કોઇ એક સમાજ કે દેશના લોકો પોતાના મનોગત ભાવ કે વિચાર એકબીજાને પ્રકટ કરી શકે તેવો વ્યક્તનાદનો સમુદાય; જબાન; વાણી; બ્રાહ્મી; ભારીત; સરસ્વતી; ગિરા; બોલી. મનના વિચાર બોલીને કે લખીને જણાવાય છે. ભાષાશાસ્ત્રમાં ભાષા અને બોલી એવા બે ભેદ ગણવામાં આવે છે. અંત:કરણના વ્યાપારને ભાષા કહે છે અને તેનું ઉચ્ચારરૂપ સાધન પરસ્પરના પરિણામને જણાવી શકે છે. ભાષા કાઢવા સંબંધમાં વિદ્યાવિજયજી મહારાજ જણાવે છે કે, ભાષા એ કાંઈ જમીનમાંથી નીકળતી માટી નથી કે બસ ઉપાડી અને ફેંકી. તે વચન નહિ પણ રત્ન છે, ભાષા નહિ પણ હીરા છે. હજારો લાખો રૂપિયાનાં રત્ન, ઝવેરાત મોતી, માણેક વગેરેને તિજોરીમાં ડબામાં રખાય છે, પરંતુ …