પરિશિષ્ટ-૩ : બ્રિટનમાં ગિરા ગુજરાતી એક અહેવાલ બ્રિટનસ્થિત ગુજરાતી સાહિત્ય અકાદમી, ગુજરાતી ભાષા અને સાહિત્ય તથા સંસ્કૃતિનું વિદેશોમાં જતન કરવા લગભગ દોઢેક દાયકાથી પ્રયત્નશીલ છે. ગુજરાતી ભાષાના વર્ગો લેવા, એ વર્ગો લેવા શિક્ષકો તૈયાર કરવા, શિક્ષકો માટે શિક્ષણની સામગ્રી તૈયાર કરાવવી, ગુજરાતી ભાષાની પરીક્ષાઓ લેવી અને એને માન્યતા અપાવવી, વિદેશમાં વસતા ગુજરાતી રચનાકારોની રચનાઓને પ્રોત્સાહન આપવું, ‘અસ્મિતા’ જેવા વાર્ષિકમાં સર્જનાત્મક રચનાઓ સાથે વિદેશમાં ગુજરાતી ભાષાસાહિત્યના પ્રશ્નોની ચર્ચા કરવી, આંતરરાષ્ટ્રીય ગુજરાતીદિનની ઉજવણી કરવી, બ્રિટનમાં જુદે જુદે સ્થળે ભાષાસાહિત્ય પરિષદ યોજવી જેવી અનેક પ્રવૃત્તિઓ આપણા સૌની પ્રશંસા માગી લે છે. બેડફર્ડમાં છઠ્ઠી ભાષાસાહિત્ય પરિષદ એપ્રિલ ૨૯, ૩૦ અને ૧લી મે ૨૦૦૦ના રોજ …
સાંદિપની ઋષિ સુરગુરુ સરખા અધ્યાપક અનંત, તેને મઠ ભણવાને આવ્યા હળધર ને ભગવંત. તેની નિશાળે ઋષિ સુદામો વડો વિદ્યાર્થી કહાવે, પાટી લખી દેખાડવા રામ-કૃષ્ણ સુદામા પાસે આવે. એટલે કે જ્યાં એક વડો વિદ્યાર્થી શિક્ષકના સહાયક તરીકે કામ કરતો હોય, જ્યાં છોકરાઓ પાટી પર લખતાં શીખતા હોય, અને પોતે લખેલું વડા વિદ્યાર્થીને બતાવતા હોય એવી નિશાળો કૃષ્ણ-સુદામાના જમાનામાં હોય કે ન હોય, પણ પ્રેમાનંદના જમાનાના ગુજરાતમાં તો હતી જ. અલબત્ત, ૧૯મી સદીમાં તેમાં સાંદિપની ઋષિ જેવા ‘અધ્યાપક અનંત’ ભાગ્યે જ ભણાવતા. થોડું ગણી, લખી, વાંચી શકતા હોય તેવા બ્રાહ્મણો તેમાં ઉપલા વર્ણના છોકરાઓને ભણાવતા. ઓગણીસમી સદીની પહેલી બે પચ્ચીસી સુધી …
આપણે ત્યાં એક વિભાજન એવું છે કે એક બાજુ બૌદ્ધિકો છે અને એક બાજુ કર્મશીલો. પણ કેટલીક વ્યક્તિ એવી પણ હોય છે કે જે ટેબલ લેમ્પ અને ટેબલની સીમાથી બહાર જઈને બૌદ્ધિક હોવાની સાથે સાથે એ કર્મશીલ પણ હોય. ગુજરાતમાં ડૉ. ગણેશ દેવી એક એવું નામ છે. મૂળ અંગ્રેજીમાં પ્રોફેસર પણ આપણી પરંપરાની અંદર સંન્યાસ લઈએ અને પછી એક બીજો વેશ ધારણ કરીએ એમ તેમણે બધું છોડીને અત્યારે તેઓ છેલ્લાં 15 વર્ષોથી બહુ જ સક્રિય રીતે આદિવાસી ભાષા, સંસ્કૃિત અને એ સિવાય વિમુક્ત જનજાતિ (ડિનોટિફાઈડ ટ્રાઈબ્સ) અને એમના અધિકારો માટે સતત કામ કરતા રહ્યા છે. ભૂંસાતી જતી ભાષાઓનાં જતન અંગેનાં …
જ્ઞાનવિશ્વમાં ગુજરાત : એકવીસમી સદીને જ્ઞાનની સદી તરીકે ઓળખાવવામાં આવી રહી છે. આદિ માનવીથી લઈને આધુનિક માનવી સુધીનાનું મૂલ્યાંકન કરવામાં આવે તો એમાંથી જે એક બાબત નોખી તરી આવે છે તે માનવીએ સાધેલો અનેક ક્ષેત્રોમાંનો વિકાસ છે. એ વિકાસ એટલા જ કારણે શક્ય બન્યો છે કે કુદરતે માનવીને મગજ આપ્યું છે જેના સહારે એ વિચારી શકે છે, તર્ક કરી શકે છે, નિર્ણય કરી શકે છે અને વાણી દ્વારા એના મનોમંથનને વ્યક્ત કરી શકે છે. એ વિવિધ શક્તિઓના વિકાસની પાછળ એણે જે તે સમયે પ્રાપ્ત કરેલા જ્ઞાનનું બળ રહેલું છે. એકવીસમી સદીની વિશિષ્ટતા એ છે કે માનવીએ જ્ઞાન પ્રાપ્ત કરવા, તેનો …
‘યુનેસ્કો’એ ૧૭ નવેમ્બર, ૧૯૯૯માં જાહેરાત કર્યા બાદ ૨૦૦૮માં સંયુક્ત મહાસભાએ ફેબ્રુઆરી ૨૧, ૨૦૧૪ ‘વિશ્વ માતૃભાષા દિન’ તરીકે ઉજવવાનો ઠરાવ પસાર કર્યો. આ દિવસના ઘણા મહિના પહેલાં આ લેખ લખવાનો વિચાર કરેલો હતો પણ કોઈ ને કોઈ કારણોને લીધે તે આજે પૂરો થઈ શક્યો નહિ તેથી એક મહિના બાદ પ્રસ્તુત કરું છું. ભાષાનું મૃત્યુ એટલે એ ભાષા બોલનાર માણસનું, સમાજનું, સંસ્કૃિતનું મૃત્યુ. ગૌણ ભાષાઓ જ્યારે નાશ પામે છે ત્યારે તેનું પરિણામ ઘણું કરુણાજનક હોય છે, જ્યારે મુખ્ય ભાષાઓના નાશથી ઘણું ઓછું નુકસાન થાય છે કારણ કે તેનું પરિવર્તન થઈ નવી ભાષાઓનો જન્મ થાય છે. દાખલા તરીકે લૅટીનનો વાપર ઘણો ઓછો થયેલો …