બ્રેન્ટ લાયબ્રેરીઝ ના સહયોગથી આયોજિત ગુજરાતી સાહિત્ય અકાદમીની જૂન માસની બેઠક છે ‘વાર્તા-વર્તુળ’.
બેઠક: વાર્તા-વર્તતારીખ: શનિવાર, ૧ જૂન ૨૦૧૩
સમય: બપોરના 2.00 થી 4.30 કલાક દરમિયાન
સ્થળ: કિલબર્ન લાયબ્રેરી, ૪૨, સાલ્સબરી રોડ, કિલબર્ન, લંડન NW6 6NN
Kilburn library, 42 Salusbury Road, Kilburn, London NW6 6NN, Phone: 020 8937 353
Nearest Tube Station: Queen’s Park; out of the station & turn left and the library is on the same side about 2 to 4 mins walk.
વાર્તા-વર્તુળની જૂન ૨૦૧૩ની બેઠકમાં ભદ્રાબહેન વડગામાની સ્વરચિત વાર્તા ‘ચકરાવો’ માણવાનું, સમજવાનું, ચર્ચવાનું ધાર્યું છે. સાથોસાથ ટૂંકી વાર્તાના મર્મજ્ઞ અને આપણા સંગાથી મહેન્દ્રભાઈ દેસાઈની પસંદગીની બહારની વાર્તા- હિમાંશીબહેન શેલત કૃત ‘સાતમા આસમાનની ભોંય’ ધ્યાને લઈ વાર્તાની ચર્ચા કરીશું. આ બેઠક આપના સહયોગથી જ આપણે સરસ રીતે માણી શકીશું. ચર્ચા કરી શકીએ એ માટે વાર્તા વાંચી અચૂક હાજર રહેવા હ્રદયપૂર્વક અંગત વિનંતિ કરીએ છીએ.
કાર્યક્રમ
પૂર્વભૂમિકા અને સંચાલન: વિપુલભાઈ કલ્યાણી
આવકાર: રમણભાઈ પટેલ
વાંસળી વાદનઃ ગવરભાઈ નાથુ
ભાવગીત: હંસાબહેન પુરોહિત
બહારની વાર્તા: મહેન્દ્રભાઈ દેસાઈ
અંદરની વાર્તા: ભદ્રાબહેન વડગામા
ચર્ચા અને વિવેચન: અનિલભાઈ વ્યાસ
આ બેઠકમાં અમેરિકા નિવાસી લેખકો નીલિમાબહેન શુક્લ-ભટ્ટ તેમ જ ભરતભાઈ ભટ્ટની વિશેષ ઉપસ્થિતિ રહેશે. આ ઉપરાંત ભારતથી પધારેલ મુલકાતી સંગીતકાર/સ્વરકાર સુભાષભાઈ દેસાઈ પણ આ બેઠકમાં હાજરી આપશે.
દરેક રસિકજનને હાજર રહેવા અને ભાગ લેવા સહૃદય નિમંત્રણ. આગોતરા આભાર સહ,આપના દર્શનાભિલાષી,
અનિલભાઈ વ્યાસ (સંયોજક) અને ભદ્રાબહેન વડગામા (મહામંત્રી)
કાર્યક્રમના અહેવાલ અને ઝલક માટે અહીં ક્લિક કરો.