ગરવા ગુજરાતીઓ, મહાગુજરાત આંદોલન પછી, હાલ ‘ગુજરાત’ નામે ઓળખાતા રાજ્યની સ્થાપના 1 મે 1960ના થઈ હતી. ગુજરાતી સાહિત્ય અકાદમી આ ઘટનાની યાદગીરી રૂપે ‘આંતરરાષ્ટ્રીય ગુજરાતી દિવસ’ની ઉજવણી કરતી રહી છે. ઓણ સાલ, અકાદમી ગુજરાતી ડાયસ્પોરાના- અમેરિકા નિવાસી- બે મુલાકાતી સર્જકો: પન્નાબહેન નાયક અને નટવરભાઈ ગાંધીની વિશેષ ઉપસ્થિતિમાં, રવિવાર, 5 મે 2013ના રોજ ‘આંતરરાષ્ટ્રીય ગુજરાતી દિવસ’ ઉજવવા જઈ રહી છે. આ દિવસે અકાદમીની વૅબસાઈટ www.glauk.org નું પણ વિધિવત મંગળાચરણ થશે. આ અવસરે અકાદમી, એના સભ્યો અને શુભેચ્છકો સહિત આ કાર્યક્ર્મમાં હાજર રહેવા માગતા દરેકે દરેકને સહૃદય આમંત્રણ પાઠવે છે. () તારીખ: …
‘સીટીરીડ 2013’ અંતર્ગત, બ્રેન્ટ લાયબ્રેરીઝ અને ગુજરાતી સાહિત્ય અકાદમી સંયુક્ત રીતે આધુનિક લેખક સેબાસ્ટીઅન ફૉક્સની નવલકથા ‘અ વીક ઈન ડિસેમ્બર’ પર ગુજરાતીમાં વાર્તાલાપ અને ચર્ચા યોજે છે. આ કાર્યક્ર્મ જાહેર જનતાના લાભાર્થે નિ:શુલ્ક રાખવામાં આવ્યો છે. અકાદમી આપ સહુને હાર્દિક આમંત્રણ પાઠવે છે. () તારીખ: શનિવાર, 20 એપ્રિલ 2013 સમય: બપોરના 2.30 થી 4.00 કલાક …
સુજ્ઞ કાવ્યચર્યકો, બ્રેન્ટ લાયબ્રેરી સર્વિસીઝના સહકારથી, રાબેતા મુજબ (દર માસના પહેલા શનિવારે) મળતી ગુજરાતી સાહિત્ય અકાદમીની આ માસની બેઠક છે કાવ્યચર્યા. કવિવર રાજેન્દ્ર શાહની જન્મશતાબ્દીની ઉજવણીના ભાગરૂપે આ બેઠકમાં આપણે કવિવરનાં કાવ્યોને ‘શાંત કોલાહલ’ શીર્ષક તળે વાચન, શ્રવણ અને ચર્વણ દ્વારા માણીશું અને રીતે કવિના અ-ક્ષર દેહને હાજરા-હજૂર કરીશું. આ કાર્યક્મની રૂપરેખા અને જાહેર આમંત્રણ આ અંગત પત્ર સાથે શામેલ છે. [ ] આપ …