ગરવા ગુજરાતીઓ,
મહાગુજરાત આંદોલન પછી, હાલ ‘ગુજરાત’ નામે ઓળખાતા રાજ્યની સ્થાપના 1 મે 1960ના થઈ હતી. ગુજરાતી સાહિત્ય અકાદમી આ ઘટનાની યાદગીરી રૂપે ‘આંતરરાષ્ટ્રીય ગુજરાતી દિવસ’ની ઉજવણી કરતી રહી છે. ઓણ સાલ, અકાદમી ગુજરાતી ડાયસ્પોરાના- અમેરિકા નિવાસી- બે મુલાકાતી સર્જકો: પન્નાબહેન નાયક અને નટવરભાઈ ગાંધીની વિશેષ ઉપસ્થિતિમાં, રવિવાર, 5 મે 2013ના રોજ ‘આંતરરાષ્ટ્રીય ગુજરાતી દિવસ’ ઉજવવા જઈ રહી છે. આ દિવસે અકાદમીની વૅબસાઈટ www.glauk.org નું પણ વિધિવત મંગળાચરણ થશે. આ અવસરે અકાદમી, એના સભ્યો અને શુભેચ્છકો સહિત આ કાર્યક્ર્મમાં હાજર રહેવા માગતા દરેકે દરેકને સહૃદય આમંત્રણ પાઠવે છે. ( PDF)
તારીખ: રવિવાર, 5 મે 2013
સમય: બપોરના 1.00 વાગ્યાથી સાંજના 6.00 વાગ્યા સુધી
સ્થળ: ઈકનમ વીલેજ હૉલ, 33 Swakeleys Road, Ickenham, Middlesex UB10 8DG
કાર્યક્રમની રૂપરેખા:
આવકાર અને સંચાલન: વિપુલભાઈ કલ્યાણી
પહેલો દોર
1.15 – 1.30 મુઠ્ઠી ઊંચેરા – ભોળાભાઈ પટેલ : અનિલભાઈ વ્યાસ
1.35 – 1.50 જલસાનો માણસ – સુરેશ દલાલ : પન્નાબહેન નાયક
1.55 – 2.10 વૉલ્ટ વ્હીટમેન, હેનરી ડેવિડ થૉરો, એમિલી ડિકીન્સન શાં
સાહિત્યકારોની આડશે ગુજરાતી પદ્ય અને ગદ્ય: નટવરભાઈ ગાંધી
2.15 – 2.30 અસ્મિતાની ઝાલર – કનૈયાલાલ મુનશી: નિરંજનાબહેન દેસાઈ
2.30 – 3.00 મધ્યાન્તર
બીજો દોર
3.00 – 3.05 અકાદમીની વૅબસાઈટનું વિધિવત મંગળાચરણ
3.05 – 3.15 પન્નાબહેન નાયકની ઓળખ (1): ભદ્રાબહેન વડગામા
3.20 – 3.30 પન્નાબહેન નાયકની ઓળખ (2): નીરજભાઈ શાહ
3.35 – 4.15 કેફિયત અને કવિતાપઠન: પન્નાબહેન નાયક
4.20 – 4.30 નટવરભાઈ ગાંધીની કાવ્યસૃષ્ટિ – એક આચમન: પંચમભાઈ શુક્લ
4.35 – 5.15 કેફિયત અને કવિતાપઠન: નટવરભાઈ ગાંધી
5.15 – 5.20 આભારદર્શન અને માહિતી: વિજ્યાબહેન ભંડેરી / ભદ્રાબહેન વડગામા
5.20 – 5.45 અલ્પાહાર
***
વિકિપીડિયા નામના ઑનલાઈન જ્ઞાનકોષ મુજબ, ચોક્કસ સામાજિક સમુદાયમાં વૈયક્તિક કે સામુકી રીતે ચોખ્ખી તરી આવતી લાક્ષણિકતાઓ એટલે ઓળખ (Identity). ઓળખ (Identity)ને ઓળખાણ (Identification)થી જુદી તારવી શકાય; ‘ઓળખ’ એક બિરુદ છે તો ‘ઓળખાણ’ એ બિરુદ મેળવવા માટે વર્ગીકૃત થવાની (ઓળખાવાની) પ્રક્રિયા સૂચવે છે. આમ ‘ઓળખ’ એ સાંબંધિક અને સંદર્ભલક્ષી છે જ્યારે ‘ઓળખાણ’ એ મૂળગત રીતે એક વિધિ છે.
છતાં જે તે વ્યક્તિની વૈયક્તિક ઓળખનું અસ્તિત્વ તેના જેવી લાક્ષણિકતાઓ ધરાવતી અન્ય વ્યક્તિઓની (મુખ્યત્વે માતાપિતા કે કુટુંબ-કબીલાની) લાક્ષણિકતાઓ, મૂલ્યો અને માન્યતાઓ ઉપર આધારિત હોય છે. આ અન્યો દ્વારા ઓળખાવું (લાક્ષણિક ઓળખાણ) નિરૂપદ્રવી હોઈ શકે અને વ્યક્તિ એવી રીતે ઓળખાવા ચાહે તો સાથોસાથ આવી રીતે ઓળખાવું દુષિત પણ હોઈ શકે અને ત્યારે વ્યક્તિ આવી પ્રતિ-ઓળખાણથી અળગીયે રહેવા માગે.
વારુ, આથી આ અવસર ‘ગુજરાતી ઓળખ’નો છે. અમને વિશ્વાસ છે કે આપણી અસ્મિતાના ઓચ્છવમાં હાજર રહેવા તમે તમારી ઈચ્છાશક્તિનું પૂરતું બળ કામે લગાડશો જ.
Identity may be defined, according to the Wikipedia, as the distinctive characteristic belonging to any given individual, or shared by all members of a particular social category or group. Identity may be distinguished from identification; the former is a label, whereas the latter refers to the classifying act itself. Identity is thus best construed as being both relational and contextual, while the act of identification is best viewed as inherently processual.
However, the formation of one’s identity occurs through one’s identifications with significant others (primarily with parents and other individuals during one’s biographical experiences, and also with ‘groups’ as they are perceived). These others may be benign such that one aspires to their characteristics, values and beliefs (a process of idealistic-identification), or malign when one wishes to dissociate from their characteristics (a process of defensive contra-identification).
Well, this one, therefore, is an event for the GUJARATI IDENTITY. I am sure you would try your every best to be there to celebrate our ASMITA.
***
વિપુલભાઈ કલ્યાણી
પ્રમુખ, ગુજરાતી સાહિત્ય અકાદમી