક ગુમાવવા જેવી નથી. એમની વાર્તા સાંભળીએ, ચર્ચીએ અને મૂલવીએ આપણાં પોતીકા અભિગમ અને સમજણથી. તો મિત્રો મળીએ….[ PDF ]
Saturday 5 October 2013
બપોરે ૨ કલાક થી સાંજના ૪૩૦
સ્થળ
Wealdstone Library, Wealdstone Centre
38-40 High Street, Harrow, Middlesex HA3 7AE
020 8420 9333
કાર્યક્રમ
સ્વાગત: વિપુલ કલ્યાણી
વાર્તા પઠન ‘પસંદગી: પ્રીતિ સેનગુપ્તા
સમાલોચના: ધવલ વ્યાસ
સ્વરુચિ ગદ્યખંડ વાચન: પ્રીતિ સેનગુપ્તા
આભાર દર્શન: ભદ્રા વડગામા