સુજ્ઞ કાવ્યચર્યકો,
જુલાઈ મહિનાની કાવ્યચર્યા બેઠક હેરો વિલ્ડસ્ટોન લાયબ્રેરી સેન્ટરમાં શનિવાર, 5 જુલાઈ 2014 ના ઠીક બપોરે 2.00 થી 4.30 દરમિયાન મળશે. બેઠકના પહેલા દોરમાં સાહિત્યકાર મનુભાઈ ત્રિવેદી ‘ગાફિલ’ ને એમની જન્મશતાબ્દી એ કાવ્યાંજલિ આપીશું. બીજા દોરમાં, આપણા સ્થાનિક કવિ મોહનભાઈ કાછિયા સાથે કાવ્યગોષ્ઠિ આદરીશું.
સ્થળ:
હેરો વિલ્ડસ્ટોન લાયબ્રેરી
The Wealdstone Centre,
38-40 High Street, Wealdstone, HA3 7AE
Tel: 020 8420 9333
કાર્યક્રમ:
2.00 – 2.10: સ્વાગત અને રૂપરેખા
2.10 – 2.30: મનુભાઈ ત્રિવેદી ‘ગાફિલ’નો પરિચય
2.30 – 3.15: મનુભાઈ ત્રિવેદીની કવિતાઓનું પઠન અને આસ્વાદ
3.15 – 3.30: મોહનભાઈ કાછિયાનો પરિચય
3.30 – 4.15: મોહનભાઈ કાછિયાનો કાવ્યપાઠ અને કેફિયત
4.15 – 4.30: સમાપન
આપ સહુને આ બેઠકમાં સહભાગી થવા ગુજરાતી સાહિત્ય અકાદમી વતી હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ. આ સાથે બેઠકની આમંત્રણ પત્રિકા [ PDF ] સાદર ધરીએ છીએ.
સસ્નેહ,
ભદ્રા વડગામા (મહામંત્રી)