Dear Members and Friends,
Please take a note of upcoming event of honouring Natubhai C Patel as part of Academy’s 40th anniversary celebrations.
Sunday, 6 Aug 2017 from 3.00 pm
The Cannons Hall, 1-17 Wemborough Rd, Stanmore HA7 2DU, Tel: 020 8952 9541
Buses: 79, 186, 340 stop close by
Underground: Cannons Park station just 5 -7 minutes away
The event will be graced by our guests Nandinibahen Trivedi, Editor of “Mari Saheli” from Mumbai and well known artist Bhaskarbhai Patel.
Please do come and bring friends and family members.
***
નટુભાઈ સી. પટેલ :
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના વડા પ્રાદ્યાપક દીપકભાઈ રાવલ જેમને ગુજરાતી રંગભૂમિના પિતામહ ગણે છે તે નટુભાઈ ચતૂરભાઈ પટેલ [જન્મ : 18 મે 1927] અંગેના એક લેખમાં દીપકભાઈ જણાવે છે, ‘ઇંગ્લૅન્ડમાં કળા ક્ષેત્રનો વિચાર કરીએ છીએ ત્યારે નટુભાઈ પટેલ પ્રત્યક્ષ થાય છે. ઊંચો, પાતળો દેહ. આંખે ચશ્માં પણ એમાંથી દેખાતી કીકીઓમાં છલકાતો સ્નેહ વાંચી શકાય. આત્મવિશ્વાસ ફૂટી ફૂટીને ભરેલો. … વરસની વયે પણ ટટ્ટાર ચાલે છે. નવી નવી યોજનાઓ બનાવે છે. અને તેને સાકાર કરવા પ્રયત્નશીલ રહે છે. જીવનમાં બહુ ચડતી – પડતી જોઈ છે. છતાં ય જીવન વ્યવહારમાં કડવાશ આવી નથી. અનેક લોકોને મદદરૂપ થાય અને વાતોમાં જરા ય દેખાડો ન કરે. મિત્રો માટે તો મરી જાય. …’
પૂર્વ આફ્રિકાના યુગાન્ડામાં જ શું, મુંબઈ સમેતના તળ ગુજરાતમાં, તેમ અહીં લંડનમાં, ત્યાં પોર્ટુગલમાં પણ લલિત કળાના પરચમને નટુભાઈએ પૂરી કાઠીએ લહેરાવતો રાખ્યો. નાટક, નૃત્ય, નૃત્યનાટિકા, સંગીતને, ‘કલાપી’ શી ગુજરાતી ફિલ્મને પણ એમણે સદાય જીવતદાન તો આપ્યું પણ જોડાજોડ તે દરેકને સારુ આત્મવિશ્વાસ જાગૃત થાય તે સારુ ખળું પણ તૈયાર કરી જ આપ્યું.
ગુજરાતી સાહિત્ય અકાદમીના આરંભકાળથી, એક અગત્યના હામી રહેનાર નટુભાઈએ અકાદમીનાં કામોમાં સામેલગીરી કરી છે અને ટૂંકા પડીએ ત્યારે અડખેપડખે રહીને હૂંફટેકો દીધા કર્યો છે.
આવા મુઠ્ઠી ઊંચેરા નટુભાઈ પટેલના સન્માનનો ઉચિત અવસર યોજવાનો અકાદમીએ નિર્ધાર કર્યો છે અને તે રવિવાર, 06 અૉગસ્ટ 2017ના દિવસે ઠીક બપોરે ત્રણ વાગ્યાથી અહીં સ્ટેનમોર ખાતે યોજાશે. તે સ્થળની વિગતો અહીં નીચે આપીએ છીએ. આ પ્રસંગે મુંબઈથી નીકળતાં “મારી સહેલી” સામિયકનાં તંત્રી નંદિનીબહેન ત્રિવેદી તેમ જ આ દેશના જાણીતા કળાકાર ભાસ્કરભાઈ પટેલ અતિથિ તરીકે ખાસ ઉપસ્થિત હશે. પ્રસંગે ઊમટેલાં દરેક સારુ, વળી, પ્રીતિ ભોજનની વ્યવસ્થા ય કરવામાં આવી છે.
દરેક સુહૃદનું આદરભાવસહ સ્વાગત કરીએ. [ PDF ] પધારો. સાથે આનંદીએ.
Kind Regards,
Pancham Shukla (Secretary General)
Vipool Kalyani (President)
Gujarati Literary Academy