હૅરો લાયબ્રેરી સર્વિસીઝ
અને
ગુજરાતી સાહિત્ય અકાદમીના
સહયોગથી આયોજિત
‘ઓટલો’
પૅશન – ચાહના
ઇલા કાપડિયા
આ વખતની વાર્તાવર્તુળની બેઠકમાં આપણે ઇલાબેન કાપડિયાની વાર્તા ‘Passion – ચાહના’ ચર્ચવાનું નક્કી કર્યું છે. ઇલાબેન પણ આપણી વચ્ચે ઉપસ્થિત હશે જે આપણને વાર્તાનું રસપાન કરાવશે તથા તેમની પસંદગીની કવિતાઓનું પઠન કરી સંભળાવશે. મહેન્દ્રભાઈ દેસાઇ વાર્તાનું વિવેચન કરશે.
આ ઉપરાતાં Cityread London હેઠળ આ વર્ષે આવરી લેવામાં આવેલા આઇશા મલિકના પુસ્તક ‘સોફિયા ખાન ઇઝ નોટ ઓબ્લાઇઝ્ડ – Sofia Khan is Not Obliged’ પર પણ આપણે ચર્ચા કરીશું.
વાર-તારીખ: શનિવાર, 03 ઓગસ્ટ 2019
બપોરે – 2.00 કલાકે
વિલ્ડસ્ટોન લાયબ્રેરી
38-40 High Street, Wealdstone, Harrow HA3 7AE, Tel: 020 3714 7725
બેઠકની રૂપરેખા બિડેલા પત્રકમાં [ PDF ] આમેજ છે.