શું તમે જાણો છો કે ઓનલાઇન ગુજરાતી જ્ઞાનકોશમાં ૨૨,૬૦૦ કરતા પણ વધુ લેખો છે? શું તમે જાણો છો કે આશરે દસેક જેટલા ગુજરાતી સાહિત્યના ઉત્તમ ગજાના સાહિત્યકારોના ૩૦ જેટલા પુસ્તકો તમે ઘરે બેઠા નિરાંતે અને નિ:શુલ્ક વાંચી શકો છો? શું તમે વિકિપીડિયા અને વિકિસ્રોત ગુજરાતીમાં પણ છે તે જાણો છો? જો આમાંના એકાદા પણ પ્રશ્નનો ઉત્તર ‘ના’ હોય તો તે વિષે જાણવા આ વખતની ઓટલાની બેઠકમાં અવશ્ય પધારજો, કેમ કે આ વખતે આપણે ગુજરાતી ભાષામાં જ્ઞાનકોશ અને સાહિત્યકોશ વિશે વિગતે જાણવાનો અને તેને વિષેની પ્રશ્નોત્તરી કરવાનો પ્રયાસ કરીશું.
સાથેસાથે ગુજરાતીમાં કમ્પ્યૂટર પર લખવું કેટલું સરળ છે તે પણ જોઈશું. વિલ્ડસ્ટોન લાઇબ્રેરીએ આપણા માટે કમ્પ્યૂટર પણ ફાળવ્યા છે. સમયની મોકળાશ હશે તો અકાદમીની વેબસાઈટ તેમજ ફેસબુક ફોરમ અને ઓનલાઈન ઓપિનિયન મેગેઝિન સાથે ઘરોબો પણ બાંધી આપીશું.
તારીખ/વાર: શનિવાર, 6 જુલાઈ 2013
સમય: ઠીક બપોરે 2.00 થી 4.30
સ્થળ: વિલ્ડસ્ટોન લાયબ્રેરી, The Wealdstone Centre, 38-40 High Street, Wealdstone, HA3 7AE
વિકિસ્રોત: http://gu.wikisource.org
ગુજરાતી સાહિત્ય અકાદમીની વેબસાઈટ: www.glauk.org
ગુજરાતી સાહિત્ય અકાદમીની ફેસબુક ફોરમ: https://www.facebook.com/groups/glauk
ઓપિનિયન મેગેઝિન: http://opinionmagazine.co.uk
દરેક જ્ઞાનપિપાસુને હાજર રહેવા અને ભાગ લેવા સહૃદય નિમંત્રણ. આગોતરા આભાર સહ, આપના દર્શનાભિલાષી,
ધવલભાઈ વ્યાસ (બેઠક સંયોજક) અને ભદ્રાબહેન વડગામા (મહામંત્રી)